India vs West Indies 3rd ODI Match Preview: સીરિઝ જીતી લીધી, હવે નજર રેકોર્ડ પર, શું ધવન ઇતિહાસ બદલી શકશે.?

|

Jul 27, 2022 | 7:19 AM

IND Vs WI મેચ: ભારત પહેલા જ ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી ચૂક્યું છે અને હવે ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં ઈતિહાસ રચવામાં સફળ રહેશે કે કેમ તેના પર નજર છે.

India vs West Indies 3rd ODI Match Preview: સીરિઝ જીતી લીધી, હવે નજર રેકોર્ડ પર, શું ધવન ઇતિહાસ બદલી શકશે.?
Team India vs West Indies Cricket (PC: BCCI)

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લા 15 વર્ષમાં ટીમ ઇન્ડિયા (Team India) એ 12મી વનડે સીરીઝ પોતાના નામે કરી છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) માં રમાય રહેલ વન-ડે સીરિઝમાં ભારત પાસે આ કમી ભરવાની તક છે. ભારતે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી અને હવે ટીમ ઈન્ડિયા પાસે શ્રેણી ક્લીન સ્વીપ કરવાની તક છે. જો શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આવું કરશે તો તે પોતાનામાં એક નવો ઈતિહાસ બની જશે.

શું ટીમમાં ફેરફાર કરશે કોચ અને સુકાની.?

શ્રેણીની પ્રથમ બે મેચની જેમ ત્રીજી મેચ પણ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. બુધવાર 27 જુલાઈના રોજ રમાનારી મેચમાં મોટાભાગની નજર ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ તેના પર છે. જો આપણે દ્વિપક્ષીય શ્રેણીના વલણ પર નજર કરીએ તો ભારતીય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) કેટલાક નવા ખેલાડીઓને અજમાવી શકે છે. પરંતુ તે જીતની ગતિ જાળવી રાખવા માટે ટીમનું સંતુલન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઇશાન કિશન-રુતુરાજ ગાયકવાડને તક મળશે?

ટીમ ઈન્ડિયા (Team India) ને આ મેચમાં સૌથી વધુ આશા ધૂમ મચાવતા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) પાસેથી હશે. જે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પોતાની પ્રતિષ્ઠા અને શરૂઆતના પ્રદર્શનની વિરુદ્ધ સતત 5 ODI મેચોમાં મોટો સ્કોર કરી શક્યો નથી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર છેલ્લી T20માં શાનદાર સદી બાદ તે કોઈ સારી ઈનિંગ રમી શક્યો નથી. આમ છતાં તેને બીજી તક આપવામાં આવી શકે છે. ઓપનિંગમાં પણ ફેરફારની અપેક્ષા નથી અને શિખર-શુબમન ગિલની જોડી યથાવત રહેશે. એટલે કે ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડની રાહ ચાલુ રહી શકે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

રવીન્દ્ર જાડેજાની ફિટનેશ પર નજર રહેશે

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છેલ્લી મેચમાં રમે છે કે નહીં તેના પર પણ નજર રહેશે. આ શ્રેણી માટે તેને ઉપ-સુકાની બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે પ્રથમ બે મેચમાં રમી શક્યો ન હતો. બોર્ડે કહ્યું હતું કે, ત્રીજી મેચમાં તેના રમવા અંગે નિર્ણય હવે પછી લેવામાં આવશે. તેની ગેરહાજરીમાં અક્ષર પટેલનું સ્થાન જાળવી રાખવામાં આવશે. જેણે બીજી મેચમાં 64 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

ફાસ્ટ બોલિંગ પર ફરી દબાણ

ભારતે પ્રથમ બે મેચમાં પેસ બોલિંગમાં ફેરફાર કર્યો હતો અને તે બહુ સફળ રહ્યો ન હતો. પ્રસિદ્ધ ક્રિષ્ના પ્રથમ મેચમાં મોંઘો સાબિત થયો હતો. જ્યારે બીજી મેચમાં તેના સ્થાને ટીમમાં ડેબ્યૂ કરનાર અવેશ ખાન પણ બિનઅસરકારક રહ્યો હતો. આવી સ્થિતિમાં અવેશ ખાન (Avesh Khan) ની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) ને ટીમમાં લેવામાં આવી શકે છે.

શું વિન્ડીઝ ટીમ હારનો સિલસિલો તોડશે?

વિન્ડીઝ ટીમની વાત કરીએ તો સતત બે હાર છતાં ટીમના પ્રદર્શનને નજર અંદાજ કરી શકાય તેમ નથી. બંને મેચમાં ટીમ ખૂબ જ છેલ્લી ઓવરમાં નજીકની મેચોમાં હારી ગઈ હતી. જો કે ટીમ અત્યાર સુધી શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અથવા રોમેરો શેફર્ડ પર આધાર રાખે છે. કાયલ મેયર્સે ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમે અત્યાર સુધી નિર્ણાયક તબક્કે સારું પ્રદર્શન કરવામાં નિષ્પળ રહી છે. સિરીઝની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ જેસન હોલ્ડરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.

ટીમ આ પ્રકારે છેઃ

વેસ્ટ ઇન્ડિઝઃ 
નિકોલસ પૂરન (સુકાની), શે હોપ (ઉપ સુકાની), શમરાહ બ્રૂક્સ, કેસી કાર્ટી, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, કીમો પોલ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, હેડન વોલ્શ.

ભારતઃ 
શિખર ધવન (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રણંદ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ અર્શદીપ સિંહ.

Next Article