IND vs SL 1st T20 Highlights: શ્રીલંકા સામે ભારતે જીત માટે 165 રનનો પડકાર, ભારતનો 38 રને વિજય, ભૂવનેશ્વર ની 4 વિકેટ

| Updated on: Jul 25, 2021 | 11:53 PM

India vs Sri Lanka 1st T20 Highlights: T20 વિશ્વ કપ પહેલા ભારતીય ટીમની આ અંતિમ ટી20 શ્રેણી છે. ભારતીય ટીમ (Team India) ને વન ડે શ્રેણી ને 2-1 થી શ્રીલંકા સામે જીતી લીધી છે. ભારતીય ટીમ હવે T20 મેચને જીતી લઇ શ્રેણીમાં 1-0 થી આગળ થઇ ચુક્યુ છે.

IND vs SL 1st T20 Highlights: શ્રીલંકા સામે ભારતે જીત માટે 165 રનનો પડકાર, ભારતનો 38 રને વિજય, ભૂવનેશ્વર ની 4 વિકેટ
India vs Sri Lanka

ભારત અને શ્રીલકા (India vs Srilanka) વચ્ચે T20 સિરીઝની પ્રથમ T20 મેચ ભારતે જીતી લીધી હતી. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટીંગ કરતા 165 રનનુ લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ. શ્રીલંકા એ 50 ના સ્કોરે પહોંચતા જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકા 18.3 ઓવરમાં 126 રને સમેટાઇ જતા ભારતનો 38 રને વિજય થયો હતો. ભૂવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) 4 વિકેટ ઝડપી હતી.

શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપમાં ભારતે T20 શ્રેણીમાં જીત સાથે શરુઆત કરી હતી. ત્રણ મેચ ની સિરીઝમાં ભારતીય ટીમ તરફ થી પૃથ્વી શો (Prithvi Shaw) અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy)એ ડેબ્યૂ કર્યુ હતુ. બંને ખેલાડીઓને T20 આંતરરાષ્ટ્રીય સ્તરે મોકો આપ્યો હતો. ભારતીય ટીમ (Team India) તરફ થી ડેબ્યૂટન્ટ પૃથ્વી શો તેના T20 આંતરરાષ્ટ્રીય કરિયર અને મેચના પ્રથમ બોલે જ શૂન્ય પર આઉટ થયો હતો.

શ્રીલંકાની બેટીંગ ઇનીંગ

શ્રીલંક ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ શરુઆત સારી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ઓપનીંગ જોડી 23 રનના સ્કોર પર જ તૂટી ગઇ હતી. પ્રથમ વિકેટના સ્વરુપે મિનોદ ભાનુકા આઉટ થયો હતો. તે 10 રન કરીને પરત ફર્યો હતો. ધનજ્ય ડી સિલ્વા 48 ના સ્કોર પર આઉટ થયો હતો. તેણે 9 રન 10 બોલમાં બનાવ્યા હતા. આવિષ્કા ત્રીજી વિકેટના રુપે આઉટ થયો હતો. તેમે 23 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેની વિકેટ ગુમાવતા જ શ્રીલંકા દબાણમાં આવી ચુક્યુ હતુ.

ચરીથ અસલંકાએ ટીમની જવાબદારી સ્વિકારી રમત રમી હતી. જોકે અસલંકા દિપક ચાહરની જાળમાં ફસાઇ ગયો હતો. તે 26 બોલમાં 44 રન કરીને વિકેટ ગુમાવી હતી. તેણે 3 સિક્સ લગાવી હતી. હસારંગા શૂન્ય રને જ બોલ્ડ થયો હતો. એશન બંદારા એ 19 બોલમાં 9 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન દાસુન શનાકા સ્ટમ્પિંગ આઉટ થયો હતો. તેમણે 16 રન બનાવ્યા હતા. ઇસુરુ ઉડાનાએ 1 રન બનાવ્યા હતો.

