ધવને હાથથી નહીં પણ પગથી પકડ્યો કેચ, વોશિંગ્ટન કેચ જોવા જમીન પર સુઈ ગયો, જુઓ વીડિયો

|

Dec 07, 2022 | 3:48 PM

વોશિંગ્ટન અને ધવન (Shikhar Dhawan)ની જુગલબંધી બાંગ્લાદેશ પર ભારે પડતી જોવા મળી હતી. બંનેએ સાથે મળીને સાકિબ અને રહીમને આઉટ કરવાનું કામ કર્યું.

ધવને હાથથી નહીં પણ પગથી પકડ્યો કેચ, વોશિંગ્ટન કેચ જોવા જમીન પર સુઈ ગયો, જુઓ વીડિયો
ધવને હાથથી નહીં પણ પગથી પકડ્યો કેચ
Image Credit source: Twitter

Follow us on

ક્રિકેટમાં તમે અત્યારસુધી અનેક મેચ જોઈ હશે. તે મેચમાં અમુક શાનદાર કેચ પણ જોયા હશે. જેમાં કેટલાક પરેશાન કરી દેનાર કેચ પણ હશે, પરંતુ શિખર ધવને જે કેચ પકડ્યો છે તે અનોખો કેચ હતો. તેણે આ કેચ હાથથી નહિ પરંતુ પગથી પકડ્યો હતો. તમે વિચારતા હશો કે, કોઈ ખેલાડી પગથી પણ કેચ પકડતો હશે. પરંતુ શિખર ધવનની આ સ્ટાઈલ એકદમ હટકે હતી. ક્રિકેટની ફિલ્ડ પર હોય છે ત્યારે તે અવનવું કારનામું કરતો જોવા મળે છે. મીરપુરમાં રમાયેલી બીજી વન ડેમાં શાકિબ અલ હસન કેચ પકડ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

17મી ઓવરમાં ધવને પકડ્યો અજીબો ગરીબ કેચ

મીરપુરમાં રમાય રહેલી બીજી વનડેમાં બાંગ્લાદેશની ઈનિગ્સની 17મી ઓવર ચાલી રહી હતી. ભારત તરફથી આ ઓવર સ્પિનર વોશિગ્ટન સુંદર ફેંકી રહ્યો હતો. તેમની ઓવરના છેલ્લા બોલ પર શાકિબ અલ હસને બોલને હવામાં થ્રો કર્યો, અને તે બોલ કેચ કરવા માટે ધવન અને સિરાજ બંન્ને આગળ આવ્યા. ચાહકોને લાગી રહ્યું હતુ કે, બંન્ને આમને-સામને ટકરાશે પરંતુ આવું થયું નહિ.

 

 

કેચ પકડવા માટે શિખર ધવન બોલની નીચે આવ્યો પરંતુ બોલ તેના હાથમાં નહિ પરંતુ તેના પગમાં આવતા જ ફસાઈ ગયો હતો. અને આ કેચ નીચે ગયો નહિ પરંતુ ખેલાડીએ ઝડપી લેવામાં સફળ રહ્યો હતો. આ કેચને જોવા માટે બોલર વોશિગ્ટન સુંદર જમીન પર સુઈ ગયો હતો. કારણ કે, તેને લાગતું હતુ કે , ધવન અને સિરાસ આમને-સામને ટકરાશે. પરંતુ આવું થયું નહિ અને ચાહકો ઉત્સાહમાં આવી ગયા.

શાકિબ બાદ રહીમે કેચ પકડ્યો

શાકિબની વિકેટ લીધા બાદ વોશિગ્ટન સુંદર પોતાની આગામી ઓવરમાં રહીમની વિકેટ લીધી. બાંગ્લાદેશની ઈનિગ્સ 19મી ઓવરમાં ફરી એક વખત શિખરે કેચ ઝડપી લીધો હતો.

ઢાકામાં રમાઈ રહેલી બીજી વનડેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા સતત બીજી વનડેમાં ટોસ હારી ગયો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પ્રથમ વનડેમાં એક વિકેટથી હારી ગઈ હતી.

 

Next Article