AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં બોલરના બોલની ગતિ જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યુ, તૂટી ગયો શોએબ અખ્તરનો વિક્રમ? Video

20 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે શોએબ અખ્તર (Shoaib Akhtar) ના સૌથી ઝડપી બોલની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ બોલરને સફળતા મળી નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં બોલરના બોલની ગતિ જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યુ, તૂટી ગયો શોએબ અખ્તરનો વિક્રમ? Video
ડેબ્યૂ બોલરના બોલ પર ગતિનો આંકડો ચોંકાવનારો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 9:29 PM
Share

ઝડપી બોલરોની ઝડપ હંમેશા ક્રિકેટ ચાહકોને આકર્ષે છે. ભારતીય ક્રિકેટ ચાહકો છેલ્લા કેટલાક મહિનામાં ઉમરાન મલિક (Umran Malik) ની 150 કિમી/કલાકની સતત ડિલિવરીથી આકર્ષાયા છે. દુનિયાભરના ઘણા બોલરો આવી તોફાની ગતિએ બોલિંગ કરે છે. હજુ સુધી પાકિસ્તાન (Pakistan) ના દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) નો સૌથી ઝડપી બોલનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. પરંતુ સૌને ચોંકાવી દેતા ઇંગ્લેન્ડની એક યુવા મહિલા બોલરે પોતાની પ્રથમ જ મેચમાં 172 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે.

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચેની T20 સીરીઝની પ્રથમ મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. ઈંગ્લેન્ડ માટે આ મેચમાં 21 વર્ષની ફાસ્ટ બોલર લોરેન બેલે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં લોરેન બેલને કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ તેણે પહેલી જ ઓવરમાં બીજા બોલ પર સ્પીડના તમામ રેકોર્ડ જાણે તોડી નાખ્યા હતા. ઓછામાં ઓછું તે ટીવી સ્ક્રીન પર જોવા તો મળ્યુ.

તોફાની ‘ઝડપ’ પહેલી જ ઓવરમાં જોવા મળી

આ ચોક્કસપણે ચોંકાવનારું છે પરંતુ તમે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરો તે પહેલાં, ફક્ત એટલું જાણી લો કે શોએબ અખ્તરના નામે 161.1 કિલોમીટરના સૌથી ઝડપી બોલનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. હવે સવાલ એ છે કે લોરેન બેલે એવું શું કર્યું જેની ચર્ચા થઈ રહી છે?

વાત જાણે એમ હતી કે, ભારતીય ઇનિંગ્સની પ્રથમ ઓવર બેલ દ્વારા કરવામાં આવી હતી અને ઓવરના બીજા બોલે ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ બચાવ કર્યો હતો. અત્યાર સુધી બધું બરાબર હતું. પછી ટીવી સ્ક્રીન પર બોલની સ્પીડ દેખાતા જ બધાના મોં ખુલ્લા રહી ગયા. બેલના આ બોલની ઝડપ દર્શાવાઈ હતી–172 KMPH.

આટલું જ નહીં, આ ઓવરના ત્રીજા બોલની સ્પીડ 156 KMPH હતી, જ્યારે ચોથો બોલ ફરીથી અખ્તરના રેકોર્ડને પાર કરીને 163 KMPH પર પહોંચી ગયો હતો.

ગ્રાફિક્સ ભૂલને કારણે બેલ ચર્ચામાં

હવે જો કોઈનો બોલ આટલી સ્પીડ જોશે તો દેખીતી રીતે જ બધાનું ધ્યાન ખેંચાશે. આ મેચ જોઈ રહેલા પ્રશંસકો પણ અલગ નહોતા અને તેઓએ તરત જ તેને પકડી લીધુ અને સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યા, જે બાદ હવે આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. દેખીતી રીતે, લોરેન બેલના બોલમાં એટલી ઝડપ ન હતી અને આ બધું મેચનું પ્રસારણ કરતી ટીવી ચેનલની ગ્રાફિક્સ ભૂલને કારણે થયું હતું. તેમ છતાં ડેબ્યુ મેચમાં જ લોરેન બેલે ધૂમ મચાવી હતી.

Follow Us
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
g clip-path="url(#clip0_868_265)">