India vs Sri Lanka T20 Asia Cup 2022: શ્રીલંકા સામે ભારતે 8 વિકેટે 174 રનનુ લક્ષ્ય આપ્યુ, રોહિત શર્માની આક્રમક અડધી સદી
India vs Sri Lanka, Asia Cup 2022 1st Inning Report Today: આ મેચ કરો યા મરો સમાન છે, ભારતીય બેટીંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી, પરંતુ રોહિત શર્માની ઈનીંગે લડાયક સ્કોર માટેની રમત બતાવી હતી.

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે દુબઈના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમાં એશિયા કપ 2022 ની સુપર-4 ની મેચ રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ ટોસ હારીને બેટીંગ કરતા ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. પહેલા કેએલ રાહુલ ઝડપથી પરત ફર્યા બાદ વિરાટ કોહલી શૂન્ય રને પરત ફરતા 13 રના સ્કોર પર જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા (Rohit Sharma) એ દબાણની અસર વિના આક્રમક ઈનીંગ રમતા અડધી સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે ભારતે 8 વિકેટ ગુમાવીને 173 રન નોંધાવ્યા હતા.
ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. ઓપનીંગ જોડી 11 રનના સ્કોર પર જ તૂટી ગઈ હતી. કેએલ રાહુલ માત્ર 6 રન નોંધાવીને જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. સતત બે અડધી સદી નોંધાવીને ફોર્મ રહેલા વિરાટ કોહલીએ 4 બોલનો સામનો કર્યો હતો અને શૂન્ય રને જ બોલ્ડ થઈને પરત ફર્યો હતો. ભારત માટે 13 રનના સ્કોર પર આ બીજો મોટો ઝટકો હતો.
રોહિત શર્માની આક્રમક ઈનીંગ
જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બંને મહત્વની વિકેટ ઝડપથી ગુમાવવાનુ દબાણ મગજ પર સવાર થવા દીધુ નહીં અને આક્રમક રમત રમવાની શરુઆત કરી હતી. 32 બોલમાં જ તેણે અડધી સદી પૂરી કરી લીધી હતી. રોહિત શર્માએ સૂર્યકુમારના સાથે મળીને રમતને આગળ વધારી હતી અને ભારતનો સ્કોર 2 વિકેટ પર જ 100 ને પાર કરાવી દીધો હતો. રોહિત શર્માએ 41 બોલમાં 72 રન નોંધાવ્યા હતા. જે દરમિયાન તેણે 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવે 29 બોલમાં 34 રનની ઈનીંગ રમી હતી. રોહિતના આઉટ થવા બાદ તેની પર આશા રાખવામાં આવી રહી હતી. પરંતુ તે સેટ હતો અને એવા સમયે જ દાસુન શનાકાએ તેની વિકેટ ઝડપી હતી. તેની વિકેટ ગુમાવવા બાદ ભારતીય ટીમની મોટા સ્કોર તરફ આગળ વઘવાની યોજના ધૂંઘળી બની હતી.
મિડલ ઓર્ડર ફરી ખાસ કરી ના શક્યો
ફરી એકવાર મિડલ ઓર્ડર પાસેથી નિરાશા મળી હતી. હાર્દિક પંડ્યા અને ઋષભ પંત બંનેએ 17-17 રનની ઈનીંગ રમી હતી. બંને એ 13-13 બોલનો સામનો કર્યો હતો. હાર્દિકે એક છગ્ગો અને પંતે 3 ચોગ્ગા જમાવ્યા હતા. દીપક હુડા 3 રન બનાવીને પરત ફર્યો હતો. તેને એક જીવત દાન નો બોલ પર થર્ડ અંપાયરે આપ્યુ હતુ. જેનો તે ફાયદો ઉઠાવી શક્યો નહોતો. રવિચંદ્રન અશ્વિને અણનમ 17 રન નોંધાવ્યા હતા. તેણે 7 બોલનો સામનો કરીને 1 વિકેટ નોંધાવી હતી.