U-19 WC: મિતાલી રાજ અને હરમનપ્રીત નથી કરી શકી એ કામ કરવાનો શેફાલી વર્મા કરશે, ઈતિહાસ રચવાથી એક કદમ દૂર

|

Jan 28, 2023 | 10:00 PM

ICC U-19 Women World Cup Final Preview: આઈસીસી દ્વારા પ્રથમ વાર અંડર19 મહિલા વિશ્વકપનુ આયોજન કરવામાં આવ્યુ છે. રવિવારે રમાનારી ફાઈનલ મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ ટકરાશે.

U-19 WC: મિતાલી રાજ અને હરમનપ્રીત નથી કરી શકી એ કામ કરવાનો શેફાલી વર્મા કરશે, ઈતિહાસ રચવાથી એક કદમ દૂર
IND Vs ENG ICC U 19 World Cup final match preview

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે સાંજે ટક્કર જામશે. આ ટક્કર ભારતની અને ઈંગ્લેન્ડની યુવા મહિલા ક્રિકેટરો વચ્ચે થનારી છે. એટલે કે અંડર 19 મહિલા ક્રિકેટ મેચ રમાનારી છે. આ મેચ કોઈ સામન્ય નહીં પરંતુ આઈસીસી અંડર 19 ટી20 વિશ્વકપની ફાઈનલ મેચ છે. આઈસીસી દ્વારા પ્રથમ વાર મહિલા ટી20 અંડર 19 વિશ્વકપ ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભારતે શરુઆતથી જ દમદાર પ્રદર્શન દર્શાવ્યુ છે. હવે ફાઈનલ મેચમાં ઇતિહાસ રચવાનો મોકો છે.

ભારતીય અંડર 19 મહિલા ટીનુ સુકાન શેફાલી વર્મા સંભાળી રહી છે. શેફાલી ભારતીય મહિલા સિનિયર ટીમનો હિસ્સો છે. શેફાલી વર્મા પાસે વિશ્વ ચેમ્પિયન બનવાનો મોકો છે. અત્યાર સુધી ભારતીય મહિલા ટીમ એક પણ વાર વિશ્વ ચેમ્પિયન બની શકી નથી. હવે આ કામ કરી ઐતિહાસિક કામ કરવાનો મોકો શેફાલીના હાથમાં છે. આમ કરી શકશે તો ભારત મહિલા વર્ગમાં પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બનવામાં સફળ રહેશે.

મિતાલી અને હરમનપ્રીત આ કામ કરી શક્યા નથી

શેફાલી પાસે બહોળો અનુભવ છે. તે 2 વિશ્વકપનો હિસ્સો રહી ચુકી છે. સિવાય પણ તે એક વાર કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલનો હિસ્સો રહી ચુકી છે. આમ શેફાલી તેના અનુભવના બળ પર ટીમને ફાઈનલ સુધીની સફર કરાવવામાં સફળ રહી છે. હવે ફાઈનલ મેચમાં જીત મેળવીને આઈસીસી વિશ્વકપની ટ્રોફી ભારતીય ટીમની મહિલા ખેલાડીઓના હાથમાં ઉંચકવાની તક મેળવે એની રાહ જોવાઈ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પહેલા ભારતીય મહિલા સિનિયર ટીમ ત્રણ વાર વિશ્વકપ ફાઈનલ મેચ રમી ચુક્યુ છે. પરંતુ ફાઈનલમાં ટ્રોફી સુધી પહોંચવાની સફળતા મેળવી શકાઈ નથી. 2005માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં 98 રને હાર મેળવી હતી. ત્યાર બાદ 2017માં ઈંગ્લેન્ડ સામે 9 રનથી હાર મળી હતી અને અંતિમવાર 2020માં ઓસ્ટ્રેલિયા સામે 85 રનથી હાર મળી હતી. પ્રથમ બંને વાર ફાઈનલ સુધી ટીમને પહોંચેલી ટીમની આગેવાની મિતાલી રાજે સંભાળી હતી. જ્યારે અંતિમ વાર ફાઈનલમાં હાર મળી એ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરના હાથમાં ટીમ ઈન્ડિયાનુ સુકાન હતુ. હવે શેફાલી પાસે સોનેરી તક છે, જે ઈતિહાસમાં લખાઈ જશે.

ફાઈનલ પહેલા શેફાલીએ કહ્યુ-ભરોસો રાખો

ફાઈનલની પૂર્વ સંધ્યાએ શનિવારે 19 વર્ષની થઈ ગયેલી શેફાલીએ કહ્યું, “હા, ઘણી ફાઈનલ રમી છે. મેદાન પર જવું અને તમારી રમતનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે. મેં સાથી ખેલાડીઓને પણ કહ્યું છે કે ટેન્શન ન લો, ફક્ત 100 ટકા આપો, એવું ન વિચારો કે આ ફાઈનલ છે. ફક્ત તમારી જાત પર ભરોસો રાખો”.

ઈંગ્લેન્ડ ખૂબ જ મજબૂત ટીમ

ભારતનો સામનો શકિતશાળી ઈંગ્લેન્ડ સામે થશે, જે ચારેય મેચ જીતીને સુપર સિક્સ ગ્રુપમાં ટોચ પર છે. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની ખરાબ બેટિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ 19.5 ઓવરમાં 99 રનમાં સમેટાઈ ગઈ હતી, પરંતુ શાનદાર બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા 96 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જેમાં તેની લેગ સ્પિનર ​​હેન્ના બેકર્સે શાનદાર પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કેપ્ટન ગ્રેસ સ્ક્રિવેન્સે 3.4 ઓવરમાં આઠ રન આપીને બે વિકેટ ઝડપી હતી.

ભારત અને ઈંગ્લેન્ડની ટીમો

ભારત: શેફાલી વર્મા (કેપ્ટન), શ્વેતા સેહરાવત, ગોંગડી ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેહડિયા, રિચા ઘોષ, રિશિતા બસુ, ટિટાસ સાધુ, મન્નત કશ્યપ, પાર્શ્વી ચોપરા, સોનમ યાદવ, શબનમ, ફલક નાઝ અને યશશ્રી સોપધંધી.

ઈંગ્લેન્ડઃ ગ્રેસ સ્ક્રિવેન્સ, એલી એન્ડરસન, હેન્નાહ બેકર્સ, જોસી ગ્રોવ્સ, લિબર્ટી હીપ, નિયામ હોલેન્ડ, રેયાના મેકડોનાલ્ડ-ગે, એમ્મા માર્લોવ, ચેરિસ પાવલે, ડેવિના પેરીન, લિઝી સ્કોટ, સેરેન સ્મેલ, સોફિયા સ્મેલ, એલેક્સા સ્ટોનહાઉસ અને મેડી વોર્ડ.

 

 

Next Article