ટીમ ઈન્ડિયાના ‘રુમ મેટ’ ની કહાની, ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં એક શ્રેષ્ઠ બીજો સદંતર નિષ્ફળ રહ્યો

|

Feb 02, 2023 | 9:07 AM

મેદાન પર જ નહીં, પરંતુ રુમમાં પણ સાથે જ રહેતા બે ખેલાડીઓની કહાની. શુભમન ગિલ અને ઈશાન કિશન આ બંને ખેલાડીઓ એક બીજાની સાથે જ જોવા મળ્યા હતા. મેદાન પર જ ઓપનીંગ જોડીના રુપમાં જ નહીં પરંતુ એક જ રુમ પણ સાથે જ રહેતા હતા. બંને જીગરી દોસ્તની જેમ રહ્યા છે અને એ બંનેને જોઈને […]

ટીમ ઈન્ડિયાના રુમ મેટ ની કહાની, ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં એક શ્રેષ્ઠ બીજો સદંતર નિષ્ફળ રહ્યો
ઓપનીંગ જોડીમાં આ બાબતની રહી પરેશાની

Follow us on

મેદાન પર જ નહીં, પરંતુ રુમમાં પણ સાથે જ રહેતા બે ખેલાડીઓની કહાની. શુભમન ગિલ અને ઈશાન કિશન આ બંને ખેલાડીઓ એક બીજાની સાથે જ જોવા મળ્યા હતા. મેદાન પર જ ઓપનીંગ જોડીના રુપમાં જ નહીં પરંતુ એક જ રુમ પણ સાથે જ રહેતા હતા. બંને જીગરી દોસ્તની જેમ રહ્યા છે અને એ બંનેને જોઈને તરત જણાઈ પણ આવે છે. ભારતીય ટીમના ઓપનરોની આ કહાની જોકે સિરીઝમાં મેદાનમાં અલગ જ જોવા મળી છે. એક બેટથી બેસ્ટ પ્રદર્શન આપી રહ્યો હતો અને બીજો પુરો ફ્લોપ શો રહ્યો હતો.

3 મેચોની સિરીઝ બુધવારે સમાપ્ત થઈ ચુકી છે. આ સાથે જ ભારતના પ્રવાસે આવેલી ન્યુઝીલેન્ડની ટીમનો પ્રવાસ પણ સમાપ્ત થઈ ચુક્યો છે. અમદાવાદમાં રમાયેલી સિરીઝની અંતિમ મેચ ભારતે 168 રનના અંતરથી જીતી લીધી છે. ભારતે વિશાળ જીત સાથે સિરીઝને 2-1 થી પોતાને નામે કરી હતી. આમ ન્યુઝીલેન્ડની ટીમના હાલ પણ શ્રીલંકન ટીમ જેવા થયા હતા. કિવી ટીમ વનડે અને ટી20 સિરીઝની કુલ 6 મેચમાંથી માત્ર એક જ મેચ જીતીને પરત ફરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

BCCIએ વિડીયો શેર કર્યો હતો

બીસીસીઆઈએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં ભારતીય ટીમના નિયમીત સુકાની રોહિત શર્મા સાથેના એક ઈન્ટરવ્યુમાં કબુલી હતી કે, બંને ખેલાડીઓ રૂમ સાથે જ શેર કરી છે. એ વખતે વાતોમાં એ પણ બતાવ્યુ હતુ કે, બંને વચ્ચે રન બનાવવાને લઈ કેવી પ્રતિદ્રન્દ્રિતા છે. જે ક્રિકેટની નજરથી જોવામાં આવે તો ભારત માટે સારી બાબત છે.

 

 

ઈશાન-ગીલ-બંને કહાની અલગ

T20 સિરીઝ ખતમ થઈ ચુકી છે. જોકે બંનેનુ પ્રદર્શન જોવામાં આવે તો અલગ અલગ રહ્યુ છે. કિવી ટીમ સામેની અંતિમ સિરીઝમાં મેદાન પર એક ફ્લોપ અને બીજો શ્રેષ્ઠ નજર આવ્યા છે. ઈશાન કિશનનુ પ્રદર્શન સિરીઝમાં ખરાબ રહ્યુ હતુ, જ્યારે ગિલે પોતાનુ શ્રેષ્ઠ આપ્યુ હતુ.

મહત્વની ભૂમિકા નિભાવનાર ગિલ 3 મેચોની ટી20 સિરીઝમાં 144 રન નોંધાવ્યા હતા. જેમાં અમદાવાદમાં રમાયેલી અંતિમ મેચમાં એક સદી પણ નોંધાવી હતી. શુભમન ગિલે રાંચીમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટી20 મેચમાં 7 રનની ઈનીંગ રમી હતી. લખનૌમાં રમાયેલી બીજી ટી20 મેચમાં 11 રન નોંધાવ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેણે આતશી ઈનીંગ રમતા 63 બોલમાં 126 રનની ઈનીંગ રમ્યો હતો. આમ તે સિરીઝની દરેક મેચમાં નિખરતો નજર આવ્યો હતો.

ઈશાન ફ્લોપ રહ્યો

ટી20 સિરીઝમાં ભારતીય ટીમને એક જ સમસ્યા પરેશાન કરી રહી હતી. બેટિંગ ઈનીંગમાં ઓપનીંગ જોડી સારી શરુઆત કરાવી શકતી નહોતી. ઓપનીંગ જોડી ઝડપથી તૂટી જતી હતી અને પાવર પ્લેમાં જોઈએ એવા અપેક્ષાનુસાર રન ભાગીદારીમાં નિકાળી શકતા નહોતા. સ્કોર આગળ વધે એ પહેલા જ ઓપનીંગ જોડી તૂટી જતી હતી.

ઈશાન કિશને ટી20 સિરીઝની 3 મેચોમાં કુલ 24 રન જ નોંધાવ્યા હતા. જેમાં સૌથી વધારે રન તેણે લખૌનામાં 19 રનની ઈનીંગ રમી હતી. રાંચીમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં માત્ર 4 રન અને અમદાબાદમાં રમાયેલી સિરીઝની અંતિમ મેચમાં માત્ર 1 જ રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

 

 

Published On - 9:06 am, Thu, 2 February 23

Next Article