IND vs SL: આ ખેલાડીને Yo-Y0 ટેસ્ટ નહીં નડે! રાજકોટમાં એક કેચ માટે શિવમ માવીએ લગાવી લાંબી દોડ, જુઓ Video

|

Jan 08, 2023 | 11:28 PM

ભારતીય ટીમે 229 રનના આપેલા લક્ષ્ય સામે રાજકોટમાં શ્રીલંકન ટીમ માત્ર 137 રનમાં જ સમેટાઈ ગઈ હતી, ઝડપથી ઓલઆઉટ કરવા માટે ખેલાડી પણ દમ લગાવતા જોવા મળ્યા હતા જેમાં શિવમ માવીએ એક કેચ દોડીને કેચ ઝડપ્યો હતો.

IND vs SL: આ ખેલાડીને Yo-Y0 ટેસ્ટ નહીં નડે! રાજકોટમાં એક કેચ માટે શિવમ માવીએ લગાવી લાંબી દોડ, જુઓ Video
Shivam Mavi એ દોડીને અસલંકાનો કેચ ઝડપ્યો

Follow us on

ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને 2-1 થી ટી20 સિરીઝ જીતી લીધી છે. સિરીઝની અંતિમ ટી20 મેચ રાજકોટમાં રમાઈ હતી. ભારતીય સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ ટાર્ગેટ બચાવી મેચ જીતવાની યોજના અમલમાં મુકી હતી. ભારતે 229 રનનુ લક્ષ્ય શ્રીલંકાને આપ્યુ હતુ. જે વિશાળ લક્ષ્યને બચાવતા ઝડપથી શ્રીલંકન ઈનીંગને સમેટવા ભારતીય ખેલાડીઓએ પૂરો દમ રાજકોટના મેદાનમાં લગાવી દીધો હતો. શિવમ માવી આવા જ પ્રયાસમાં એક કેચને ઝડપવા માટે મેદાનમાં દોટ લગાવી લગાવી હતી. તે જાણે દોડના મેદાનમાં દોડવીરની માફક જ કેચ પાછળ દોડ્યો હતો.

શિવમ માવીએ લાંબી દોડ લગાવીને આ કેચ ઝડપી લીધો હતો. આ શ્રીલંકન બેટિંગ ઈનીંગની 10મી ઓવરની વાત છે. જે ઓવર યુઝવેન્દ્ર ચહલ કરી રહ્યો હતો. માવીની દોડને લઈ ચહલના ખાતામાં એક શિકાર નોંધાયો હતો. જેનાથી ચહલને કેટલેક અંશે રાહત થઈ હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

દોડીને અસલંકાનો કેચ ઝડપ્યો

અસલંકાએ યુઝવેન્દ્ર ચહલના બોલ પર આ શોટ લગાવ્યો હતો. અસલંકાએ બેટિંગ ઈનીગની 10મી ઓવરના ત્રીજા બોલ પર એક છગ્ગો ફટકારવાનો પ્રયાસમાં શોટ લગાવ્યો હતો. અસલંકાએ બેટ ગુમાવ્યા બાદ તુરત જ જાણે કે શિવમ માવી શિકાર માટે સચેત થઈ ગયો અને તે બોલની દીશામાં બાઉન્ડરી પર ડીપ કવરની ડાબી બાજુ દોડવા લાગ્યો હતો. તેણે જબરદસ્ત દોટ લગાવીને બોલ જમીન પર પહોંચે એ પહેલા જ તે તેણે શાનદાર કેચ પોતાના હાથોમાં ઝડપી લીધો હતો. ભારતને આ સાથે જ ચોથી વિકેટ હાથ લાગી હતી. બીસીસીઆઈએ તેના આ જબરદસ્ત કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

 

એક અંદાજ મુજબ ત્રીસેક મીટર જેટલી દોટ શિવમ માવીએ આ કેચ ઝડપવા માટે લગાવી હોવાનુ માનવામાં આવે છે. જોકે તેનો આ કેચ આસાન નહોતો. અસલંકાએ ખાલી સ્થાનની દિશામાં જ આ વિશાળ શોટ લગાવવાનુ સાહસ ખેલ્યુ હતુ, જેને માવીએ નિષ્ફળ બનાવી પેવેલિયન પરત મોકલ્યો હતો.

 

Published On - 10:46 am, Sun, 8 January 23

Next Article