ભારતની બોલીંગ ઇનીંગ

ભૂવનેશ્વર કુમારે કમાલની બોલીંગ કરી હતી. તેણે 4 વિકેટ મેળવી હતી. ભૂવી એ 3.3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. દિપક ચાહરે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ ડેબ્યૂ મેચમાં પ્રભાવી પ્રદર્શન કર્યુ હતુ. વરુણે 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 19 રન ગુમાવી 1 વિકેટ મેળવી હતી. હાર્દિક પંડ્યાએ 2 ઓવર માં 17 રન આપી 1 વિકેટ મેળવી હતી. કૃણાલ પંડ્યાએ 2 ઓવરમાં 16 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, વરૂણ ચક્રવર્તી અને યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકા ટીમ: દાસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), એશેન બંદારા, ધનંજય ડી સિલ્વા, ચરીથ અસલંકા, ચામિકા કરુણારત્ને, વાનીંદુ હસારંગા, ઇસુરુ ઉડાના, દુષ્મંતા ચમિરા અને અકિલા ધનંજયા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jul 2021 11:28 PM (IST)

    શ્રીલંકા ઓલઆઉટ, ભારતનો 38 રને વિજય

  • 25 Jul 2021 11:27 PM (IST)

    ભૂવનેશ્વર કુમારે શ્રીલંકાની અંતિમ 10 મી વિકેટ ઝડપી, ભારતની જીત

  • 25 Jul 2021 11:24 PM (IST)

    શ્રીલંકાની 9 મી વિકેટ, ભૂવનેશ્વર કુમારે ઝડપી વિકેટ

  • 25 Jul 2021 11:24 PM (IST)

    શ્રીલંકાને 12 બોલમાં 40 રન જરૂરી

  • 25 Jul 2021 11:21 PM (IST)

    શ્રીલંકન કેપ્ટન શનાકા સ્ટંમ્પીંગ આઉટ

    શ્રીલંકાએ ગુમાવી 8 મી વિકેટ

    શ્રીલંકાએ 8મી વિકેટ કેપ્ટન શનાકાના રુપમાં ગુમાવી હતી. વિકેટ કીપર ઇશાન કીશને ચપળતાપૂર્વક સ્ટંમ્પિગ આઉટ કરતા શ્રીલંકાએ વિકેટ ગુમાવી હતી.

  • 25 Jul 2021 11:17 PM (IST)

    શ્રીલંકાની 7 મી વિકેટ, ભૂવનેશ્વરે મેળવી વિકેટ

  • 25 Jul 2021 11:15 PM (IST)

    શ્રીંલકન કેપ્ટન શનાકાએ સિક્સ લગાવી

  • 25 Jul 2021 11:10 PM (IST)

    દિપક ચાહરે ઓવરમાં બીજી વિકેટ ઝડપી, શ્રીલંગકાની છઠ્ઠી વિકેટ

    દિપક ચાહરે કમાલ કર્યો, દિપક ચાહરે પહેલા અસલંકાની વિકેટ ઝડપવા બાદ 16 મી ઓવરમાં વધુ એક વિકેટ હસારંગાની ઝડપી હતી. હસારંગાને તેણે ક્લીન બોલ્ડ કર્યો હતો. શ્રીલંકાએ  છઠ્ઠી વિકટ ગુમાવી હતી.

  • 25 Jul 2021 11:08 PM (IST)

    દિપક ચાહરે અસલંકાની મહત્વની વિકેટ ઝડપી

    અસલંકાની વિકેટ મેળવવા માટે કેપ્ટન શિખર ધવન બોલીંગમાં પ્રયોગ કરવામાં સફળ રહ્યો હતો. દિપક ચાહરને બોલીંગ ની જવાબદારી સોંપી હતી. દિપક ચાહર ધવનની ઇચ્છાને સંતોષી લેવા સફળ રહ્યો હતો. આ સાથે જ ભારતના પક્ષે મેચ મજબૂત થઇ હતી. શ્રીલંકા માટે અસલંકાની વિકેટ ગુમાવવી ટર્નીંગ પોઇન્ટ રુપ બની રહેશે.

