India Vs Pakistan Playing XI: ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, ઋષભ પંતને અંતિમ ઈલેવનમાં સ્થાન નહીં

|

Aug 28, 2022 | 7:28 PM

IND Vs PAK T20 Asia Cup Playing 11: રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની નજર પાકિસ્તાન સામેની અગાઉની હારનો હિસાબ બરાબર કરવા પર છે.

India Vs Pakistan Playing XI: ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, ઋષભ પંતને અંતિમ ઈલેવનમાં સ્થાન નહીં
Team India એ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી

Follow us on

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે જે મેચની સૌને રાહ હતી તે પૂરી થઈ ગઈ છે. એશિયા કપ 2022 (Asia Cup 2022) ની બીજી મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે અંતિમ ઈલેવનમાં ઋષભ પંત (Rishabh Pant) ને સ્થાન આપ્યુ નથી. જેના બદલે ટીમમાં દીનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમે ત્રણ નિષ્ણાંત ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને યુવા ઝડપી બોલર નસીમ શાહને ટી-20માં ડેબ્યૂ કરવાની તક આપી છે.

ASIA CUP 2022. India XI: R Sharma (c), KL Rahul, V Kohli, S Yadav, H Pandya, R Jadeja, D Karthik (wk), B Kumar, A Khan, A Singh, Y Chahal. https://t.co/00ZHIa5C0t #INDvPAK #AsiaCup2022

— BCCI (@BCCI) August 28, 2022

 

 

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આજે પાકિસ્તાન સાથે અગાઉના ખાતાની બરાબરી કરીને ટુર્નામેન્ટમાં તેના અભિયાનની વિજયી શરૂઆત કરવા પર નજર રાખી રહી છે. છેલ્લી વખત બંને ટીમો T20 વર્લ્ડ કપ 2021માં આમને-સામને આવી હતી, જ્યાં ભારતને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ICC ઈવેન્ટમાં પહેલીવાર ભારતને પાકિસ્તાને હરાવ્યું હતું. તે સમયે વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાની કમાન રોહિતના હાથમાં છે.

કોહલી આ મેચને ખાસ બનાવશે

કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. એક, તે એક મહિનાના વિરામ બાદ મેદાન પર પાછો ફર્યો અને બીજો, આજની મેચ તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની 100મી મેચ છે. આ સાથે કોહલી ત્રણેય ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. કોહલી સિવાય બધાની નજર કેએલ રાહુલ પર પણ છે, કારણ કે રાહુલ ઈજા બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પરત ફર્યો હતો, પરંતુ તેનું બેટ કામ કરી શક્યું ન હતું. આવી સ્થિતિમાં આજે તેનું બેટ ચાલવું ખૂબ જ જરૂરી છે.

India Vs Pakistan: બંને ટીમોની પ્લેઇંગ-11

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.

પાકિસ્તાન ટીમ: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, શહનાબાઝ દહાની.

Published On - 7:07 pm, Sun, 28 August 22

Next Article