IND vs IRE: એક વર્ષ બાદ ટીમમાં કમબેક, ડેબ્યૂ T20માં આ ખેલાડીએ મચાવી તબાહી
કર્ણાટકનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, જે ટીમ ઈન્ડિયા માટે કેટલીક ODI મેચ રમી ચૂક્યો છે, તેણે સૌથી ટૂંકા ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ મેચ તેના ડેબ્યૂ કરતાં ટીમ ઈન્ડિયામાં વાપસી માટે વધુ ખાસ હતી, કારણ કે બુમરાહની જેમ તે પણ એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.
બધાની નજર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને રિંકુ સિંહ પર હતી. આ બંને વિશે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની પ્રથમ મેચ આ બંને સિવાય અન્ય એક ખેલાડી માટે ખાસ હતી, તે છે પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna). ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરે આ ફોર્મેટમાં પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહની જેમ પ્રસિદ્ધ કૃષ્ણા પણ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયા (Team India)માં પરત ફર્યો છે. બુમરાહની જેમ કૃષ્ણાએ પણ તેના પુનરાગમનની ઉજવણી જોરદાર રીતે કરી હતી.
પ્રસિદ્ધ કૃષ્ણાનો સફળ ડેબ્યૂ
શુક્રવાર, 18 ઓગસ્ટથી, માલાહાઇડમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી શરૂ થઈ. સીરિઝની પહેલી જ મેચમાં રિંકુ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ડેબ્યૂ કરવાની તક મળી હતી. IPLમાં રિંકુએ પોતાની વિસ્ફોટક બેટિંગ અને ફિનિશિંગથી એક ખાસ ઓળખ બનાવી. જો કે આયર્લેન્ડ સામે રિંકુ પોતાનું કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો કારણ કે તેની બેટિંગ આવી જ ન હતી, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાએ ચોક્કસપણે તેને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો.
T20I debut ✅ Maiden T20I wicket ✅ Return to international cricket ✅
Prasidh Krishna M. O. O. D
Follow the match ▶️ https://t.co/cv6nsnJqdO #TeamIndia | #IREvIND pic.twitter.com/NGfMsmQdRb
— BCCI (@BCCI) August 18, 2023
તરત જ કામ શરૂ કર્યું
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બોલિંગ કરી અને આવી સ્થિતિમાં પ્રસિદ્ધ કૃષ્ણાને પહેલા બોલિંગ આક્રવાની તક મળી. જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈને ભરતર તરફી માહોલ ઊભો કર્યો, જે બાદ પાંચમી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા બોલિંગ માટે આવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સામેની ODI શ્રેણી બાદ પ્રસિદ્ધની આ પ્રથમ ઓવર હતી અને તેણે નિરાશ કર્યા ન હતા. તેણે લેગ સાઈડ પર વાઈડથી શરૂઆત કરી પરંતુ બાદમાં તરત જ લય પકડી અને છેલ્લા બોલમાં તેણે હેરી ટેક્ટરની વિકેટ પણ મેળવી.
બે ઓવરમાં બે વિકેટ
તેની આગલી જ ઓવરમાં પ્રસિદ્ધે ફરીથી ટીમને સફળતા અપાવી અને આ વખતે અનુભવી ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ તેનો શિકાર બન્યો. સાતમી ઓવરમાં પ્રસિદ્ધના ત્રીજા બોલ પર ડોકરેલ કવર્સ ફિલ્ડરને કેચ આપી બેઠો. આ રીતે પ્રસિદ્ધે આયર્લેન્ડના મિડલ ઓર્ડરને તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Prasidh Krishna to Dockrell ,OUT Two wickets on debut ! pic.twitter.com/tA5LejXl8C
— Shoaib Awan (@shoaibawan365) August 18, 2023
આ પણ વાંચો : Diamond Bat : સુરતનો બિઝનેસમેન વર્લ્ડ કપ પહેલા કોહલીને આપશે હીરાનું બેટ, કિંમત જાણીને ચોંકી જશો
જૂના જમાનાનો દેખાવ
જો કે તેની છેલ્લી ઓવર મોંઘી હતી, પરંતુ ઓવરઓલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની કમબેક મેચમાં 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ સાથે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી રહેલ કૃષ્ણાએ એશિયા કપ અને વર્લ્ડ કપ માટે તેની પસંદગીની આશાઓને વધુ મજબૂત કરી છે.