પોતાના દિલનો અવાજ સાંભળીને ઓસ્ટ્રેલિયા પહોંચી ઉર્વશી રૌતેલા, ચાહકોએ રિષભ પંતને યાદ કર્યો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nirupa Duva

Updated on: Oct 09, 2022 | 4:17 PM

ઘણા સમયથી ભારતીય વિકેટકીપર ઋષભ પંત અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણી ટક્કર ચાલી રહી છે.

પોતાના દિલનો અવાજ સાંભળીને ઓસ્ટ્રેલિયા પહોંચી ઉર્વશી રૌતેલા, ચાહકોએ રિષભ પંતને યાદ કર્યો
Urvashi Rautela
Image Credit source: Instagram

Urvashi Rautela : ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ટીમ પર્થમાં છે વિકેટકિપર બેટ્સેમન ઋષભ પંત (Rishabh Pant) વર્લ્ડકપનો ભાગ છે. પંત તો ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યો છે તેની સાથે અભિનેત્રી ઉર્વશી (Urvashi Rautela) પહોંચી ચૂકી છે, ત્યારબાદ સોશિયલ મીડિયા બાદ ફરી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર ફલાઈટમાં તેનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં કેપ્ટનશમાં લખ્યું કે, મે મારા દિલને ફૉલો કર્યું છે અને તે મને ઓસ્ટ્રેલિયા લઈ આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

એશિયા કપની તમામ મેચનો આનંદ લીધો

ઉર્વશીના ફોટોમાં ચાહકો ઋષભ પંતને ટેગ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે, ઉર્વશી પંતના કારણે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે તે એશિયા કપ દરમિયાન પણ યુએઈમાં હતી. ઉર્વશીએ એશિયા કપની તમામ મેચનો આનંદ લીધો હતો. ઉર્વશી રૌતેલાએ થોડા દિવસ પહેલા ઋષભ પંતના જન્મદિવસ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે હેપ્પી બર્થ ડે ગીત ગાતી જોવા મળી હતી.

ઉર્વશીના આ ટ્વિટ બાદ તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે, ચાહકો સવાલ કરી રહ્યા છે કે, રૌતેલા પોતાની મજાક કેમ ઉડાવી રહી છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, રૌતેલા પોતાની લોકપ્રિયતા વધારવા માટે આમ કરી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં હવે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમબર સુધી રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયાના કુલ સાત સ્ટેડિયામમાં આ ટુર્નામેન્ટની મેચ રમાશે.

 

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati