સવારે મેદાન પર ગરજ્યો અને સાંજે શ્રીલંકન પર વરસ્યો, અશ્વિને કટાક્ષ પર ઈંટનો જવાબ પથ્થર વડે આપ્યો

|

Dec 25, 2022 | 10:09 PM

આમ તો શાંત સ્વભાવના લાગતા રવિચંદ્રન અશ્વિનને ક્યારેક ક્યારે સોશિયલ મીડિયા પર જબરદસ્ત બેટિંગ કરતો જોઈ શકાય છે. તે મેદાનમાં જેમ પ્રભાવિત કરે છે એમ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરનારાઓને પણ છોડતો નથી.

સવારે મેદાન પર ગરજ્યો અને સાંજે શ્રીલંકન પર વરસ્યો, અશ્વિને કટાક્ષ પર ઈંટનો જવાબ પથ્થર વડે આપ્યો
Ashwin એ ટ્વીટ પર શ્રીલંકન લેખકને આપ્યો જવાબ

Follow us on

ભારતને મેચ જ નહીં પરંતુ શ્રેણીની જીત અપાવવામાં સૌથી મોટી ભૂમિકા રવિવારે અશ્વિને ભજવી હતી. મીરપુર ટેસ્ટની ચોથા દિવસની રમતની શરુઆત ભારતીય ટીમને માટે દિવસ બગાડે એવી રહી હતી. ભારતે 74 રનના સ્કોર પર જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતીમાં ભારત પર હારનુ સંક્ટ તોળાઈ ગયુ હતુ. જોકે રવિચંદ્રન અશ્વિને મેદાન પર આવીને મુશ્કેલ સ્થિતીમાંથી ભારતને ધીરે ધીરે બહાર નિકાળતો ગયો અને ટીમ ઈન્ડિયા ને વિજયી લક્ષ્ય પાર કરાવી દીધુ હતુ. તેની આ રમત ભારત અને બાંગ્લાદેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વખણાઈ છે. ત્યાં વળી એક શ્રીલંકન ક્રિકેટ લેખકે કટાક્ષ કરતા જ અશ્વિન ભડક્યો હતો.

અશ્વિને આ પત્રકારને બરાબરનો જવાબ સોશિયલ મીડિયા પર જ આપ્યો હતો. શ્રીલંકન મૂળનો ક્રિકેટ રાઈટરે ટ્વીટ કરીને અશ્વિનને ચૂંટલી ખણવાનો પ્રયાસ કર્યો હતો. તો અશ્વિને પણ તેને બરાબરનો લઈ નાંખ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ક્રિકેટ રાઈટરને આપ્યો ઈંટનો જવાબ, પથ્થર વડે

ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ હતી અને વધુ 74 રન કરવાના બાકી હતા, ત્યારે અશ્વિન ક્રિઝ પર ટીમને જીત માટેનો માર્ગ બનાવવાની શરુઆત કરી હતી. તેણે 62 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન એક છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. અય્યરે પણ તેને સારો સાથ પુરાવતા 29 રનની ઈનીંગ રમી હતી. બંને વચ્ચે 71 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી. બંનેએ ટીમ ઈન્ડિયાને જીત અપાવીને જ રાહતનો શ્વાસ લીધો હતો. શ્રીલંકન ક્રિકેટ રાઈટરે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, “તમારે આ ટ્રોફી મોમિનુલ હકને આપવી જોઈતી હતી જેણે તમારો સરળ કેચ છોડ્યો હતો. જો તેણે આ કેચ પકડ્યો હોત તો ભારત 89 રન પર ઓલઆઉટ થઈ ગયું હોત.

આ ટ્વીટના જવાબમાં અશ્વિને પણ તેનો કચરો કરતા લખ્યું, “ઓહ નો. મને લાગ્યું કે મેં તમને બ્લોગ કર્યો છે. માફ કરશો, પરંતુ તે કોઈ બીજું હતું. તેનું નામ શું હતું, ડેનિયલ એલેક્ઝાન્ડર. હું વિચારી રહ્યો છું કે જો ભારત ક્રિકેટ ન રમતુ હોત તો તમે બંને શું કરતા હોત.

 

ટીમ ઈન્ડિયાને ઢાકામાં જીત માટે 145 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. પરંતુ શુભમન ગિલ, કેપ્ટન કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંત સહિતના ખેલાડીઓ સસ્તામાં પરત ફર્યા હતા. જેને લઈ ભારતીય ટીમ પર પરાજયનો ખતરો મંડરાયો હતો. આમ અશ્વિને મુશ્કેલીમાં માર્ગ નિકાળી જીત સુધી ટીમનો દોરી જવામાં સફળ રહ્યો. હતો.

 

Published On - 9:57 pm, Sun, 25 December 22

Next Article