IND vs AUS: બ્રિસબેનમાં થશે 2 ખેલાડીઓનુ ‘ઓડિશન’, દૂર થશે ભારતીય ટીમનુ ટેન્શન?

India vs Australia T20 World Cup 2022: ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ પહેલા બે વોર્મ-અપ મેચ રમવાની છે અને તેના દ્વારા ટીમ પોતાને તૈયાર કરવા માંગશે.

IND vs AUS: બ્રિસબેનમાં થશે 2 ખેલાડીઓનુ 'ઓડિશન', દૂર થશે ભારતીય ટીમનુ ટેન્શન?
સોમવારે ભારતીય ટીમ પ્રથમ વોર્મ મેચ રમશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 9:29 PM

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટકરાશે. જો કે આ મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે, પરંતુ હજુ તૈયારીઓ કરવાની બાકી છે. માત્ર આ મેચ માટે જ નહીં, પરંતુ બાકીની ટુર્નામેન્ટ માટે પણ. જો કે ભારતીય ટીમ (Indian Cricket Team) છેલ્લા 10 દિવસથી ઓસ્ટ્રેલિયામાં છે અને તૈયારી કરી રહી છે, પરંતુ ખરી પ્રેક્ટિસ હવે શરૂ થશે. રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પોતાની કસોટી કરવા માટે તૈયાર છે અને આ માટે તેનો સામનો યજમાન અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે.

જો કે T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબર રવિવારના રોજ પ્રથમ રાઉન્ડની મેચો સાથે શરૂ થયો છે, પરંતુ ભારત-ઓસ્ટ્રેલિયા જેવી ટીમો 22 ઓક્ટોબરથી સુપર-12 રાઉન્ડમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. જો કે આ પહેલા દરેકને વોર્મ-અપ મેચો દ્વારા પોતાની જાતને તૈયાર કરવાની તક મળી રહી છે અને ટીમ ઈન્ડિયા પાસે પણ આ તક છે, જેમાં તેનો મુકાબલો સોમવારે 17 ઓક્ટોબરે બ્રિસ્બેનના ગાબા મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે થશે.

રોહિત-વિરાટ પર નજર

ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે વોર્મ-અપ મેચ રમી હોવા છતાં તે ટીમની ગુણવત્તા અને વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ગુણવત્તામાં દેખીતી રીતે જ મોટો તફાવત છે. જો કે, તે મેચોમાં પણ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા અને તેમના માટે 23 ઓક્ટોબર પહેલા પોતાની ગતિ પાછી મેળવવાની આ શ્રેષ્ઠ તક છે.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા બે વખત ખાતું પણ ખોલી શક્યો નહોતો. આ સાથે જ તે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં પણ ખાસ કંઈ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન પોતે પણ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, વિરાટ કોહલી બંને પ્રેક્ટિસ મેચમાં રમ્યો ન હતો અને આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિનો અનુભવ હોવા છતાં તે આ વોર્મ-અપ મેચોમાંથી ઝડપ મેળવવાનો આગ્રહ રાખશે.

શમી તેની લય શોધી લેશે

ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી આ પ્રેક્ટિસ મેચો બે ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં સૌથી પહેલું નામ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું છે. જસપ્રીત બુમરાહના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરાયેલા અનુભવી ઝડપી બોલર શમી પર સૌથી વધુ નજર અને જવાબદારી છે. આવી સ્થિતિમાં શમીને પોતાને તૈયાર કરવા માટે આનાથી સારી તક મળી શકે તેમ નથી.

તેણે છેલ્લા એક વર્ષથી ભારત માટે એકપણ T20 મેચ રમી નથી. તેમજ છેલ્લા ત્રણ મહિનાથી કોઈપણ ફોર્મેટમાં મેચ રમાઈ નથી. ઉપરાંત, કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી, મેચ પ્રેક્ટિસ કરવાની અને ગતિ મેળવવાની શ્રેષ્ઠ તક છે.

શું ગાબામાં પંતનું નસીબ ફરી પલટશે?

શમી સિવાય અન્ય એક ખેલાડી છે જેના માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે અને તે છે ઋષભ પંત. દોઢ વર્ષ પહેલા પંતે ગાબાના મેદાન પર યાદગાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું અને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. હવે T20 ટીમમાં તેનું સ્થાન જોખમમાં છે અને આવી સ્થિતિમાં તે ફરીથી ગાબા મેદાન પર છે અને અહીં પંત તેની યોગ્યતા સાબિત કરવા માંગશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">