India vs New Zealand: વોશિંગ્ટનની ‘સુંદર. અડધી સદી, શ્રેયસ અય્યર ચૂક્યો, ન્યુઝીલેન્ડ સામે ભારત 219 રનમાં ઓલઆઉટ

|

Nov 30, 2022 | 11:00 AM

India vs New Zealand, ODI Series Match 1st Inning Report Today: ભારતીય ટીમનુ પ્રદર્શન ન્યુઝીલેન્ડ પ્રવાસના અંતમાં ખરાબ જોવા મળ્યુ, અનુભવી ખેલાડીઓની ખોટ કિવી ટીમ સામે દેખાઈ આવી

India vs New Zealand: વોશિંગ્ટનની સુંદર. અડધી સદી, શ્રેયસ અય્યર ચૂક્યો, ન્યુઝીલેન્ડ સામે ભારત 219 રનમાં ઓલઆઉટ
અય્યર અડધી સદી ચૂક્યો

Follow us on

અનુભવી સ્ટાર ખેલાડીઓ વિનાની ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસે સંઘર્ષની સ્થિતીમાં જોવા મળી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં 3 મેચોની વન ડે શ્રેણી રમાઈ રહી છે. જેને અંતિમ અને ત્રીજી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. યજમાન ટીમના સુકાની કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. ભારતીય ટીમની શરુઆત ઠીક રહી હતી અને આગળ જતા રમત કંગાળ દેખાવા લાગી હતી. અંતમા વોશિંગ્ટન સુંદરે અડધી સદી નોંધાવી હતી.

ટોસ હારીને બેટીંગ કરવા માટે પિચ આવેલી ઓપનીંગ જોડી શિખર ઘવન અને શુભમન ગિલે ધીમી પણ મક્કમ શરુઆત કરી હતી. પરંતુ આ જોડી 9મી ઓવરમાં જ તૂટી ગઈ હતી. શુભમન ગિલના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ન્યુઝીલેન્ડની ટીમે એક જ ફેરબદલ ટીમમાં કર્યો હતો અને એડન મિલ્નેનો સમાવેશ કર્યો હતો. જે નિર્ણય ભારતને મુશ્કેલ રહ્યો હતો. ઉછાળ વાળી પિચ પર કેન વિલિયમસનના ટોસ વખતે જ નિર્ણયને લઈ કહેલી વાત મુજબ તે યોજનામાં સફળ રહ્યો હતો.

સુંદરની અડધી સદી, શ્રેયસ ચૂક્યો

શુભમન ગિલ 13 રનનુ યોગદાન 22 બોલનો સામનો કરીને આપી પરત ફર્યો હતો. એ વખતે ભારતીય ટીમનો સ્કોર 39 રન હતો. ભારતીય સુકાની શિખર ધવન પણ બીજી વિકેટના રુપમાં 58 રનના સ્કોર પર પરત ફર્યો હતો. ધવને 45 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે શ્રેયસ અય્યરે ત્રીજા ક્રમે આવીને રમતને પોતાના હાથમાં લેવા પ્રયાસ કર્યો હતો અને તેણે શાનદાર રમત બતાવી હતી. જોકે તે અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 59 બોલનો સામનો કરીને 49 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા જમાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અય્યર બાદ ભારતીય ટીમની રમત કંગાળ દેખાવા લાગી હતી. એક બાદ એક વિકેટો પડવાનો સિલસિલો શરુ થયો હતો. ઋષભ પંત ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તેણે માત્ર 10 રન નોંધાવ્યા હતા અને ડેરિલ મિશેલનો શિકાર થયો હતો. સૂર્યકુમાર યાદવ આજે ફરીવાર વન ડેમાં કમાલ દેખાડી શક્યો નહોતો. તેણે 6 રન નોંધાવ્યા હતા અને મિલ્નેનો શિકાર થયો હતો. દીપક હુડ્ડાએ 12 રન કર્યા હતા. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 8 રન નોંધાવ્યા હતા. જોકે ભારતીય ટીમની અંતિમ મેચમાં લાજ બચાવવા રુપ વોશિંગ્ટન સુંદરે પ્રયાસ કર્યો હતો. તેણે મોટી ઈનીંગ રમવાનો પ્રયાસ મુશ્કેલ સમયમાં કર્યો હતો.

200 પહેલાનુ જોખમ સુંદરે ટાળ્યુ!

ભારતીય ટીમ એક સમયે ઝડપથી સમેટાઈ જવાની સ્થિતીમાં હતી. પરંચુ વોશિંગ્ટન સુંદરે શાનદાર રમત દર્શાવીને ભારતને 200 પ્લસ પહોંચાડ્યુ હતુ. તેણે 64 બોલનો સામનો કરીને 51 રનની ઈનીંગ રમી હતી. જેમાં તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગો જમાવ્યો હતો. તેણે મુશ્કેલ સમયમાં ભારતીય ટીમના સ્કોર બોર્ડને આગળ વધારીને સ્કોર બોર્ડને 200ની પાર કરાવ્યુ હતુ. જોકે ભારતીય ટીમ 219 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી.

Published On - 10:54 am, Wed, 30 November 22

Next Article