IND vs NZ: હાર્દિક પંડયા લખનૌમાં થઈ ગયો નાખુશ, કહ્યુ-આ તો ચોંકાવનારુ છે

|

Jan 30, 2023 | 9:14 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝની બીજી મેચ લખનૌમાં રમાઈ રહી હતી, જ્યાં ભારતે અંતિમ ઓવરમાં 100 રનનુ ટાર્ગેટ પાર કર્યુ હતુ. ભારતે સિરીઝ હવે 1-1 થી બરાબર કરી લીધી છે.

IND vs NZ: હાર્દિક પંડયા લખનૌમાં થઈ ગયો નાખુશ, કહ્યુ-આ તો ચોંકાવનારુ છે
Hardik Pandya criticises Lucknow pitch

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની ટી20 સિરીઝ હવે 1-1 થી બરાબરી પર છે. ભારતે લખનૌમાં રમાયેલી બીજી મેચને જીતી લઈ શ્રેણીને બરાબરી કરી દીધી છે. હવે હવે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ બુધવારે અમદાવાદમાં રમાનારી છે. જે મેચ નિર્ણાયક રહેશે. અમદાવાદમાં જે ટીમ મેચ જીતશે, ટ્રોફી એના નામે થશે. વર્તમાન સિરીઝમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલી હાર્દિક પંડ્યા સિરીઝ બરાબર થવા છતાં ખુશ નથી. પ્રથમ અને બીજી ટી20માં તેને જે જોવા મળ્યુ એ જોઈને તેણે નારાજગી દર્શાવી છે.

આ નારાજગી કોઈ ખેલાડી માટે નથી, પરંતુ પિચને લઈ છે. હાર્દિકે અગાઉ રાંચીની પિચને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. કિવી કેપ્ટને પણ પ્રથમ મેચ બાદ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. હવે બીજી મેચમાં પણ પિચનો વ્યવહારક ગજબ રહ્યો હતો અને ક્રિકેટની સૌથી ઝડપની મજા અપાવતી ટી20 મેચમાં 100 રનના આંકડે પહોંચતા બંને ટીમોને મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. બંને ઈનીંગમાં કોઈએ જ ખેલાડી છગ્ગો જમાવી શક્યો નહોતો.

આ ચોંકાવનારી પિચ હતી-હાર્દિક

લખનૌમાં ભારતને જીત મળી હતી, પરંતુ લક્ષ્ય સુધી પહોંચવુ એટલુ સરળ રહ્યુ નહોતુ જેટલુ માનવામાં આવી રહ્યુ હતુ. ભારતીય ટીમે લક્ષ્યનો પિછો કરતા ખૂબ મુશ્કેલી અનુભવી હતી. બેટથી રન નિકાળવા આસાન નહોતા લાગી રહ્યા. બંને ઈનીંગમાં એક પણ છગ્ગો જોવા મળ્યો નહોતો, જે રાંચીમાં ખૂબ છગ્ગા ફટકાર્યા હતા. રાંચીમાં પણ પિચનો વ્યવહાર ધાર્યા પ્રમાણે રહ્યો નહોતો. લખનૌમાં વિકેટનો વ્યવહાર ખરાબ રહ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન હાર્દિકે કહ્યું કે, સાચું કહું તો તે ચોંકાવનારી વિકેટ (પીચ) હતી. અમે બંને મેચો (આવી પીચ) પર રમી છે. મને મુશ્કેલ વિકેટથી કોઈ સમસ્યા નથી, હું તેના માટે તૈયાર છું પરંતુ આ બંને વિકેટ ટી-20 માટે બનાવવામાં આવી નથી.

રાંચીમાં પિચનો વ્યવહાર આશ્ચર્યભર્યો રહ્યો હતો

આગળ પણ હાર્દિકે કહ્યું કે ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી કરીને પિચ સમય પહેલા તૈયાર થઈ જાય. આ પહેલા હાર્દિકે પણ રાંચીમાં પ્રથમ T20 મેચની પિચ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. બંને કેપ્ટનોનું માનવું હતું કે શરૂઆતથી જ આટલા બધા સ્પિનરોને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Published On - 9:09 am, Mon, 30 January 23

Next Article