India Vs New Zealand, 2nd T20I Highlights: , ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું

|

Nov 20, 2022 | 4:14 PM

ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રને જીત મેળવી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી અને અજાયબીઓ કરી હતી. ભારત ત્રણ T20 સિરીઝમાં 1-0થી આગળ છે, સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

India Vs New Zealand, 2nd T20I Highlights: , ભારતે ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું
India vs New Zealand
Image Credit source: TV 9 Gujarati Graphics

Follow us on

T20 વર્લ્ડ કપના 10 દિવસની નિરાશા બાદ આખરે ભારતીય ટીમ ફરી મેદાનમાં આવી અને શાનદાર વિજય સાથે સંભવિત નવા યુગની શરૂઆત કરી.  કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. યુઝવેન્દ્ર ચહલ અને દીપક હુડ્ડાની સ્પિને પણ કમાલ કરી છે.નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં, અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારતીય T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ઉપ-કેપ્ટન છે.

સૂર્યકુમાર યાદવે જે આખા વર્ષ દરમિયાન વિશ્વના અલગ-અલગ મેદાનમાં બોલરોનો પરસેવો પાડ્યો છે, તેણે પોતાના પ્રથમ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ આવું જ કર્યું અને શાનદાર સદી ફટકારીને ટીમની જીતનો પાયો નાખ્યો. ભારતીય ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે બીજી T20 મેચ રમાય હતી. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની સિરીઝની શરૂઆતની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. વરસાદની અસર આ મેચ પર પણ જોવા મળી હતી થોડા વિરામ બાદ મેચ ફરી શરુ કરવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડે માત્ર 99 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી

બે ઓવલ મેદાન પર સૂર્યકુમાર યાદવની ‘વીડિયો ગેમ’ બેટિંગ (વિરાટ કોહલીના શબ્દોમાં)એ કિવી ટીમ સામે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આનો જવાબ આપવા માટે ન્યુઝીલેન્ડને પણ મજબૂત બેટિંગની જરૂર હતી. આ માટે યુવા ઓપનર ફિન એલન પાસેથી ઝડપી બેટિંગની અપેક્ષા હતી, પરંતુ ભુવનેશ્વર કુમારે તેને માત્ર 2 બોલમાં જ પેવેલિયન પરત કરી દીધો હતો.ન્યૂઝીલેન્ડે માત્ર 99 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બીજી તરફ કેપ્ટન વિલિયમસન બીજા છેડેથી અડગ રહ્યો. જો કે, તે ફરીથી ઝડપી સ્કોર કરવામાં નિષ્ફળ ગયો, જેના કારણે તે ટીમના સ્કોરની ગતિ વધારી શક્યો નહીં અને તેની અસર કિવી ટીમ પર પણ પડી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Published On - 11:27 am, Sun, 20 November 22

Next Article