IND vs ENG: રવિન્દ્ર જાડેજાના કાનમાં ઋષભ પંતે મેદાન વચ્ચે ‘ફુંક્યો મંત્ર’, ત્યાર બાદ 222 રનની રેકોર્ડતોડ ભાગીદારી કરી?

|

Jul 02, 2022 | 11:38 AM

ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટના પ્રથમ દિવસે ભારત 98 રનમાં 5 વિકેટે પડી ગયા બાદ ઋષભ પંત (Rishabh Pant) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Radeja) એ ઇનિંગની કમાન સંભાળી હતી.

IND vs ENG: રવિન્દ્ર જાડેજાના કાનમાં ઋષભ પંતે મેદાન વચ્ચે ફુંક્યો મંત્ર, ત્યાર બાદ 222 રનની રેકોર્ડતોડ ભાગીદારી કરી?
Ravindra Radeja અને Rishabh Pant એ શાનદાર રમત દર્શાવી

Follow us on

ઋષભ પંત (Rishabh Pant) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Radeja) એ ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટના પ્રથમ દિવસે 222 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી કરીને ભારત માટે મજબૂત પુનરાગમન કર્યું હતું. બર્મિંગહામમાં રમાઈ રહેલી એડબેજસ્ટન ટેસ્ટ (Edgbaston Test) માં એક સમયે ભારત મુશ્કેલ સ્થિતિમાં પહોંચી ગયું હતું, પરંતુ ત્યારબાદ પંત અને જાડેજા બંનેએ બાજી સંભાળી અને બંનેની ભાગીદારીને કારણે પ્રથમ દિવસે ભારતનો સ્કોર 338 રન સુધી પહોંચ્યો હતો. દિવસની રમત સમાપ્ત થયા પછી, પંતે ખુલાસો કર્યો કે તેણે મધ્ય મેદાન પર જાડેજા સાથે ખાસ વાતચીત કરી હતી અને તે પછી જ બંને વચ્ચે મોટી ભાગીદારી થઈ હતી. ભારતે 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જાડેજા ક્રિઝ પર આવ્યો હતો.

પંતે ભાગીદારી માટે કહ્યું હતું

શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, શ્રેયસ અય્યર જેવા સ્ટાર્સ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી જાડેજાએ પંત સાથે યાદગાર ભાગીદારી નોંધાવી હતી. પંતે ખુલાસો કર્યો હતો કે મધ્યમ મેદાન પર મેં જાડેજાને કહ્યું કે ચાલો ભાગીદારી કરવાનો પ્રયાસ કરીએ. ચાલો તેમ કરીએ. પંતે કહ્યું કે અમે બંને ખૂબ જ પ્રેરિત અને ઉત્સાહિત હતા. પંતે કહ્યું કે જાડેજા ડ્રેસિંગ રૂમમાંથી કોચ રાહુલ દ્રવિડનો મેસેજ પણ લાવ્યો હતો. દ્રવિડે સંદેશ આપ્યો હતો કે બોલ પ્રમાણે રમો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઇંગ્લિશ બોલરોની લેંથ બગાડી મહત્વપૂર્ણ છે

98 રનમાં 5 વિકેટ પડી ગયા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ પછી પંતે જાડેજા સાથે 239 બોલમાં 222 રનની ભાગીદારી કરી હતી. પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. તેણે 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. ઈંગ્લેન્ડ સામે પંતની આ ત્રીજી સદી હતી. તે જ સમયે, જાડેજા પ્રથમ દિવસની રમતના અંત સુધી 83 રન બનાવીને ક્રિઝ પર છે. પંતે કહ્યું કે હું દરેક મેચમાં મારું 100 ટકા આપવા માંગુ છું. ટેસ્ટ ક્રિકેટમાં ડિફેન્સ પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. સારા બોલનું સન્માન કરવું અને ખરાબ બોલને ફટકારવું પણ જરૂરી છે. ઈંગ્લેન્ડમાં બોલરની લેન્થ બગાડવી મહત્વપૂર્ણ છે.

Published On - 11:34 am, Sat, 2 July 22

Next Article