IND vs AUS: નાગપુરમાં શુભમન ગિલને લઈ લાગ્યા ‘પિંક’ હોર્ડિંગ્સ, ઉમેશ યાદવે લીધી મજા

|

Feb 04, 2023 | 4:29 PM

શુભમન ગિલ આજ કાલ બેટ થી ખૂબ ધમાલ મચાવી રહ્યો છે. અડધી અને પૂરી જ નહીં હવે તો બેવડી સદીથી પણ ધમાલ મચાવી ચુક્યો છે. આ સાથે જ તે હવે ચારેબાજુ છવાઈ ગયો છે.

IND vs AUS: નાગપુરમાં શુભમન ગિલને લઈ લાગ્યા પિંક હોર્ડિંગ્સ, ઉમેશ યાદવે લીધી મજા
Shubman Gill Tinder girl poster in Nagpur

Follow us on

વ્હાઈટ બોલ ક્રિકેટ માં શુભમન ગિલ ધમાલ મચાવી રહ્યો છે. તેના બેટથી અડધી સદી, સદી અને બેવડી સદી જોવા મળી રહી છે. અમદાવાદમાં તેણે લગાવેલી જબરદસ્ત સદી બાદ એક તસ્વીર વાયરલ થઈ હતી. જેમાં એક યુવતીએ ડેટિંગ એપ ટિન્ડર ને અપિલ કરતી ગિલ સાથે મેચ કરાવવાની વાત લખી હતી. હવે આ અપિલ બાદ નાગુપરમાં ટેસ્ટ મેચ પહેલા અનેક સ્થળો પર શુભમન ગિલને લઈ હોર્ડિંગ્સ લાગ્યા છે. વિશાળ હોર્ડિંગ્સમાં લખવામાં આવ્યુ છે, ગિલ અહીં તો જરા જુઓ.

હાલમાં ભારતીય ટીમ નાગપુરમાં છે. અહીં અભ્યાસ કેમ્પ કરી રહી છે. આગામી સપ્તાહે શરુ થનાર ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. આમ સિરીઝ પહેલા ભારતીય ટીમ તૈયારીઓ કરી રહ્યુ છે. શુભમન ગિલ પણ તૈયારીઓ કરી રહ્યો છે અને તે પણ નેટ્સમાં ખૂબ પરસેવો વહાવી રહ્યો છે. આ દરમિયાન તેની ચર્ચા પુરા નાગપુર શહેરમાં થવા લાગી છે, તેના નામના પોસ્ટર નાગપુર શહેરમાં લાગ્યા છે અને તેમાં લખેલી વાતને લઈ અલગ જ માહોલ બન્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ઝડપી બોલરે તસ્વીરો શેર કરી મજા લીધી

પિંક હોર્ડિંગ્સ શહેર ભરમાં તો લાગ્યા હતા, પરંતુ તેની મજા લેવાનુ ક્રિકેટર પણ ચૂક્યા નહોતા. ઝડપી બોલર ઉમેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોર્ડિંગ્સની તસ્વીરો શેર કરી હતી. ઉમેશે શુભમન ગિલને ટેગ કરતા લખ્યુ હતુ કે, આખુ નાગપુર બોલી રહ્યુ છે, શુભમન ગિલ હવે તો જોઈ લે.

 

 

ઉમેશે એટલે મજા લઈ લીધી કે, નાગપુર એ તેનુ શહેર છે અને પોતાના શહેરમાં ક્રિકેટ ફિવર જામ્યો હોય તો પછી મજા તો લેવી જ પડે. જોકે આખોય મામલો માર્કેટિંગ માટે કરવામાં આવ્યો હોય એવી પણ સંભાવનાઓ વધારે જોવાઈ રહી છે.

પોસ્ટરે બનાવ્યો અલગ માહોલ

અમદાવાદમાં સદી સાથે જ એક પોસ્ટર ગર્લ ખૂબ ચર્ચામાં રહી હતી. એક યુવતીએ એ હાથમાં પોસ્ટર રાખ્યુ હતુ અને જેમાં ટિન્ડર શુભમન સાથે મેચ કરાવી દેવાનુ લખ્યુ હતુ. જે તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. હવે આ જ તસ્વીર સાથેના હોર્ડિંગ્સ નાગપુરમાં લાગ્યા છે. નાગપુરમાં અનેક સ્થળો પર રસ્તા પર સરળતાથી જોઈ શકાય એવી રીતે પિંક હોર્ડિંગ્સ લાગ્યા છે. દુકાનો અને થાંભલાઓ પર પણ આવા હોર્ડિંગ્સ લાગેલા જોવા મળી રહ્યા છે.

 

આ પિંક હોર્ડિંસ ડેટિંગ એપ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, શુભમન અહિં તો જરા જુઓ. સાથે જ એક યુવતીને તસ્વીર લગાવેલી જોવા મળે છે. જેના હાથમાં પોસ્ટર છે. આ એ જ તસ્વીર છે, જે અમદાવાદની મેચ દરમિયાન ખૂબ વાયરલ થઈ હતી.

 

Published On - 4:26 pm, Sat, 4 February 23

Next Article