કારમી હાર બાદ ખેલાડીઓ પર બગડયો રોહિત શર્મા, કહ્યું – ખબર નહીં કેવી રીતે થશે સુધારો

|

Dec 04, 2022 | 10:08 PM

બાંગ્લાદેશ સામે અંતના સમયમાં ભારતને જીત માટે માત્ર 1 વિકેટની જરુર હતી પણ બાંગ્લાદેશ બોલર મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે ભારત પાસેથી સરળ જીત છીનવાઈ ગઈ હતી. હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એ પોતાની ટીમ પર ગુસ્સો કાઢયો હતો.

કારમી હાર બાદ ખેલાડીઓ પર બગડયો રોહિત શર્મા, કહ્યું - ખબર નહીં કેવી રીતે થશે સુધારો
Rohit sharma lashes out on indian team player
Image Credit source: Twitter

Follow us on

આજથી બાંગ્લાદેશની સામે શરુ થયેલી 3 વન ડે મેચોની સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમની શરુઆત ખરાબ રહી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ જેવી નીચા ક્રમાંકની ટીમ સામે વન ડે સીરીઝમાં વિજયી શરુઆત કરી શકી નહીં. બાંગ્લાદેશ સામેની પ્રથમ વન ડેમાં ભારતીય ટીમને 1 વિકટથી હારનો સામનો કરવો પડયો છે. ભારતીય ટીમે પહેલી બેંટિગ કરીને 186 રન બનાવ્યા હતા. ત્રણ મુખ્ય બેટ્સમેનો 50 રન પહેલા જ આઉટ થઈ ગયા હતા. અંતે આખી ટીમ 41મી ઓવરમાં ઓલ આઉટ થઈને પવેલિયનમાં ભેગી થઈ હતી. ટીમની ફિલ્ડિંગ અને બોલિંગને કારણે ભારતીય ટીમ વાપસી કરતી જોવા મળી પણ અંતે બાંગ્લાદેશના પૂંછડિયા બેટ્સમેનોની બેટિંગને કારણે ભારતને કારમી હાર મળી હતી.

બાંગ્લાદેશ સામે અંતના સમયમાં ભારતને જીત માટે માત્ર 1 વિકેટની જરુર હતી પણ બાંગ્લાદેશ બોલર મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે ભારત પાસેથી સરળ જીત છીનવાઈ ગઈ હતી. હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એ પોતાની ટીમ પર ગુસ્સો કાઢયો હતો.

બેટિંગ સારી ન રહી – રોહિત શર્મા

ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમે પોતાની 9 વિકેટ 136 રનના સ્કોર પર જ ખોઈ દીધી હતી પણ અંતે મેહેદી હસન મિરાજ અને મુસ્તાફિજુર રહમાનની પાર્ટનરશિપને કારણે ભારતની ટીમને હારનો સામનો કરવો પડયો હતો. રોહિત શર્મા એ મેચ બાદ કહ્યું કે બેટ્સમેનો એ સારી બેંટિગ નથી કરી. આ ખુબ રસાકસી વાળી મેચ હતી. અમે વાપસી કરવાનો પ્રયત્ન કર્યો. 186નો સ્કોર સારો ન હતો પણ અમે સારી બોલિંગ કરી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજની પ્રથમ વન ડેમાં વરસાદની કોઈ સંભાવના ન હતી પણ ભારતીય બેટ્સમેનો રનનો વરસાદ કરે તેવી આશા સૌને હતી. આ આશા પર ભારતીય બેટ્સમેનો ખરા ઉતરી શક્યા નહીં. ફેન્સને આશા કહી કે વિરાટ કોહલી જેવા બેટ્સમેન વન ડેમાં ટી20 જેવો દેખાવ કરશે પણ ભારતીય ટીમને પહેલા ત્રણ બેટ્સમેન 50 રનની અંદર આઉટ થઈ ગયા હતા. માત્ર કે એલ રાહુલના હાફ સેન્ચુરીને કારણે ભારતીય ટીમ સન્માન જનક સ્કોર બનાવી શકી હતી. બાંગ્લાદેશ હવે 3 મેચોની વન ડે સીરીઝમાં 1-0થી આગળ છે.

ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન – કે એલ રાહુલના 70 બોલમાં 73 રન, રોહિત શર્માના 31 બોલમાં 27 રન અને શ્રેયસના 39 બોલમાં 24 રન

ભારતીય બોલરોનું પ્રદર્શન – સિરાજની 10 ઓવરમાં 3 વિકેટ, સુંદરની 5 ઓવરમાં 2 વિકેટ અને કુલદિપ સેનની 5 ઓવરમાં 2 વિકેટ

Next Article