મોહમ્મદ શમી બાદ વધુ એક ભારતીય બોલર આઉટ, જાણો કોણ છે આ ખેલાડી

|

Sep 18, 2022 | 1:44 PM

મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની T20 સીરીઝમાંથી બહાર થયાને 24 કલાક પણ થયા નથી, આ દરમિયાન એક ફાસ્ટ બોલર ઈન્ડિયા A ટીમમાંથી બહાર હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

મોહમ્મદ શમી બાદ વધુ એક ભારતીય બોલર આઉટ, જાણો કોણ છે આ ખેલાડી
મોહમ્મદ શમી બાદ વધુ એક ભારતીય બોલર આઉટ, જાણો કોણ છે આ ખેલાડી
Image Credit source: Twitter

Follow us on

Ind Vs Aus : ભારતીય બોલરો પર સતત મુસીબત મંડરાઈ રહી છે. હવે એક બાદ એક બોલરો કોઈના કોઈ કારણોસર ટીમનો સાથ છોડી રહ્યા છે. મોહમ્મદ શમી (Shami) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની ટી20 સીરિઝ (T20 series)થી બહાર થયો છે. હજુ 24 કલાક પણ થયા નથી આ દરમિયાન ભારતીય A ટીમમાંથી એક ફાસ્ટ બોલર બહાર થવાના સમાચાર સામે આવ્યા છે. A ટીમમાંથી બહાર થનાર બોલરનું નામ નવદીપ સૈની (Navdeep Saini) છે.

નવદીપ સૈની થયો ઈજાગ્રસ્ત

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ નવદીપ સૌનીને groin injury થઈ છે. આ ઈજા તેને દલીપ ટ્રોફીમાં સાઉથ જોન અને નોર્થ જોન વચ્ચે રમાયેલ મેચ દરમિયાન થઈ હતી. આ બાદ તે દલીપ ટ્રોફીમાંથી તો બહાર થયો સાથે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ઈન્ડિયા એ સીરિઝમાંથી બહાર થયો છે.

સૈની NCA જશે

બીસીસીઆઈએ જાણકારી આપતા કહ્યું કે, ઈજામાંથી સ્વસ્થ થવા માટે સૌની હવે એનસીએમાં જશે. આ સિવાય બોર્ડ તરફથી નવદીપ સૈનીના સ્થાને ઈન્ડિયા એ ટીમમાં ઋષિ ધવનને સામેલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં શમીના સ્થાને ઉમેશ

નવદીપ સૈની ઈજાગ્રસ્ત હોવાને કારણે ભારતની સીનિયર ટીમમાંથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા. શમી કોરોના સંક્રમિત થયા બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરિઝમાંથી બહાર થવું પડ્યું હતુ. બીસીસીઆઈએ આ વાતની પુષ્ટિ કરી કે, તેના સ્થાને ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યો છે.

છેલ્લે 2019માં ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચ રમી

શમીની જગ્યા ભરવા માટે અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ યાદવને આ સીરીઝ માટે બોલાવવામાં આવી રહ્યો છે. ઉમેશે છેલ્લે 2019માં ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચ રમી હતી. તેણે આ વર્ષે આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે વિકેટ પણ લીધી હતી.  ઇંગ્લેન્ડમાં રોયલ લંડન વન ડે કપમાં તેણે 7 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની T20 સીરિઝ રમાવાની છે, જે 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. બીજી મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે.

Next Article