  • 25 Jul 2021 11:05 PM (IST)

    શ્રીલંકાને 30 બોલમાં 58 રન જરુરી

  • 25 Jul 2021 11:04 PM (IST)

    15 ઓવરના અંતે શ્રીલંકા 107/4

  • 25 Jul 2021 11:01 PM (IST)

    યુઝવેન્દ્ર ચહલ ફરી બોલીંગમાં

    15 મી ઓવર ને યુઝવેન્દ્ર ચહલ લઇ આવ્યો હતો. કેપ્ટન શીખર ધવનની બોલીંગની હવેની ઓવરોમાં કસોટી થઇ રહી છે. તેણે બોલીંગમાં હવે ચહલને પરત ઉતાર્યો હતો. અસલંકાની રમતને અટકાવવી ભારત માટે જરુરી બની ચુકી છે.

  • 25 Jul 2021 11:01 PM (IST)

    અસલંકાએ લગાવી બાઉન્ડરી

    અસલંકાએ બાઉન્ડરી લગાવીને સતત દબાણને હળવુ કરવા પ્રયાસ જારી રાખ્યો છે. તેણે વધુ એક બાઉન્ડરી મેળવી છે. આ પહેલા તેણે સીક્સ લગાવી હતી.

  • 25 Jul 2021 10:59 PM (IST)

    શ્રીલંકાના 100 રન પૂરા

    શ્રીલંકાએ 13.5 ઓવરમાં 100 રનના આંકે પહોચ્યુ હતુ. જીત માટે શ્રીલંકાને હવે 6 ઓવરમાં 65 રન ની જરૂર છે.

  • 25 Jul 2021 10:58 PM (IST)

    અસલંકાએ લગાવી સિકસ

    અસલંકાએ દબાણ વચ્ચે સ્કોર બોર્ડને આગળ વધારવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. વરુણ ચક્રવર્તીના બોલ પર તેણે જબરદસ્ત સિક્સ લગાવી હતી.

  • 25 Jul 2021 10:56 PM (IST)

    હાર્દિક પંડ્યાએ અપાવી સફળતા, બંદારા ક્લીન બોલ્ડ

    13 મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ હાર્દિક પંડ્યાએ જબરદસ્ત સમયે ભારતને સફળતા અપાવી હતી. એશેન બંદારાને ક્લીન બોલ્ડ કર્યો હતો. આમ શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવી હતી.

  • 25 Jul 2021 10:53 PM (IST)

    અસલંકાએ હાર્દિક પંડ્યાના બોલ પર લગાવ્યો ચોગ્ગો

  • 25 Jul 2021 10:46 PM (IST)

    અસલંકાએ સિકસ લગાવી

  • 25 Jul 2021 10:43 PM (IST)

    શ્રીલંકાને જીત માટે 54 બોલમાં 92 રન જરુરી

  • 25 Jul 2021 10:41 PM (IST)

    અસલંકાએ લગાવી બાઉન્ડરી

    11 મી ઓવર લઇને આવેલા યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં અસલંકાએ બાઉન્ડરી લગાવી હતી. દબાણને દૂર કરવા માટે શ્રીલંકાને બાઉન્ડરી જરુરી બની ચુકી છે.

  • 25 Jul 2021 10:38 PM (IST)

    10 ઓવરના અંતે શ્રીલંકા એ 3 વિકેટ ગુમાવી 64 રન કર્યા

    શ્રીલંકા દબાણમાં, રન રેટ આંક વધ્યો

    શ્રીલંકની ટીમ 3 વિકેટ ગુમાવ્યા બાદ દબાણની સ્થિતી અનુભવવા લાગ્યુ છે. 10મી ઓવરના અંતે હવે જરુરી રન રેટ નો આંક વધી ચુક્યો છે. જે હાલમાં 10.1 છે. જ્યારે શ્રીલંકન બેટ્સમેનો હાલમાં 6.4 ની સરેરાશ થી રમી રહ્યા છે.

