IND vs NZ: શુભમન ગિલને આશિષ નેહરાનો ‘છોકરો’ બતાવ્યો, પૂર્વ બોલરે જવાબ વડે દિલ જીતી લીધું

|

Nov 21, 2022 | 9:58 AM

India Vs New Zealand: ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. તે ટી20માં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે.

IND vs NZ: શુભમન ગિલને આશિષ નેહરાનો છોકરો બતાવ્યો, પૂર્વ બોલરે જવાબ વડે દિલ જીતી લીધું
Shubman Gill ને બીજી ટી20 મેચમાં મોકો નહોતો અપાયો

Follow us on

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતે ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચ જીતી લીધી હતી. આ મેચમાં શુભમન ગિલ T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરશે તેવી આશા હતી, પરંતુ તેને તક મળી ન હતી. ટોસ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ ની ટીમોની પ્લેઈંગ ઈલેવનની ચર્ચા થઈ અને આ દરમિયાન પ્રેઝન્ટરે ગિલને આશિષ નેહરાનો છોકરો ગણાવ્યા. નેહરાએ પણ આનો શાનદાર જવાબ આપીને દિલ જીતી લીધું.

ટીવી શો પ્રેઝન્ટરે નેહરાને ગિલ વિશે એક પ્રશ્ન પૂછ્યો. જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. પ્રેઝન્ટરે કહ્યું કે અમે આશિષના છોકરા શુભમન ગિલને ડેબ્યૂ કરતા જોવા માગીએ છીએ. તેની વાત સાંભળ્યા બાદ ભૂતપૂર્વ ભારતીય બોલરે કહ્યું કે ગિલ ભારતનો છોકરો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

નેહરાએ આપ્યો રમુજી જવાબ

આ પછી, પ્રેઝન્ટરે મજાકમાં કહ્યું કે તે તમારો છોકરો છે. તે ભારત માટે રમ્યો છે તેના કરતાં તે તમારા માટે વધુ રમ્યો છે. તેના પર નેહરાએ કહ્યું કે તે ટૂંક સમયમાં ભારત માટે ટી-20 પણ રમશે.

નેપિયરમાં તક મળી શકે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ નેપિયરમાં રમાશે. બીજી મેચમાં પંતના ફ્લોપ રહ્યા બાદ આશા છે કે ગિલને ડેબ્યૂ કરવાની તક મળશે અને તે ઓપનિંગ કરશે. જો કે આ મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન ત્રીજી T20 મેચમાંથી બહાર છે. તેના સ્થાને ટિમ સાઉથી ન્યુઝીલેન્ડની કમાન સંભાળશે.

 

 

ઓપનિંગમાં ફ્લોપ ઋષભ પંત

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. બીજી મેચમાં સૂર્યકુમાર યાદવે ધમાલ મચાવી હતી. ઓપનર તરીકે ઋષભ પંતના ફ્લોપ રહ્યા બાદ સૂર્યાએ જવાબદારી સંભાળી અને 51 બોલમાં અણનમ 111 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા સૂર્યાના ધમાકાની મદદથી ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. 192 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.2 ઓવરમાં 126 રનમાં સમેટાઈ ગઈ હતી. દીપક હુડ્ડાએ 10 રનમાં 4 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને સૌથી વધુ 61 રન બનાવ્યા હતા.

 

 

 

Published On - 9:53 am, Mon, 21 November 22

Next Article