India vs Leicestershire: વિરાટ કોહલીએ જમાવી દમદાર અડધી સદી, આ બોલર પર ફટકાર્યો શાનદાર છગ્ગો-Video

|

Jun 25, 2022 | 8:12 PM

લેસ્ટરશાયર સામેની વોર્મ-અપ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) એ અડધી સદી નોંધાવી છે. ભારતની આ માત્ર બીજી અડધી સદી છે. તેના પહેલા વિકેટ કીપર બેટ્સમેન શ્રીકર ભરતે પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી.

India vs Leicestershire: વિરાટ કોહલીએ જમાવી દમદાર અડધી સદી, આ બોલર પર ફટકાર્યો શાનદાર છગ્ગો-Video
Virat Kohli એ શાનદાર અડધી સદી ફટકારી

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ઈંગ્લેન્ડ પ્રવાસ પર એકમાત્ર ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે પોતાને તૈયાર કરવા ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ લિસેસ્ટરશાયર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. જો કે આ મેચમાં મોટાભાગના ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા, પરંતુ ત્રીજા દિવસે ભારતના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ ચોક્કસપણે ચાહકોનું મનોરંજન કર્યું હતું. કોહલીએ શાનદાર અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયા (Team India) અને ચાહકોને ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો હતો. કોહલીની આ ઇનિંગનો સૌથી આકર્ષક ભાગ જસપ્રિત બુમરાહના બોલ પરની સિક્સર હતી. કોહલીએ સુપરસ્ટાર ભારતીય ફાસ્ટ બોલર સામે શાર્પ અપર કટ કર્યો અને બોલને 6 રન માટે મોકલ્યો.

ભારતીય ટીમ 1 જુલાઈએ બર્મિંગહામમાં ટેસ્ટ મેચ પહેલા એક માત્ર વોર્મ-અપ મેચના ત્રીજા દિવસે તેની બીજી ઇનિંગની લીડ આગળ વધારી છે અને શ્રીકર ભરત, શ્રેયસ અય્યર, હનુમા વિહારી જેવા ખેલાડીઓ પછી રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરને પણ બેટિંગ કરવાની તક મળી. જોકે, કોઈ મોટી ઈનિંગ રમી શક્યું ન હતું અને ત્યાર બાદ સાતમા નંબરે આવેલા વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા ભારતીય ચાહકોને ખુશ થવાની તક આપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બુમરાહ પર જબરદસ્ત અપર કટ

વિરાટ કોહલી ક્રિઝ પર આવતાની સાથે જ તેણે થોડા જ બોલમાં શાનદાર સિક્સ ફટકારી હતી. લીસેસ્ટરશાયર તરફથી રમતા યુવા ભારતીય સ્પિનર ​​આર સાઈ કિશોર સામે કોહલીએ સ્ટેપ્સનો ઉપયોગ કરીને મિડવિકેટ પર સિક્સર ફટકારી હતી. કોહલીએ આ પછી પણ કેટલાક સારા શોટ રમ્યાો પરંતુ ઇનિંગનો શ્રેષ્ઠ શોટ જસપ્રિત બુમરાહ સામે આવ્યો. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ પેસરના શોર્ટ બોલ પર કોહલીએ અપર કટ કર્યો અને બોલ 6 રનમાં ડીપ બેકવર્ડ પોઈન્ટ બાઉન્ડ્રીની બહાર ગયો. કોહલીના આ શોટે બધાને દંગ રાખી દીધા અને ચાહકોએ જોરદાર ઉજવણી કરવાનું શરૂ કર્યું.

 

 

ઝડપથી ફીફટી પૂરી કરી

કોહલી માત્ર આ છગ્ગો ફટકારીને જ અટક્યો ન હતો, પરંતુ તેણે તેની અદ્દભુત ઇનિંગ્સને સરળતાથી આગળ ધપાવી હતી અને નવદીપ સૈનીના બોલને ચાર રન પર મોકલીને મેચમાં તેની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. કોહલીએ આ અડધી સદી માત્ર 69 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પૂરી કરી હતી. તેણે ચેતેશ્વર પૂજારા સાથે 52 રનની ભાગીદારી કરી હતી. કોહલી બીજા સત્રના અંત સુધી 58 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Published On - 7:56 pm, Sat, 25 June 22

Next Article