IND vs AUS: રોહિત શર્મા માટે હવે થશે અસલી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બનશે અગ્નિપરીક્ષા

|

Feb 06, 2023 | 11:32 AM

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે જાન્યુઆરીમાં વનડે સિરીઝમાં શાનદાર જીત મેળવી હતી. પહેલા શ્રીલંકા અને બાદમાં ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ કરીને સળંગ 6 મેચ ભારતે જીતી છે. હવે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં આવુ પ્રદર્શન જાળવવુ જરુરી છે.

IND vs AUS: રોહિત શર્મા માટે હવે થશે અસલી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બનશે અગ્નિપરીક્ષા
Rohit Sharma ની થશે કસોટી

Follow us on

જાન્યુઆરી મહિનામાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન વ્હાઈટ બોલ ક્રિકેટમાં કર્યુ હતુ. ખાસ કરીને વનડે સિરીઝમાં તો ધમાલ મચાવી દીધી હતી. ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાનીમાં સળંગ 6 વનડે મેચ જીતી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા બંને ટીમોને ક્લીન સ્વીપ કરીને શ્રેણી વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ વ્હાઈટ બોલ ક્રિકેટમાં તો શાનદાર પ્રદર્શન કેપ્ટનની ભૂમિકામાં કર્યુ છે, પરંતુ હવે અસલી ટેસ્ટ તેનો 9 ફેબ્રુઆરીથી શરુ થનારો છે. રોહિત શર્મા માટે આ અગ્નિપરીક્ષાથી ઓછુ નહીં હોય.

રોહિત શર્મા માટે આ દોઢ મહિનો જબરદસ્ત પ્રેશર રહેશે. ભારત માટે ઓસ્ટ્રલિયા સામે જીત મેળવીને આઈસીસી વિશ્વટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાનો મોકો છે. સિરીઝ પર જેને લઈ દુનિયાભરની નજર છે. દુનિયાની મજબૂત ટીમો એક બીજાની સામે ટકરાઈ રહી છે. રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે. જેમાં સૌથી મુશ્કેલ તબક્કો આ દોઢ મહિનાનો રહેવાનો છે.

રોહિત શર્માએ માત્ર 2 ટેસ્ટમાં જ સંભાળ્યુ છે સુકાન

ટીમ ઈન્ડિયાના નિયમીત કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધીમાં માત્ર 2 ટેસ્ટ મેચોમાં જ સુકાન સંભાળ્યુ છે. ગત ડીસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પ્રવાસમાં 2 ટેસ્ટ મેચની સિરીઝમાંથી ઈજાને લઈ બહાર રહ્યો હતો. અંતિમ 5 માંથી 3 ટેસ્ટ મેચોમાંથી રોહિત શર્મા રમી શક્યો નહોતો. જોકે આ બંને ટેસ્ટ મેચ જીતીને ભારતે સિરીઝ 2-0 થી વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ વન ડે સિરીઝમાં ભારતે ઘર આંગણે જીત મેળવી હતી હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ઈજા અને અન્યકારણો સર અનેક વાર ગેરહાજર રહ્યો છે. આવી સ્થિતીમાં તેના માટે રેડ બોલ ક્રિકેટમાં જીત મેળવવા માટે પોતાનો સાબિત કરવો પડશે. ટેસ્ટમાં તેણે અંતિમ વાર શાનદાર પ્રદર્શન વર્ષ 2021માં ઓવલ ટેસ્ટ દરમિયાન કર્યુ હતુ. તેણે ઓવલ ટેસ્ટમાં રોહિતે 157 રનની ઈનીંગ રમીને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ભારતે આ સિરીઝ 2-1 થી જીતી હતી. બાદમાં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘર આંગણે ભારતે હરાવ્યુ હતુ.

ટેસ્ટમાં બેસ્ટ આપવું પડશે

પરંતુ આ વખતે રોહિત તૈયાર છે. ઘરમાં પણ સ્પર્ધા છે એટલે કામ થોડું સરળ છે. પરંતુ હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા નબળી નથી. આવી સ્થિતિમાં રોહિત માટે કેપ્ટનશિપની આ પહેલી મોટી કસોટી આસાન નહીં હોય. શ્રીલંકા સામે તેણે સુકાની તરીકેની બે ટેસ્ટમાં 90 રન બનાવ્યા હતા. પરંતુ ભારતે તે બંને ટેસ્ટ મોટા માર્જિનથી જીતી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે રોહિત શર્મા પોતાની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે આવો જ મોટો વિજય નોંધાવશે.

 

Published On - 11:30 am, Mon, 6 February 23

Next Article