India vs England Day 3 Match Report: એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસને અંતે ઈંગ્લેન્ડ સામે ભારત મજબૂત સ્થિતીમાં, ચેતેશ્વર પુજારાની અડધી સદી

|

Jul 03, 2022 | 11:52 PM

IND vs ENG 5th Test Match Report Today: ચેતેશ્વર પુજારાએ ધીરજ સાથે સારી રમત રમી દર્શાવી હતી. તેણે એક છેડો સાચવી રાખવા માટેનો સફળ પ્રયાસ કર્યો હતો.

India vs England Day 3 Match Report: એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસને અંતે ઈંગ્લેન્ડ સામે ભારત મજબૂત સ્થિતીમાં, ચેતેશ્વર પુજારાની અડધી સદી
Cheteshwar Pujara એ ધીરજ પૂર્વકની શાનદાર રમત દર્શાવી

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પટૌડી સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમનુ પલડું ભારે છે. પહેલા દિવસથી જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે મજબૂત પક્ષ બનાવી લીધો છે. ત્રીજા દીવસની રમતમાં ઇંગ્લેન્ડ માટે જોની બેયરિસ્ટો (Jonny Bairstow) ની સદી રાહત રુપ નિવડી હતી અને ઈંગ્લીશ ટીમનો ફોલોઓનથી બચાવ થયો હતો. ઈંગ્લેન્ડની ટીમ 284 રન પર સમેટાઈ ગઈ હતી, જેને લઈ ભારતને 132 રનની સરસાઈ પ્રથમ દાવના અંતે મળી હતી. ભારતીય ટીમે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની ધીરજપૂર્વકની શાનદાર રમતને લઈ દિવસના અંત સુધીમાં 125 રનનો સ્કોર 3 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. આમ ભારત 257 રનથી આગળ છે.

એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ દિવસે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળ્યો, જ્યાં એક બાજુ ભારતની ઘાતક બોલિંગ સામે જોની બેરસ્ટોએ જબરદસ્ત સદી ફટકારી. આમ છતાં ઇંગ્લેન્ડ પ્રથમ દાવના સ્કોરમાં ભારત કરતાં ઘણું પાછળ પડી ગયું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાની લડાયક બેટિંગના દમ પર ખરાબ શરૂઆતમાંથી ઉગારીને ફરી એકવાર દિવસનો અંત સારી સ્થિતિમાં કર્યો.

પંત અને પુજારાની ભાગીદારીએ સ્થિતી સંભાળી

પુજારા આજે ધીરજપૂર્વક પોતાની રમતને આગળ વધારી રહ્યો હતો. તેણે એક છેડો સાચવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો હતો. દીવસના અંત સુધી તેણે ક્રિઝ પર રહીને ભારતીય ટીમની સ્થિતીને સંભાળી રાખીને ધીમે ધીમે સ્કોર બોર્ડ આગળ વઘારવામાં સફળતા મેળવી હતી. ઋષભ પંત અને પુજારાએ 50 રનની ભાગીદારી રમત રમી હતી. પંત 30 રન સાથે રમતમાં છે, જ્યારે પુજારા 50 રન સાથે દિવસના અંતે રમતમાં રહ્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગિલ, હનુમા અને વિરાટએ નિરાશ કર્યા

ભારતીય ઓપનીંગ જોડી પ્રથમ ઓવરમાં જ તુટી ગઈ હતી. શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા બંને ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા હતા. પરંતુ પ્રથમ ઓવરમાં જ જેમ્સ એન્ડરસનના બોલ પર ગિલ ત્રીજા બોલે જ આઉટ થયો હતો. તે જેક ક્રાઉલીના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે માત્ર 4 રન એક બાઉન્ડરી વડે નોંધાવ્યા હતા. ત્યાર બાદ હનુમા વિહારી પણ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.

હનુમાએ 44 બોલનો સામનો કરીને માત્ર 11 રન નોંધાવ્યા હતા. તે સ્ટુઅર્ટ બ્રોડનો શિકાર થયો હતો અને જોની બેયરિસ્ટોએ તેનો કેચ ઝડપ્યો હતો. આમ ભારતે 43 રનના સ્કોર પર જ બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જવાબદારી ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીના ખભે હતી. કોહલી પાસેથી મોટી ઈનીંગની આશા પણ સેવાઈ રહી હતી. કારણ કે, કોહલીએ આવતાની સાથે જ બાઉન્ડરી વડે જમાવટ કરી હતી. જેથી તે રંગમાં રહેશે તેવી આશા હતી. પરંતુ તે 20 રનનુ યોગદાન આપીને પરત ફર્યો હતો. આમ 75ના સ્કોર પર ત્રીજો ઝટકો ભારતને લાગ્યો હતો. કોહલીની વિકેટ બેન સ્ટોક્સે ઝડપી હતી. તે જો રુટને કેચ આપી બેઠો હતો.

Published On - 11:37 pm, Sun, 3 July 22

Next Article