IND vs ENG: વિરાટ કોહલીના મુશ્કેલ સમયને માટે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે તસ્વીર શેર કરી જાણો શુ કહ્યુ?

|

Jul 15, 2022 | 10:23 AM

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં વિરાટ કોહલી (Virat kohli) માત્ર 16 રન બનાવી શક્યો હતો. ઈજાના કારણે તે પ્રથમ વનડે મેચ રમી શક્યો નહોતો.

IND vs ENG: વિરાટ કોહલીના મુશ્કેલ સમયને માટે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે તસ્વીર શેર કરી જાણો શુ કહ્યુ?
Babar Azam કોહલીને વર્તમાન સમયને માટે ટ્વીટ કરી કહ્યુ

Follow us on

વિરાટ કોહલી (Virat kohli) સતત ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહ્યો છે. કોહલીએ ઇજા બાદ ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે માં વાપસી કરી હતી, પરંતુ બીજી વનડેમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું અને તે માત્ર 16 રન જ બનાવી શક્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. અગાઉ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માં પણ તે પોતાના ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો હતો. કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે કોહલીએ થોડો સમય બ્રેક લેવો જોઈએ, ત્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ મુશ્કેલ સમયમાં કોહલીને ખાસ સંદેશ મોકલ્યો હતો. બાબર આઝમ (Babar Azam) કોહલીના સમર્થનમાં આવ્યો હતો. તેની સરખામણી ઘણીવાર કોહલી સાથે કરવામાં આવે છે.

બાબર આઝમે ખાસ પોસ્ટ કરી હતી

લોર્ડ્સમાં કોહલી 16 રને આઉટ થયા બાદ બાબરે ટ્વિટર પર એક ખાસ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે આ પણ પસાર થઈ જશે. મજબૂત બન્યા રહો. મેચ વિશે વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને યજમાન ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય બોલરોએ યજમાન ટીમને 246 રનમાં આઉટ કરી દીધી હતી. મોઈન અલીએ સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. ડેવિડ વિલીએ 41 અને જોની બેયરસ્ટોએ 38 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 47 રનમાં 4 વિકેટ લીધી હતી. ચહલ લોર્ડ્સમાં વનડેમાં ચાર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તેમના પહેલા કોઈ ભારતીય આ કામ કરી શક્યું ન હતું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભારતીય બેટ્સમેન રમ્યા ન હતા

હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને 2-2 સફળતા મળી હતી. 247 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 38.5 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારત 100 રનના વિશાળ અંતરથી મેચ હારી ગયું હતું. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન કોહલી, ઋષભ પંત કોઈ બેટિંગ કરી શક્યું ન હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 29-29 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 27 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પણ 23 રનનું યોગદાન આપ્યું હતું. રીસ ટોપલેએ 24 રનમાં 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડને જીત અપાવી અને શ્રેણી 1-1થી બરાબર કરી. ભારતે પ્રથમ વનડે 10 વિકેટે જીતી હતી.

 

 

 

Published On - 10:21 am, Fri, 15 July 22

Next Article