IND Vs ENG T20 Match Report Today: ભારત 2-0થી અજેય, ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી મેળવ્યો શાનદાર વિજય, ભૂવનેશ્વરની 3 વિકેટ

IND Vs ENG T20 Match Report Today: ભારતે 3 ટી20 મેચોની પ્રથમ બંને મેચોને શાનદાર રીતે જીતી લીધી છે, આ સાથે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં વ્હાઈટ બોલ સિરીઝમાં 2-0 થી અજેય થઈ ચુક્યુ છે. હવે ટ્રોફી રવિવારે ભારતના હાથમાં જોવા મળશે.

IND Vs ENG T20 Match Report Today: ભારત 2-0થી અજેય, ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી મેળવ્યો શાનદાર વિજય, ભૂવનેશ્વરની 3 વિકેટ
Team India એ સિરીઝ 2-0 થી પોતાને નામ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 10:35 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ટી20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતે બીજી મેચને શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) શરુઆતને બંને મેચ લક્ષ્ય બચાવીને જીત મેળવવામાં સફળતા મેળવી છે. ભારતે બીજી ટી20માં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 170 રનનો સ્કોર 8 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો. એક બાદ એક ભારતીય બેટ્સમેનો પેવિલિયન પરત ફરવાનો સિલસિલો જાળવતા ભારત માટે મુશ્કેલીથી આ સ્કોર નોંધાવવામાં સફળ રહ્યુ હતુ. પરંતુ રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટનશીપમાં વધુ એક ટી20 મેચ જીતવામાં સફળતા મળી હતી અને સાથે જ સિરીઝમાં અજેય રહી ટ્રોફી હવે પોતાને નામ કરી લેવામાં ભારત સફળ રહ્યુ છે.

ભારતીય બોલરોએ કમાલની બોલીંગ કરી હતી. આ વખતે પણ ભારતીય બોલરોએ જીતની જવાબદારી સંભાલી લીધી હતી અને સામુહીક રીતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ મેચની જેમ બીજી મેચમાં પણ સંઘર્ષની સ્થિતીમાં લાવી દીધા હતા અને એક એક રન માટે તરસાવી દીધા હતા.

ભૂવનેશ્વરનો તરખાટ

ભૂવનેશ્વર કુમારે ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગના પ્રથમ બોલ પર જ ઈંગ્લીશ ઓપનરની વિકેટ ઝડપીને ભારતને સફળ શરુઆત કરાવી હતી. ભૂવીએ પ્રથમ બોલ પર શૂન્યમાં જ ઈંગ્લેન્ડની પહેલી વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ભૂવીએ વધુ એક ઝટકો ઈંગ્લેન્ડને આપ્યો હતો. આ વખતે તેના નિશાના પર ઈંગ્લીશ કેપ્ટન જોસ બટલર (4 રન 5 બોલ) રહ્યો હતો. બટલર વિકેટકીપરના હાથમાં કેચ આઉટ હોવાની અપીલ ભૂવી અને ઋષભ પંતે કરી હતી. પરંતુ અંપાયરે કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી. જોકે રોહિત શર્માએ પંત અને ભૂવીની અપિલ પર રિવ્યૂ મેળવતા બીજી મહત્વની સફળતા મળી હતી. આમ ભૂવીએ ઈંગ્લીશ ટીમને મુશ્કેલ સ્થિતીમાં પાવર પ્લે દરમિયાન લાવી દીધુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મોઈન અને વિલીનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો

ઈંગ્લીશ ઓપનીંગ જોડી પરત ફરવા બાદ જાણે વિકેટ ગુમાવવાનો સિલસિલો શરુ થયો હતો અને ભારતીય બોલરોના ખાતમાં સફળતા નોંધાવવા લાગી હતી. લિયામ લિવિંગસ્ટોન (15 રન 9 બોલ) આક્રમક રમત રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ જસપ્રીત બુમરાહે તેને ક્લિન બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી દીધો હતો. હેરી બ્રુક પણ 8 રન નોંધાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર થયો હતો.

મોઈન અલીએ ઈંગ્લીશ ટીમને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ હાર્દિક પંડ્યાએ તેને કેપ્ટન રોહિત શર્માના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. મોઈને 2 છગ્ગાની મદદ વડે 21 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. ડેવિડ વિલીએ પણ અંત સુધી અણનમ રહીને 22 બોલમાં 33 રન 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. સેમ કરન 2 રન, ક્રિસ જોર્ડન 1 રન, રિચાર્ડ ગ્લીસન 2 રન અને મેથ્યૂ પાર્કિસન શૂન્ય રન સાથે પરત ફર્યા હતા.

ભારતીય બોલરોએ કર્યુ શાનદાર પ્રદર્શન

ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીની વાત છે કે વિશ્વકપ નજીક આવી રહ્યો છે અને ભારતીય બોલરો સામુહીક રીતે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભૂવનેશ્વર કુમારે 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ભૂવી અને બુમરાહે એક એક ઓવર મેડન કરી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 29 રન આપી 1 અને હર્ષલ પટેલે 4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજા સૌથી ખર્ચાળ બોલર રહ્યો હતો અને વિકેટ પણ નસીબ થઈ શકી નહોતી. તેણે 2 ઓવરમાં 22 રન આપ્યા હતા.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">