રિષભ પંતનું પોતાનું બેટ બન્યું તેનું ‘દુશ્મન’, ઓકલેન્ડમાં આ રીતે થયો ‘ધ એન્ડ’

|

Nov 25, 2022 | 11:28 AM

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant)હવે T20 ફોર્મેટ બાદ ODI ફોર્મેટમાં પણ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. ઓકલેન્ડ વનડેમાં તેનું બેટ શાંત રહ્યું હતું.

રિષભ પંતનું પોતાનું બેટ બન્યું તેનું દુશ્મન, ઓકલેન્ડમાં આ રીતે થયો ધ એન્ડ
રિષભ પંતનું પોતાનું બેટ બન્યું તેનું 'દુશ્મન', ઓકલેન્ડમાં આ રીતે થયો'ધ એન્ડ
Image Credit source: Twitter

Follow us on

રિષભ પંત ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ન ચાલ્યો. ફરી એકવાર પંતનો અંત ખૂબ જ ઓછા સ્કોર પર સમાપ્ત થયો. પંત 23 બોલમાં માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. રિષભ પંતને આઉટ કરવાની રીત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી. વિકેટ પર સેટ થયેલો પંત બોલ્ડ થયો હતો. લોકી ફર્ગ્યુસનના બોલ પર તેનું જ બેટ પંતનું દુશ્મન બન્યું. પંતે ફર્ગ્યુસનના બોલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે આઉટ થયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પંતે પોતાની ઈનિગ્સમાં 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા અને તે ક્રિઝ પર સેટ જોવા મળી રહ્યો હતો પરંતુ સીધી શરુઆત મોટા સ્કોર સુધી પહોંચી શકી નહિ, તમને જણાવી દઈએ કે, પંત છેલ્લા લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહ્યો છે. ટી 20 ફોર્મેટમાં તે ખરાબ પ્રદર્શનના કારણે તેના સ્થાન પર ખતરો જોવા મળી રહ્યો છે. વનડે ફોર્મેટમાં પણ ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ઓકલેન્ડની વિકેટ બેટિંગ માટે સારી હતી પરંતુ પંત ​​આ તકનો ફાયદો ઉઠાવી શક્યો નહીં.

પંત માટે અધરો બન્યો રસ્તો

પંત ભલે વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી હોય પરંતુ ઈશાન કિશન, સંજુ સેમસન જેવા ખેલાડીઓ તેનું સ્થાન લેવા તૈયાર છે. સેમસને ફિનિશર તરીકે વનડે ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યું છે. આ જમણા હાથના બેટ્સમેનની ODI એવરેજ 70 થી વધુ છે. તેનાથી સ્પષ્ટ છે કે, જો સેમસન આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ પંતને તક નહીં આપે.

 

 

ઓકલેન્ડમાં અન્ય બેટસમેને શું કર્યું

ઓકલેન્ડમાં પ્રથમ બેટિગ મળ્યા બાદ ભારતીય ટીમે સારી શરુઆત કરી હતી. કેપ્ટન ધવન અને શુભમન ગિલે સદીની ભાગેદારી કરી. બંન્ને વચ્ચે 124 રનની પાર્ટનરશીપ થઈ હતી. ગિલે 50 અને ધવને 72 રનની ઈનિગ્સ રમી હતી પરંતુ સૂર્યકુમાર યાદવ સારું રમી શક્યો નહિ. તે માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો.

Next Article