IND vs BAN: વિરાટ કોહલીની ફિલ્ડીંગ નિશાને ચઢી, 3 આસાન કેચ છોડ્યા-Video

|

Dec 24, 2022 | 5:23 PM

બાંગ્લાદેશ સામે ભારતીય ટીમને જીત માટે ત્રીજા દિવસની રમતના અંતે 100 રનની જરુર છે. આ પહેલા યજમાન ટીમની બેટિંગ ઈનીંગ દરમિયાન વિરાટ કોહલીએ કેચ છોડ્યા હતા.

IND vs BAN: વિરાટ કોહલીની ફિલ્ડીંગ નિશાને ચઢી, 3 આસાન કેચ છોડ્યા-Video
Virat Kohli drops 3 catches

Follow us on

ઢાકા ટેસ્ટ ના ત્રીજા દિવસની રમતના અંતે ભારતને હવે જીત માટે 100 રન બાકી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસની રમત રમાઈ રહી હતી, ત્યારે વિરાટ કોહલીના હાથમાંથી આસાન કેચ છૂટતા જોવા મળી રહ્યા હતા. કોહલીને ફિટનેસ માટે આમ તો ખૂબ વખાણવામાં આવે છે, પરંતુ ઢાકામાં તે ફિલ્ડીંગમાં ચૂક કરતો જોવા મળ્યો હતો.

વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ફિટનેસને લઈ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. વિરાટ કોહલીને પણ વિશ્વમાં સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક ગણવામા આવે છે. પરંતુ એક બાદ એક ત્રણ કેચ ઢાકાના મેદાનમાં છોડતો કોહલી જોવા મળ્યો હતો. જે કેચ એકદમ સરળ હતા. આવી ફિલ્ડીંગને લઈને જ બાંગ્લાદેશ ભારત સામે લક્ષ્યને થોડાક રન વધારી શક્યુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોહલી થી છૂટ્યા કેચ

ત્રીજા દિવસે શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશની બેટિંગ ચાલી રહી હતી, ત્યાં 52મી ઓવરમાં નુરુલ હસનનો કેચ કોહલીએ છોડ્યો હતો. જે ઓવર લઈને અક્ષર પટેલ આવ્યો હતો અને જેમાં વિકેટ પડવાનો મોકો ભારતે ગુમાવ્યો હતો. નુરુલના બેટની કિનારી લઈને બોલ સિધો વિકેટકીપર ના ગ્લોવ્ઝને ટકરાઈને વિરાટ કોહલી તરફ પહોંચ્યો હતો. જ્યાં કોહલી તે બોલને ઝડપવામાં ચૂક્યો હતો.

એક જ ઓવરમાં 2 મોકા છૂટ્યા

નુરુલને પણ બે વાર જીવત દાન મળ્યા હતા, જોકે તે 31 રન બનાવી પરત ફર્યો હતો. અક્ષર પટેલની એ જ ઓવરમાં ફરી એકવાર મોકો સર્જાયો હતો. જે પણ તક ઝડપી શકાઈ નહોતી. નુરુલના બેટની કિનારી લઈને બોલ ફરી વિરાટ કોહલી પાસે પહોંચ્યો હતો. જ્યાં ફરી એકવાર વિરાટ કોહલીએ કેચ ઝડપવાની કોશિશ કરી હતી. જોકે સોફ્ટ સિગ્નલ નોટ આઉટ રહ્યુ હતુ.

લિટન દાસે અડધી સદી નોંધાવી

ત્યારપછીની ઓવરોમાં પણ કોહલીનો કેચ છોડવાનું ચાલુ રહ્યું અને 59મી ઓવરમાં તેણે અશ્વિનના પ્રથમ બોલ પર લિટન દાસનો ખૂબ જ આસાન કેચ છોડ્યો. કોહલી એક હાથે કેચ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે ચૂકી ગયો અને આ તકનો ફાયદો ઉઠાવતા લિટને સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી.

 

 

Published On - 5:21 pm, Sat, 24 December 22

Next Article