IND vs BAN 2nd Test: બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી, જયદેવ ઉનડકટને મળ્યો મોકો જુઓ Playing XI

|

Dec 22, 2022 | 8:55 AM

India Vs Bangladesh 2nd Test Playing XI: ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી જયદેવ ઉનડકટને ટીમ ઈન્ડિયાની અંતિમ ઈલેવનમાં સ્થાન અપાયુ છે.

IND vs BAN 2nd Test: બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી, જયદેવ ઉનડકટને મળ્યો મોકો જુઓ Playing XI
ભારત પ્રથમ બોલીંગ કરશે

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ભારતે ટીમની અંતિમ ઈલેવન જાહેર કરતા અગાઉની ટેસ્ટની ટીમમાં એક ફેરફાર કર્યો છે.  સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી જયદેવ ઉનડકટને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છેે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને લઈ સિરીઝમાં 1-0 થી લીડ મેળવી છે. ભારતીય ટીમ હવે ઢાકામાં આજે ગુરુવારથી શરુ થઈ રહેલી ટેસ્ટ મેચને જીતી લઈ 2-0 થી શ્રેણી જીતવા માટે પુરો દમ લગાવી દેશે.

કેએલ રાહુલ બીજી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાની આગેવાની કરી રહ્યો છે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્મા ઈજામાંથી સંપૂર્ણ સાજો થઈ પરત ફરી શક્યો નથી. જ્યારે કેએલ રાહુલને પણ પ્રેકટિશ સેશન દરમિયાન ઈજા પહોંચી હતી. જોકે તેની ઈજા ગંભીર નહીં હોવાનુ ટીમના બેટિંગ કોચે સ્પષ્ટ કર્યુ હતુ. આસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટોપ ટુ નુ સ્થાન જાળવી રાખવા માટે ઢાકા ટેસ્ટ ભારત માટે મહત્વની છે. ઢાકામાં જીત સાથે જ ભારતને ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પહેલા બેટિંગ ઈચ્છતા હતા-રાહુલ

ટોસ સમયે કેએલ રાહુલે કહ્યું, ‘અમે પણ પહેલા બેટિંગ કરવા માંગતા હતા. પીચ પર થોડું ઘાસ છે અને સામાન્ય રીતે આવી પીચ પર બેટિંગ કરવી સરળ નથી. અમારે સારી રમત બતાવવી પડશે. પ્રથમ દાવમાં અમારે ઝડપથી વિકેટ લેવાની છે.

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, ‘આ પીચ પર પહેલા બેટિંગ કરવી મુશ્કેલ હશે પરંતુ જો અમે પહેલા બે કલાક કાઢી લઈશું તો કદાચ અમને ફાયદો થશે.’

કુલદીપ યાદવ બહાર, ઉનડકટને મળ્યો મોકો

ફરી એકવાર કુલદીપ યાદવને બહાર બેસવાનો વારો આવ્યો છે. ઢાકા ટેસ્ટમાં કુલદીપને સ્થાને સૌરાષ્ટ્રના સ્ટાર ખેલાડી જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતે એક વધારે ઝડપી બોલરનો સમાવેશ કર્યો છે. આમ જયદેવને તેનો મોકો મળ્યો છે. ઉનડકટને 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં રમવાનો મોકો મળ્યો છે. લાંબા સમયથી તે વ્હાઈટ યૂનિફોર્મ પહેરી રેડ બોલ રમવા માટે રાહ જોઈ રહ્યો હતો.

 

 

ભારત અને બાંગ્લાદેશની ટીમો

ભારતઃ કેએલ રાહુલ (કેપ્ટન) શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

બાંગ્લાદેશઃ ઝાકીર હસન, નઝમુલ હુસેન શાંતો, મોમિનુલ હક, મુશ્ફિકુર રહીમ, લિટ્ટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), નુરુલ હસન, મહેંદી હસન મિરાજ, તૈઝુલ ઈસ્લામ, ખાલીદ અહમદ, તસ્કીન અહમદ

Published On - 8:44 am, Thu, 22 December 22

Next Article