ICC ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચ ક્રિકેટ ફેન્સ માટે હંમેશા રોમાંચક રહી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં, 23 ફેબ્રુઆરી 2025ના રોજ બંને ટીમો હાઈ-વોલ્ટેજ મુકાબલામાં સામસામે હશે. આ જ મેચને લઈને IIT બાબા તરીકે જાણીતા અભય સિંહે એક આગાહી કરી છે, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહી છે.
એક યૂટ્યુબ ચેનલ પરની ચર્ચા દરમિયાન, અભય સિંહે દાવો કર્યો કે આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભારતને હરાવશે. તેમનું માનવું છે કે ભલે વિરાટ કોહલી અને અન્ય ભારતીય ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે, પણ વિજય પાકિસ્તાનને મળશે. તેમની આ આગાહીએ ભારતીય ફેન્સમાં ભારે ઉથલપાથલ મચાવી છે, અને सोशल મીડિયામાં તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાને ટુર્નામેન્ટની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે હારીને કરી છે. કરાચીમાં રમાયેલી ગ્રુપ A ની પ્રથમ મેચમાં, પાકિસ્તાની ટીમ 60 રનથી પરાજિત થઈ. આ પૃષ્ઠભૂમિમાં IIT બાબાની આગાહી કેટલી સાચી સાબિત થાય છે, એ જોવું રસપ્રદ રહેશે.
बाबा जी को वास्तविक रूप से भारत में चर्चित बने रहने का मार्ग मिल चुका है …..
Baba Bloody phool #iitbaba #trends #ChampionsTrophy2025 #INDvsPAK #CricketFever #indvsban pic.twitter.com/AhWoSNGjZv— दद्दा का मल्टीवर्स हब (@multiversehubs) February 20, 2025
અભય સિંહ, જેને IIT બાબા તરીકે ઓળખવામાં આવે છે, IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં B.Tech કરી ચુક્યા છે. તેમણે 2008 થી 2012 દરમિયાન અભ્યાસ કર્યો અને પછી આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો. મૂળ હરિયાણાના રહેવાસી અભય સિંહે માસ્ટર ઇન ડિઝાઇન પણ કર્યું છે અને ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. તેમ છતાં, જીવનના ઉદ્દેશ્ય વિશે વિચારીને તેમણે આધ્યાત્મિકતા તરફ વળવાનું નક્કી કર્યું.
તેમની ભવિષ્યવાણી અંગે ફેન્સમાં ભારે ઉન્માદ છે, પણ હકીકતમાં કોણ જીતશે તે માટે 23 ફેબ્રુઆરી 2025ના રોજ થનારી મેચ બાદ અંતિમ જવાબ સામે આવશે.
નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. TV9 ગુજરાતી વીડિયોની પુષ્ટિ કરતું નથી..
Published On - 2:53 pm, Fri, 21 February 25