IND vs SA, 4th T20 Match Preview: રાજકોટમાં ટીમ ઈન્ડિયા બરાબરી કરવા મેદાને ઉતરશે, આ બે નબળાઈ ભારે ના પડે!

|

Jun 17, 2022 | 9:12 AM

India vs South Africa 4th T20 Match Highlights: ભારતીય ક્રિકેટ ટીમ મહેમાન દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં 2-1 થી પાછળ છે. આમ સિરઝમાં આજે બરાબરી કરી લેવાની રમત રમવી પડશે. હાર સાથે સિરીઝ ગુમાવવાનુ દબાણ પણ રહેશે.

IND vs SA, 4th T20 Match Preview: રાજકોટમાં ટીમ ઈન્ડિયા બરાબરી કરવા મેદાને ઉતરશે, આ બે નબળાઈ ભારે ના પડે!
IND vs SA:: રાજકોટના મેદાનમાં જામશે ટક્કર

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે આજે ચોથી ટી20 મેચ રમાનારી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમમાં આજે શુક્રવારે સાંજે મેચ રમાનારી છે. ભારતીય ટીમ (Indian Cricket Team) સિરીઝમાં શરુઆતની બંને મેચ ગુમાવીને પાછળ રહી હતી. પરંતુ ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં પ્રથમ જીત નોંધાવવામાં સફળ રહી હતી. હવે આજની મેચમાં દમ લગાવીને જીત મેળવી લેશે તો અંતિમ મેચ નિર્ણાયક બની રહેશે. ટીમના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. રાજકોટમાં પંતે સારી ઈનીંગ રમવાનો પ્રયાસ કરવો જરુરી છે, જેથી મધ્ય ઓવરોમાં સર્જાતા દબાણથી બચી શકાય. ભારતીય ટીમે કેટલીક નબળાઈઓને દૂર કરીને તાકાત દર્શાવવી પડશે.

સુકાની ઋષભ પંતની વાત કરીએ તો તે એટલો શાનદાર બેટ્સમેન છે કે જ્યારે કોઈપણ ફોર્મેટમાં તેની ટીકા થાય છે ત્યારે તે જબરદસ્ત ઈનિંગ્સ રમીને બધાના મોં બંધ કરી દે છે અને ચોથી મેચમાં તેના માટે આ તક છે. સાઉથ આફ્રિકાના બોલરોએ તેના બેટને રોકીને તેને જોઈતા શોટ રમવા દીધો નથી અને ઘણી વખત તે ડીપમાં કેચ આપીને વિકેટ ગુમાવી બેસે છે. તેણે આ ખામીને દૂર કરવી પડશે.

બંને ઓપનર રંગમાં

વિશાખાપટ્ટનમમાં રમાયેલી અંતિમ મેચમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ઇશાને પરિપક્વતા ભરી બેટિંગ સાથે રિઝર્વ ઓપનર તરીકેનો પોતાનો દાવો મજબૂત કર્યો છે અને તેણે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન બાકીની બે મેચમાં પણ આ ગતિ જાળવી રાખવા ઈચ્છશે. આ પછી બંને નિયમિત ઓપનરોની વાપસી પહેલા આયર્લેન્ડ સામે પણ બે મેચ રમશે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

શોર્ટ બોલનો સામનો કરવામાં અસમર્થ રહેલો શ્રેયસ અય્યર અત્યાર સુધી કોઈ કમાલ કરી શક્યો નથી અને ત્રીજા નંબર પર તેની પાસેથી સારી ઇનિંગની અપેક્ષા છે. વિશાખાપટ્ટનમમાં સારી શરૂઆત બાદ ભારતીય ટીમે મધ્ય ઓવરોમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. અંતમાં હાર્દિક પંડ્યાએ 21 બોલમાં અણનમ 31 રન ફટકારીને ટીમને 180 રન સુધી પહોંચાડી હતી. હવે મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ જવાબદારી સાથે રમવું પડશે.

ભારતીય બોલિંગે પ્રભાવિત કર્યા

વિઝાગમાં રમાયેલી અંતિમ મેચમાં યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ જેવા સ્પિનરોએ મધ્ય ઓવરોમાં સારો દેખાવ કર્યો હતો. અક્ષરે ઈકોનોમી બોલિંગ કરી તો ચહલ વિકેટ લેવામાં સફળ રહ્યો. ઝડપી બોલરોમાં ભુવનેશ્વર કુમાર સતત સારી બોલિંગ કરી રહ્યો છે. અવેશ ખાન ઇકોનોમીની દૃષ્ટીએ નબળો રહ્યો હતો પરંતુ વિકેટ લઈ શક્યો ન હતો. હર્ષલ પટેલે પોતાની વિવિધતાના જોરે ચાર વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકા શ્રેણી જીતવા દમ લગાવશે

બીજી તરફ, દક્ષિણ આફ્રિકા પાછલી હારને ભૂલીને જીતના માર્ગે પરત ફરવા માંગશે. સિરીઝમાં 2-1 થી આગળ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચમાં શ્રેણી નક્કી કરવા માંગશે. હરીફ ટીમ સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક કાંડાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરશે. દક્ષિણ આફ્રિકાના સ્પિનરો તબરેઝ શમ્સી અને કેશવ મહારાજ ત્રીજી મેચમાં ખૂબ જ મોંઘા સાબિત થયા હતા. ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ સારો દેખાવ કર્યો હતો પરંતુ તેને બીજા છેડેથી સપોર્ટ મળી શક્યો ન હતો અને ફિલ્ડિંગ પણ નબળી હતી.

Published On - 8:50 am, Fri, 17 June 22

Next Article