  • 25 Jul 2021 10:35 PM (IST)

    હાર્દિક પંડ્યાની બોલ પર અસલંકાની સિક્સ

    હાર્દિક પંડ્યાએ બોલીંગમાં આવતા જ અસલંકાએ સિક્સ લગાવી હતી.

  • 25 Jul 2021 10:29 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડોના રુપમાં શ્રીલંકાની ત્રીજી વિકેટ

    ભૂવનેશ્વર કુમારે 8 મી ઓવર લઇ આવવા દરમ્યાન આવિષ્કાને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આવિષ્કાએ 26 રન 23 બોલમાં કર્યા હતા. 8 મી ઓવરમાં ભૂવનેશ્વર કુમારે 2 રન આપ્યા હતા. આમ હવે શ્રીલંકન ટીમ પર દબાણ વધ્યુ હતુ.

  • 25 Jul 2021 10:25 PM (IST)

    કૃણાલ અને ચહલે શ્રીલંકા પર વધાર્યુ દબાણ

  • 25 Jul 2021 10:22 PM (IST)

    યુઝવેન્દ્ર ચહલે અપાવી બીજી સફળતા, ડી સિલ્વા નુ મીડલ સ્ટંમ્પ ઉખાડ્યુ

  • 25 Jul 2021 10:21 PM (IST)

    યુઝવેન્દ્ર ચહલ ની ઓવર શરુ

  • 25 Jul 2021 10:21 PM (IST)

    છઠ્ઠી ઓવરમાં સ્પિનર વરુણ ચક્રવર્તીએ માત્ર 2 રન આપ્યા

  • 25 Jul 2021 10:18 PM (IST)

    5 ઓવર ના અંતે શ્રીલંકા 44/1

  • 25 Jul 2021 10:08 PM (IST)

    કૃણાલ પંડ્યાએ અપાવી પ્રથમ સફળતા, ભાનુકા આઉટ

    કૃણાલ પંડ્યાએ પ્રથમ વિકેટ ઝડપી લઇને શ્રીલંકાની ઓપનીંગ જોડીને તોડી પાડી હતી. ભારતને કૃણાલે પ્રથમ સફળતા અપાવી હતી.

  • 25 Jul 2021 10:01 PM (IST)

    શ્રીલંકાએ પ્રથમ ઓવરમાં 10 રન મેળવ્યા

  • 25 Jul 2021 09:41 PM (IST)

    ભારતની બેટીંગ ઇનીંગ સમાપ્ત, ભારતનો સ્કોર 164/5

  • 25 Jul 2021 09:35 PM (IST)

    હાર્દીક પંડ્યા આઉટ, ભારતનો સ્કોર 155/5

  • 25 Jul 2021 09:33 PM (IST)

    ભારતના 150 રનનો આંક 19મી ઓવરમાં પાર

  • 25 Jul 2021 09:30 PM (IST)

    18 ઓવર સમાપ્ત, ભારતનો સ્કોર 147/4

  • 25 Jul 2021 09:29 PM (IST)

    ઇશાન કિશને લગાવી સિક્સ

  • 25 Jul 2021 09:17 PM (IST)

    સૂર્યકુમાર યાદવ આઉટ, ભારતની 127 રન પર 4થી વિકેટ

  • 25 Jul 2021 09:12 PM (IST)

    સૂર્યકુમારે લગાવી સિક્સર

  • 25 Jul 2021 09:10 PM (IST)

    શિખર ધવન ના રુપમાં ત્રીજી વિકેટ

    શિખર ધવને 46 રન બનાવ્યા હતા. તે સેટ થઇ ચુક્યો હતો અને તેણે આક્રમક રમત અપનાવી હતી. આ દરમ્યાન જ તે મોટો શોટ આગળ આવીને રમવા જતા કેચ આઉટ થયો હતો.

  • 25 Jul 2021 09:06 PM (IST)

    સૂર્યા કુમાર યાદવે લગાવી બાઉન્ડરી

    ઇસુરુ ઉડાનીનેી ઓવરમાં સૂર્યકુમાર યાદવે ચોગ્ગો લગાવ્યો હતો . શિખર ઘવન અને સૂર્યકુમાર યાદવે ભાગીદારી રમત લાંબી કરતા બંને એ હવે બાઉન્ડરી લગાવવાના પ્રયાસ શરુ કર્યા હતા.

