IND vs ENG : વિરાટ કોહલી પેવેલિયનમાં નિરાશ દેખાયો, કેપ્ટન રોહિતે આ રીતે વધાર્યું પોતાનું મનોબળ

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી મેચ 142 રનથી જીતી છે. આ સાથે ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરવામાં પણ સફળ રહી હતી. અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં વિરાટ કોહલી 52 રનની ઈનિગ્સ રમી હતી. પરંતુ તે આઉટ થયા બાદ પેવેલિયનમાં નિરાશ જોવા મળ્યો હતો.

IND vs ENG : વિરાટ કોહલી પેવેલિયનમાં નિરાશ દેખાયો, કેપ્ટન રોહિતે આ રીતે વધાર્યું પોતાનું મનોબળ
| Updated on: Feb 13, 2025 | 1:25 PM

ભારતીય ટીમે ચેમ્પિયન ટ્રોફી 2025 પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી 3 મેચની વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી જીત પોતાને નામ કરી છે. આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરવામાં પણ સફળતા મેળવી છે. આ વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય હતી. જેમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને બોલરે ધમાલ બોલાવી હતી.

આ મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ચાહકોને આશા હતી કે વિરાટ સદી ફટકારી પરંતુ વિરાટ અડધી સદી ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન તે ખુબ નિરાશ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ તેનું મનોબળ વધાર્યું હતુ.

 

 

રોહિતે કોહલીની ઇનિંગની પ્રશંસા કરી

વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં ઝઝુમી રહ્યો હતો.જેમાં તેના બેટમાંથી એક અડધી સદી પણ જોવા મળી ન હતી. આ વનડે સીરિઝની પહેલી 2 મેચમાં કોહલીનું બેટ શાંત રહ્યું હતુ પરંતુ ત્રીજી વનડેમાં કોહલી પોતાના જૂના અવતારમાં જોવા મળ્યો હતો. જેમાં તેના શાનદાર શોર્ટસ જોવા મળ્યા હતા અને અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. 52 રને આઉટ થયા બાદ વિરાટ કોહલી નિરાશ થઈ પવેલિયન તરફ આગળ વધ્યો હતો. તેની આ નિરાશા ડ્રેસિંગ રુમની અંદર પણ જોવા મળી હતી. ત્યારબાદ તેની બાજુમાં બેસેલા કેપ્ટન રોહિત શર્માએ તેની બાજુમાં બેસી તેની ઈનિગ્સના વખાણ કર્યા અને તેનો ઉત્સાહ વધાર્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જીત બાદ કેપ્ટન રોહિતે ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું ખુબ ખુશ છું, કોઈપણ ચેમ્પિયન ટીમ દરેક મેચમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છતી હોય છે અને આગળ વધવા માંગે છે.હું સ્કોરથી ખુબ ખુશ છું.