Team India થી થઈ ગયો બહાર તો શિખર ધવને બતાવ્યો ઈરાદો, Video દ્વારા આપ્યો સંદેશ

|

Dec 29, 2022 | 10:51 PM

ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની વન ડે અને ટી20 ફોર્મેટ માટેની ટીમમાં કેટલાક સિનિયર ખેલાડીઓના નામ જોવા મળી રહ્યા નથી. જેમાં એક નામ શિખર ધવનનુ છે, જેને પણ બહાર રાખવામાં આવ્યો છે.

Team India થી થઈ ગયો બહાર તો શિખર ધવને બતાવ્યો ઈરાદો, Video દ્વારા આપ્યો સંદેશ
Shikhar Dhawan ટીમ ઈન્ડિયાથી ડ્રોપ કરી દેવાયો છે

Follow us on

ભારતીય કંટ્રોલ બોર્ડ હાલમાં આકરા તેવરમાં છે. ભારતીય ક્રિકેટમાં ધરખમ ફેરફાર કરવા માટેના નિર્ણયો હાલમાં લેવાઈ રહ્યા છે. પહેલાતો પસંદગી સમિતિને જ વિખેરી નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે ટી20 ફોર્મેટમાં હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામેની શ્રેણીમાં સુકાન સોંપવામાં આવ્યુ છે. તો ભારતીય ટીમમાંથી અનેક સિનિયર ખેલાડીઓના નામ કપાઈ ચૂક્યા છે. કેટલાક યુવા અનુભવીના નામના વિચાર સુદ્ધા પણ કરવામાં આવ્યા નથી. સિનિયરોને બહાર રાખ્યાની યાદીમાં શિખર ધવનનુ નામ સામેલ છે. હવે શિખર ધવન જોકે બહાર થવા છતાં હાર માનવા તૈયાર નથી.

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા શિખર ધવનને 2023ની પ્રથમ વન ડે શ્રેણી માટેની ટીમમાં સ્થાન નથી મળ્યુ. આ પહેલાથી જ ધવન ટેસ્ટ ક્રિકેટ ટીમ અને ટી20 ફોર્મેટમાંથી બહાર થઈ ચુક્યો છે. હવે વન ડે ક્રિકેટમાં તે વિશ્વકપનો હિસ્સો બનવાનુ સપનુ સેવી રહ્યો હતો, પરંતુ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના આ સપનાને સાકાર થવા દે એવા કોઈ અણસાર હાલ તો જોવા મળી રહ્યા નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કામ કરતા રહો, ઈશ્વરની ઈચ્છા માનો..

ગબ્બર હાર માને એવામાંથી નથી. એટલે જ તો તે દરેક વખતે નવી ઈનીંગની શરુઆત કરવારુપ મહેનત કરતો નજર આવતો હોય છે. આ પહેલા પણ જ્યારે જ્યારે તેના પર સંકટનો સમય આવ્યો છે. તે ભરપૂર મહેનત કરતો નજર આવ્યો છે. આ વખતે પણ તેનુ નામ ટીમની યાદીમાંથી કપાયુ કે તુરત જ તે મેદાનમાં જ મહેનત એટલા જ જોશ અને ઉત્સાહથી કરી રહ્યો છે, જેટલી નિયમીત કરે છે. આ માટેનો એક વિડીયો પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઘવને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ વિડીયોમાં એક્સર્સાઈઝ કરતો જોવા મળે છે. સાથે જ નેટમાં પણ બેટિંગ પ્રેક્ટિશ કરચો નજર આવી રહ્યો છે. ધવને ખુદને પ્રેરિત કરવા માટે પંજાબી ભાષામાં લખ્યુ છે કે, “વાત હાર-જીતની નથી હોતી, જિગરની હોય છે. કામ કરતા રહો અને હંમેશા ઈશ્વરની ઈચ્છાને માનો”

 

 

17 સદી અને 39 અડધી સદી નોંધાવી

ભારતીય ટીમ વતી શિખર ધવને અત્યાર સુધી 167 ODI રમી છે, જેમાં 44ની શાનદાર સરેરાશથી તેના બેટમાંથી 6793 રન થયા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 91 છે. ધવને અત્યાર સુધીમાં 17 સદી અને 39 અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા સાથેની તેની ઓપનિંગ જોડીએ ભારત માટે ઘણી મોટી અને મહત્વપૂર્ણ ભાગીદારી કરીને મેચ જીતી હતી. જોકે ધવન માટે 2022 સારું રહ્યું ન હતું. 37 વર્ષીય ડાબોડી બેટ્સમેને 22 ઇનિંગ્સમાં માત્ર 34ની એવરેજથી 688 રન બનાવ્યા હતા. તેને એક સદી પણ મળી ન હતી અને સૌથી વધુ નુકસાન તેની સ્ટ્રાઈક રેટને કારણે થયું હતું, જે માત્ર 74 હતો. આવી સ્થિતિમાં પસંદગીકારોએ તેને પડતો મુકવાનો નિર્ણય લીધો હતો.

 

Published On - 10:48 pm, Thu, 29 December 22

Next Article