IND vs ENG: ભારત સામે ઈંગ્લેન્ડે 152 રનનુ લક્ષ્ય રાખ્યુ, બ્રન્ટની અડધી સદી, રેણુકા સિંહને 5 વિકેટ
India vs England, Womens T20 World Cup Match: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવા નિમંત્રણ આપ્યુ હતુ.

દક્ષિણ આફ્રિકામાં T20 મહિલા વિશ્વકપ રમાઈ રહ્યો છે. ગ્રુપ મેચમા શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ભારતે પ્રથમ બેટિંગ કરવાનુ નિમંત્રણ ઈંગ્લેન્ડને આપતા ઈંગ્લીશ ટીમની શરુઆત ખરાબ રહી હતી. જોકે બાદમાં બ્રુન્ટે અડધી સદી નોંધાવતા ઈંગ્લેન્ડની સ્થિતી ભારત સામે લડાયક બની હતી. ઈંગ્લેન્ડે નિર્ધારીત ઓવરમાં 151 રન 7 વિકેટના નુક્શાન પર નોંધાવ્યા હતા. રેણુકા સિંહ ઠાકુર શનિવારે ચમકી હતી અને તેણે 5 વિકેટ ઝડપી હતી.
ભારતીય મહિલા ટીમે આ પહેલા 2 મેચ રમી હતી. જે બંને ભારતીય મહિલા ટીમે જીતી લીધી હતી. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરુઆત પાકિસ્તાનને હરાવીને કરી હતી. ભારતની પ્રથમ મેચ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કેપટાઉનમાં રમાઈ હતી. જેમાં શાનદાર વિજય ભારતે મેળવ્યો હતો.
Innings Break!
An outstanding 5️⃣-wicket haul from Renuka Singh Thakur 🙌🙌
Target for #TeamIndia – 152
Scorecard 👉 https://t.co/EvGQ5Eom80#T20WorldCup | #ENGvIND pic.twitter.com/4PWxkcri0E
— BCCI Women (@BCCIWomen) February 18, 2023
બ્રન્ટની અડધી સદી, જોન્સ આક્રમક
રેણુકા સિંહે ઈંગ્લીશ ટીમની શરુઆત ખરાબ કરી દીધી હતી. રેણુકા સિંહે બંને ઓપનરોને એક બાદ એક પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. ટોચના ત્રણેય ઈંગ્લીશ બેટરોનો રેણુકાએ શિકાર કર્યો હતો. ભારતને પ્રથમ સફળતા 1 રનના સ્કોર પર જ મળી હતી. ડેનિયલ વ્હોટ્ના રુપમાં ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ ગુમાવી હતી. વ્હોટ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ત્રીજા ક્રમે આવેલી એલિસ કેપ્સીના રુપમાં ભારતને બીજી વિકેટ રેણુકાએ અપાવી હતી. કેપ્સિને ક્લીન બોલ્ડ કરી દીધી હતી. તેણે 6 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. ઓપનર ડંકલેની વિકેટ 29 રનના સ્કોર પર મળી હતી. ડંકલેએ 11 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા.
બ્રન્ટે 42 બોલમાં 50 રન નોંધાવ્યા હતા. તેની અને સુકાની નાઈટની રમતે સ્થિતી સુધારી હતી. શરુઆત મુશ્કેલ બનવા બાદ બંનેની રમતે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. જોકે સુકાની હેથર શિખા પાંડેનો શિકાર થઈ હતી. તે 23 બોલમાં 28 રન નોંધાવીને પરત ફરી હતી. એમી જોન્સે 27 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. જોન્સે આક્રમક અંદાજમાં રમતા 2 છગ્ગા જમાવ્યા હતા. એકલસ્ટોને અણનમ 11 રન 8 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
રેણુકાનો તરખાટ
જોકે બાદમાં રેણુકાનો સ્પેલ શરુઆતનો ખતમ થતા જ ઈંગ્લીશ ખેલાડીઓએ પોતાનો દમ દેખાડવાનો પ્રયાસ કરીને આક્રમક અંદાજ દર્શાવ્યો હતો. જોકે ડેથ ઓવરોમાં ફરી રેણુકાએ પોતાની તાકાત દર્શાવી હતી. રેણુંકાએ ઈંગ્લેન્ડની 7માંથી 5 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે શરુઆતમાં ત્રણ શિકાર ઝડપ્યા બાદ અંતમાં વધુ બે વિકેટ અંતિમ ઓવરમાં ઝડપી હતી. શિખા પાંડે અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.