IND vs BAN: વિરાટ કોહલીને અંપાયરના નિર્ણયથી ચડ્યો ગુસ્સો, મેદાન પર જ દેખાડ્યો પારો-Video
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખાસ દમ ઢાકા ટેસ્ટમાં દેખાડી શક્યો નથી. બેટથી બંને ઈનીંગમાં મળીને માત્ર 25 રનનુ યોગદાન આપ્યુ છે, તો ફિલ્ડીંગમાં પણ કેચ ડ્રોપ કર્યા હતા.
ભારતીયનો ટોપ ઓર્ડર ઢાકા ટેસ્ટ માં ફ્લોપ રહ્યો છે. 145 રનના આસાન લક્ષ્ય સામે પણ સારી રમત મહત્વના બેટ્સમેનો અપાવી શક્યા નહી. જેને લઈ ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ હતી. ખાસ કરીને વિરાટ કોહલી પણ ભારતની બીજી ઈનીંગમાં માત્ર એક જ રન નોંધાવીને પરત ફર્યો હતો. કંગાળ રમત દર્શાવનાર કોહલી જોકે ઢાકા ટેસ્ટમાં અવાર નવાર કોઈના કોઈ પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો હતો. હરીફ ટીમના ખેલાડીઓ જ નહીં પણ અંપાયર પણ તેના ગુસ્સાનો શિકાર થવાથી બાકાત રહ્યા નહોતા. હવે આ વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે.
બેટથી નિષ્ફળ કોહલી આ પહેલા કેચ ઝડપવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યો હતો. તેણે મહત્વના કેચ ડ્રોપ કર્યા હતા. કોહલીની તેના કંગાળ પ્રદર્શનને લઈ ઢાકા ટેસ્ટમાં ફેન્સના નિશાને રહ્યો હતો. તેના કેચ ડ્રોપ કરવાને લઈને ભારતી ટીમ સામે મુશ્કેલી વધી હતી.
અંપાયર સામે ગુસ્સાથી ઘૂરવા લાગ્યો
આમ પણ કોહલીની અવાર નવાર ગુસ્સાના મુડમાં અનેકવાર જોવા મળ્યો છે. તે અનેક વાર ગુસ્સાની આગ મેદાન પર નિકાળતો હોય છે. પોતાનો ગુસ્સો કેટલીક વાર શબ્દોથી નિકાળે છે, તો ઘણી વાર તેના ચહેરાથી કોઈક વાર આંખોથી આગ વરસાવતો જોવા મળતો હોય છે. બાંગ્લાદેશ સામેની ઢાકા ટેસ્ટમાં આવી જ રીતે તેની આંખોમાં ગુસ્સો ભરેલો જોવા મળ્યો હતો. આ વખતે આ ગુસ્સો અંપાયર પર હતો.
ઘટના ભારતીય ટીમની બેટિંગની 17મી ઓવરની હતી. જે વખતે અંપાયરે તેને આઉટ જાહેર કર્યો હતો, કોહલીએ અંપાયરના નિર્ણયને માટે રિવ્યૂ લીધો હતો. જેમાં રિવ્યૂમાં જણાયો કે કોહલી આઉટ નથી. કારણ કે બોલ પેડને વાગ્યો તે અગાઉ બેટને વાગ્યો હતો. આમ અંપાયરનો નિર્ણય ખોટો રહ્યો હતો અને રિવ્યૂ બાદ કોહલીને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. અંપાયરે નિર્ણય બદલવાનો સંકેટ આપતા જ વિરાટ કોહલીની આંખો ગુસ્સાથી ભરેલી જોવા મળી હતી. અંપાયર સામે તેણે આવી આંખોથી ગુસ્સો ઠાલવતો હોય એમ રિપ્લેમાં જોવા મલ્યુ હતુ. કોહલી અંપાયરને ગુસ્સાથી ઘૂરતો જ રહ્યો હતો. જે વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.
Attitude https://t.co/WuqOtbSbIp pic.twitter.com/BzfxsCPxzd
— Adnan Ansari (@AdnanAn71861809) December 24, 2022
છતાંય ફાયદો ના ઉઠાવી શક્યો
આ પછી પણ કોહલી લાંબો સમય ટકી શક્યો નહીં. 20મી ઓવરમાં તેને મેહદી હસન મિરાજના બોલ પર પરત ફરવું પડ્યું હતું. કોહલી માત્ર એક રન જ બનાવી શક્યો હતો. તે જ સમયે, પ્રથમ દાવમાં તેના બેટમાંથી માત્ર 24 રન જ નીકળ્યા હતા. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તેનું બેટ કામ નહોતું કર્યું. પ્રથમ દાવમાં તેણે બીજી ઇનિંગમાં એક અણનમ 19 રન બનાવ્યા હતા.