AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England 2nd ODI: ભારત સામે લોર્ડઝમાં ઈંગ્લેન્ડ 246 રનમાં ઓલ આઉટ, યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી

IND Vs ENG ODI 1st Inning Report Today: લોર્ડઝમાં યુઝવેન્દ્ર ચહલ રંગમાં જોવા મળ્યો હતો, પ્રથમ વન ડેની માફક જ બીજી મેચમાં પણ ભારતીય બોલરોએ પોતાનો દમ દેખાડ્યો હતો.

India vs England 2nd ODI: ભારત સામે લોર્ડઝમાં ઈંગ્લેન્ડ 246 રનમાં ઓલ આઉટ, યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી
યુઝવેન્દ્ર ચહલ સહિત ભારતીય બોલરોનુ શાનદાર પ્રદર્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 9:52 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી વન ડે શ્રેણીની બીજી મેચ લોર્ડઝમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરો પર પ્રથમ વન ડેના પ્રદર્શન મુજબનો ભરોસો કેપ્ટન રોહિતે દાખવ્યો હતો અને રન ચેઝ કરવાની યોજના પસંદ કરી હતી. યોજના મુજબ સરળ સ્કોર પર જ ઈંગ્લેન્ડને રોકવામાં ભારતીય બોલરો સફળ રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) 4 વિકેટ ઝડપીને ઈંગ્લીશ બેટીંગ લાઈનની કમર તોડી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ પુરી 50 ઓવર રમી શકી નહોતી. 246 રનનો સ્કોર નોંધાવીને ઈંગ્લીશ ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.

ભારતીય ટીમ પાસે આજે શ્રેણીમાં અજેય જીત મેળવવાનો મોકો છે. આ પહેલા ટી20 સિરીઝ ભારતીય ટીમ જીતી ચુક્યુ છે અને તેના પહેલા ટેસ્ટ સિરીઝ ડ્રો કરી હતી. ભારતીય બોલરોએ યોજના પ્રમાણે જ 250 રનના સ્કોર પહેલા જ સમેટી લેવામાં સફળતા મેળવી છે. ભારતીય બોલરોએ આસાન સ્કોર મેળવવાના ઈરાદા સાથે બોલીંગમાં એક જુસ્સો દર્શાવ્યો હતો અને જેમાં સફળતા મેળવી હતી. બુમરાહ અને હાર્દિક પંડ્યાએ પણ શાનદાર ઓવર કરી હતી.

ઈંગ્લેન્ડની ઓપનીંગ જોડી જેસન રોય અને જોની બેયરિસ્ટોએ 41 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ આ જોડીને હાર્દિક પંડ્યાએ 9મી ઓવરના પાંચમાં બોલે તોડી દીધી હતી. બસ ત્યારબાદ ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ શરુ થઈ હતી. ઈંગ્લેન્ડ પર આફત બનીને યુઝવેન્દ્ર ચહલ આવ્યો. તેણે જોની બેયરિસ્ટો(31 રન, 38 બોલ), જો રુટ (11 રન, 21 બોલ) અને જોસ બટલર (4 રન, 5 બોલ)ની વિકેટો ઝડપી હતી. આમ 87 રનના સ્કોર પર ઇંગ્લેન્ડ 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવી ચુક્યુ હતુ.

મોઈન અને વિલીનો સન્માન માટે સંઘર્ષ

ટોપ ઓર્ડરને ગુમાવી દીધા બાદ લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી અને ડેવિડ વિલીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ ભારત સામે લડાયક સ્કોર ખડકવા પ્રયત્ન કર્યો હતો અને જેને લઈ ટીમનો સ્કોર અઢીસો રનની નજીર પહોંચી શક્યો હતો. એક સમયે ઇંગ્લીશ ટીમ 200 થી અંદર સમેટાઈ જશે એમ મનાતુ હતુ. લિયામે 33 બોલનો સામનો કરીને 33 રન નોંધાવ્યા હતા. જ્યારે મોઈન અલીએ 64 બોલમાં 47 રન નોંધાવ્યા હતા. વિલીએ 49 બોલમાં 41 રન નોંધાવ્યા હતા. ત્રણેયે 2-2 છગ્ગા નોંધાવ્યા હતા.

ભારતીય બોલરોએ જુસ્સો દર્શાવ્યો

યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ 10 ઓવરના પુરા સ્પેલમાં 47 રન આપીને ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ અને જસપ્રીત બુમરાહે 49 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક એક વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાને એક પણ વિકેટ નસીબ થઈ શકી નહોતી, પરંતુ 5 ઓવરમાં 17 રન આપીને કસીને બોલીંગ કરી હતી.

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">