AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG T20 Match Report Today: ભારતની લોર્ડઝમાં 100 રનથી શરમજનક હાર, ટીમ ઈન્ડિયા 146 રનમાં જ સમેટાઈ ગઈ, ટોપ્લીએ 6 વિકેટ ઝડપી

IND Vs ENG T20 Match Report Today: લોર્ડઝના મેદાનમાં ભારતીય ટીમની 100 રનથી હાર થઈ છે. ભારતીય બોલરોના પ્રદર્શનથી ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતી લાગી રહી હતી, પરંતુ બેટીંગ લાઈન ફ્લોપ રહેતા પરાજયનો સામનો કરવો પડ્યો.

IND Vs ENG T20 Match Report Today: ભારતની લોર્ડઝમાં 100 રનથી શરમજનક હાર, ટીમ ઈન્ડિયા 146 રનમાં જ સમેટાઈ ગઈ, ટોપ્લીએ 6 વિકેટ ઝડપી
Reece Topley આફત બન્યો (AFP Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 1:13 AM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણીની બીજી મેચ લોર્ડઝમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો 100 રન થી પરાજય થયો છે. આમ સિરીઝ 1-1 થી બરાબરી પર થઈ ગઈ છે. ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે (India Cricket Team) યોજના પ્રમાણે ઈંગ્લેન્ડની ટીમને 246 રનમાં જ સમેટી લેવામાં સફળતા મેળવી હતી. પરંતુ ઈંગ્લેન્ડના બોલીંગ આક્રમણ સામે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને પ્રથમ બોલીંગ કરતા જે વિશ્વાસ મેળવ્યો હતો, એ બેટીંગ કરતા જ ઓસરી ગયો હતો. ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરતા ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના મહત્વના બેટસમેનો રોહિત શર્માા, શિખર ધવન, વિરાટ કોહલી અને ઋષભ પંત ફ્લોપ રહ્યા હતા. રિસ ટોપ્લી (Reece Topley) એ 6 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ 146 રન પર જ સમેટાઈ ગઈ હતી.

247 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો રન-રેટ પણ ધીમો હતો અને તેણે વિકેટો પણ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા 10 બોલ રમીને ખાતું પણ ખોલી શક્યો નહોતો. ત્રીજી ઓવરના ચોથા બોલ પર તે રાસી ટોપલીનો શિકાર બન્યો હતો. શિખર ધવન નવમી ઓવરના પાંચમા બોલ પર ટોપલીનો બીજો શિકાર બન્યો હતો. જ્યારે ધવન આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 27 રન હતો. ટીમના સ્કોરમાં માત્ર બે રનનો વધારો થયો હતો કે રિષભ પંત પણ આઉટ થયો હતો. પંત પણ ખાતું ખોલાવી શક્યા ન હતા.

વિરાટ અને સૂર્યા પણ પેવેલિયન પરત ફર્યા હતા

આ મેચમાં પણ વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. તે 12મી ઓવરના બીજા બોલ પર ડેવિડ વિલીનો શિકાર બન્યો હતો. કોહલીએ 25 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા. અહીંથી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ટીમનો સ્કોર 50ની પાર પહોંચાડ્યો હતો. જો કે, બંને તેમની ભાગીદારી વધુ સમય સુધી ટકી શક્યા નહીં.

ભાગીદારીને ખીલતી જોઈને બટલરે ટોપલીને પાછો બોલાવ્યો અને તેણે સૂર્યકુમારને પેવેલિયનમાં મોકલ્યો. સૂર્યકુમાર 73ના કુલ સ્કોર પર બોલ્ડ થયો હતો. તેણે 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર ​​મોઈન અલીએ પંડ્યાની ઈનિંગનો અંત આણ્યો હતો. પંડ્યા 101ના કુલ સ્કોર પર લિયામ લિવિંગ્સ્ટનના હાથે કેચ આઉટ થયો હતો. પંડ્યાએ 44 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા.

ચહલે શાનદાર પ્રદર્શન કર્યું

અગાઉ, લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે ઈંગ્લેન્ડને 246 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ચહલે 47 રનમાં ચાર વિકેટ લીધી હતી. પંડ્યા (28 રનમાં બે વિકેટ) અને જસપ્રિત બુમરાહે (49 રનમાં બે વિકેટ) પણ બે-બે વિકેટ લઈને તેને સારો સાથ આપ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી કોઈ પણ બેટ્સમેન સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યો ન હતો અને આખી ટીમ 49 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી.