  • 25 Jul 2021 09:02 PM (IST)

    12 મી ઓવરમાં ભારતને 14 રન મળ્યા

  • 25 Jul 2021 09:01 PM (IST)

    શિખર ઘવને લગાવ્યો ચોગ્ગો

  • 25 Jul 2021 08:59 PM (IST)

    શિખર ધવને આગળ આવીને લગાવી શાનદાર સિકસ

  • 25 Jul 2021 08:54 PM (IST)

    10 ઓવરના અંતે ભારતનો સ્કોર 78-2

  • 25 Jul 2021 08:49 PM (IST)

    સૂર્યકુમાર એ ઉડાનાની ઓવરમાં લગાવી બાઉન્ડરી

  • 25 Jul 2021 08:46 PM (IST)

    સૂર્યકુમાર એ હસારંગાની ઓવરમાં બીજી બાઉન્ડરી લગાવી

  • 25 Jul 2021 08:45 PM (IST)

    8 મી ઓવરના પ્રથમ બોલે સૂર્યકુમારે લગાવ્યો ચોગ્ગો

  • 25 Jul 2021 08:36 PM (IST)

    સંજૂ સેમસને ગુમાવી વિકેટ, LBW આઉટ

    ભારતને સેમસનના આઉટ થવાને લઇને બીજો ઝટકો લાગી ચુક્યો છે. સેમસન 20 બોલમાં 27 રનની શાનદાર ઇનીંગ રમ્યો હતો. તેણે 2 ચોગ્ગા અને 1 સિક્સ લગાવી હતી.

  • 25 Jul 2021 08:32 PM (IST)

    સંજૂ સેમસને ચોગ્ગો લગાવ્યો

  • 25 Jul 2021 08:31 PM (IST)

    સંજૂ સેમસને લગાવી સિક્સર

    સંજૂ સેમસને છઠ્ઠી ઓવરના પ્રથમ બોલે વિશાળ સિક્સર લગાવી હતી.

  • 25 Jul 2021 08:30 PM (IST)

    5 ઓવરના અંતે ભારતનો સ્કોર 35/1

  • 25 Jul 2021 08:22 PM (IST)

    ધવને 4થી ઓવરમાં બીજી બાઉન્ડરી લગાવી

  • 25 Jul 2021 08:20 PM (IST)

    શિખર ધવને લગાવ્યો ચોગ્ગો

  • 25 Jul 2021 08:20 PM (IST)

    3 ઓવરની રમત સમાપ્ત, ભારતનો સ્કોર 18/1

  • 25 Jul 2021 08:17 PM (IST)

    ચામિરાનો બોલ સેમસનના હેલ્મેટને વાગ્યો, ફિઝયો મેદાનમાં

    ફિઝીયોને અંપાયરે કોલ આપ્યો હતો. જેને લઇને ફિઝયોએ દોડી આવી સેમસનનુ નિરીક્ષણ કર્યુ હતુ. ત્યાર બાદ સેસમનની રમત ફરી આગળ વધી હતી.

  • 25 Jul 2021 08:14 PM (IST)

    સંજૂ સેમસંગે લગાવ્યો ચોગ્ગો

  • 25 Jul 2021 08:13 PM (IST)

    શિખર ધવને લગાવી ઇનીંગની પ્રથમ બાઉન્ડરી

  • 25 Jul 2021 08:04 PM (IST)

    પ્રથમ બોલે જ ભારતે પ્રથમ વિકેટ ગુમાવી

    ભારતે પ્રથમ વિકેટ ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી. પ્રથમ બોલ પર જ ચામિરાએ શોની વિકેટ ઝડપી હતી.

  • 25 Jul 2021 08:03 PM (IST)

    ભારતની બેટીંગ ઇનીંગ શરુ

Published On - Jul 25,2021 11:28 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">