મોઈન અલી અને ડેવિડ વિલીની અડધી સદીની ભાગીદારીથી ટીમે વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવીને સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. મોઈને 47 જ્યારે વિલીએ બે જીવનનો ફાયદો ઉઠાવીને 41 રન બનાવ્યા હતા. બંનેએ સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. મોઈને લિવિંગસ્ટન (33) સાથે છઠ્ઠી વિકેટ માટે 46 રન જોડ્યા હતા. ઓપનર જોની બેયરસ્ટોએ પણ 38 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ માટે સારી શરૂઆત

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેયરસ્ટો અને જેસન રોય (23)એ બુમરાહ અને મોહમ્મદ શમી (48 રનમાં 1 વિકેટ)ની નવી બોલ જોડીનો સામનો કર્યો હતો, જેમણે પ્રથમ વનડેમાં નવ વિકેટ લઈને ઈંગ્લેન્ડને 110 રનમાં આઉટ કરી દીધું હતું. રોયે શમી પર ઇનિંગ્સના પહેલા ચાર અને પછી આ ફાસ્ટ બોલરની ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બુમરાહે તેના જ બોલ પર તેનો કેચ છોડ્યો ત્યારે રોય આઠમી ઓવરમાં 23 રન બનાવવા માટે નસીબદાર હતો. જો કે, રોય લાઈફલાઈનનો લાભ લઈ શક્યો ન હતો અને પંડ્યાનો નબળો બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર સીધો સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો હતો.

રોયના આઉટ થયા બાદ બેયરિસ્ટોએ આગેવાની લીધી હતી. ચહલ પર ચોગ્ગા માર્યા બાદ તેણે પ્રસિદ્ધ કૃષ્ણા પર પણ બે ચોગ્ગા ફટકાર્યા હતા. બેયરિસ્ટો, જોકે, ચહલની બોલ પર સ્લોગ સ્વીપ રમવાના પ્રયાસમાં ઇનિંગ્સની 15મી ઓવરમાં બોલ્ડ થયો હતો. તેણે 38 બોલનો સામનો કરતી વખતે છ ચોગ્ગા ફટકાર્યા હતા.

રૂટ અને બટલર પણ ફસાઈ ગયા

ચહલે તેની આગલી ઓવરમાં જો રૂટ (11)ને એલબીડબલ્યુ કર્યો હતો, જ્યારે શમીએ બટલરને (04) બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને ચાર વિકેટે 87 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ (21)એ ચહલ પર બે ચોગ્ગા ફટકાર્યા પરંતુ તે જ લેગ-સ્પિનરની સીધી બોલિંગ ચૂકી ગયો અને એલબીડબ્લ્યુ બની ગયો. લિવિંગસ્ટને ચહલના લોગ-ઓન પર ઇનિંગ્સની પ્રથમ છગ્ગા ફટકારી હતી. ઈંગ્લેન્ડની રનની સદી 21મી ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. લિવિંગસ્ટને પણ પંડ્યાની એક પછી એક બોલમાં સિક્સર અને ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તે જ ઝડપી બોલરનો આગળનો બોલ ડીપ સ્ક્વેર લેગ પર અવેજી ખેલાડી શ્રેયસ અય્યરના હાથમાં ઝડપાયો હતો. તેણે 33 બોલનો સામનો કર્યો અને બે સિક્સર અને બે ફોર ફટકારી.

મોઈન અને વિલીની ભાગીદારી

ત્યારપછી મોઈન અને વિલીએ દાવ સંભાળ્યો હતો. વિલી એક રનના વ્યક્તિગત સ્કોર પર નસીબદાર હતો જ્યારે કૃષ્ણાએ પંડ્યાની બોલ પર તેનો કેચ છોડ્યો હતો. મોઈન અને વિલી બંનેએ કૃષ્ણા પર છગ્ગા ફટકાર્યા હતા. પંડ્યાએ 24 રનના સ્કોર પર વિલીને બીજું જીવન આપ્યું અને આ વખતે કમનસીબ બોલર શમી રહ્યો. શમીની ઈનિંગની આ 40મી ઓવરમાં ઈંગ્લેન્ડની રનની બેવડી સદી પણ પૂરી થઈ ગઈ હતી. મોઈને બુમરાહની બોલ પર તેની બીજી છગ્ગા ફટકારી પરંતુ ચહલ બોલિંગમાં પાછો ફર્યો અને તેને જાડેજાના હાથે કેચ કરાવ્યો અને વિલી સાથે તેની 62 રનની ભાગીદારીનો અંત આવ્યો. મોઇને 64 બોલનો સામનો કરીને બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">