IND vs AUS: રોહિત શર્માએ છગ્ગાઓ સાથે લગાવી વિક્રમની વણઝાર, ભારતીય ટીમે પણ રચ્યો ઈતિહાસ

|

Sep 24, 2022 | 8:58 AM

રોહિત શર્મા (Rohit Sharma) એ ઓસ્ટ્રેલિયા સામે નાગપુર T20 મેચમાં માત્ર 20 બોલમાં અણનમ 46 રન ફટકારીને ટીમ ઈન્ડિયા (Team India) ને 6 વિકેટથી જીત અપાવી હતી.

IND vs AUS: રોહિત શર્માએ છગ્ગાઓ સાથે લગાવી વિક્રમની વણઝાર, ભારતીય ટીમે પણ રચ્યો ઈતિહાસ
Rohit Sharma એ તોફાની ઈનીંગ રમી જીત અપાવી

Follow us on

જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) ને જીતના માર્ગે પરત ફરવાની સૌથી વધુ જરૂર હતી ત્યારે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પોતે જ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીની ખરાબ શરૂઆત બાદ ભારતીય ટીમે (Indian Cricket Team) બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. નાગપુરમાં ભીનું મેદાન હોવાને કારણે મોડી શરૂ થયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્મા એ 46 રન ફટકારીને ભારતને 8-8 ઓવરની આ મેચમાં 6 વિકેટથી જીત અપાવી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં રોહિત શર્મા ઉપરાંત ડાબોડી સ્પિનર ​​અક્ષર પટેલે પણ ખાસ ભૂમિકા ભજવી હતી અને માત્ર 13 રન આપીને 2 મોટી વિકેટ લીધી હતી. તે જ સમયે જસપ્રીત બુમરાહ પણ આ મેચમાંથી પરત ફર્યો હતો અને તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને જબરદસ્ત યોર્કર પર બોલ્ડ કર્યો હતો.

રોહિતની ઇનિંગની મોટી વાતો

  1. રોહિત શર્માએ 20 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં તેણે 4 સિક્સર ફટકારી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ (172)ને પાછળ છોડી દીધો.
  2. આ 4 સિક્સર સિવાય રોહિતે 4 ફોર પણ ફટકારી હતી. એટલે કે કુલ 8 બાઉન્ડ્રી. આ રીતે રોહિત T20 ઈન્ટરનેશનલમાં 500થી વધુ બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની પાસે 504 બાઉન્ડ્રી છે, જ્યારે બીજા નંબર પર માર્ટિન ગુપ્ટિલ 478 પર છે.
  3. રોહિત શર્માને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. કેપ્ટન તરીકે આ પાંચમી વખત હતો. તેના સિવાય અન્ય તમામ ભારતીય કેપ્ટન માત્ર 4 વખત શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર થયા હતા (વિરાટ કોહલી 3, સુરેશ રૈના 1).
  4. આ સિવાય રોહિત શર્માની ટી20 ઈન્ટરનેશનલ કરિયરનો આ 12મો પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર છે અને આ મામલામાં તે માત્ર વિરાટ કોહલી અને મોહમ્મદ નબી (બંને 13 વખત) થી પાછળ છે.
  5. રોહિત શર્માના કેપ્ટન તરીકે 1351 રન છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 154.93 છે. T20 ઈન્ટરનેશનલમાં એક હજારથી વધુ રન બનાવનારા કેપ્ટનોમાં માત્ર રોહિતનો સ્ટ્રાઈક રેટ 150 થી વધુ છે.
  6. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો આ મેચમાં જીત સાથે ભારતે આ વર્ષે 20 T20 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત આ સફળતા મેળવી છે. ભારત સિવાય માત્ર પાકિસ્તાને (2021 માં) આ કારનામું કર્યું છે.
  7. બીજી મેચ વિરાટ કોહલી માટે સારી રહી ન હતી અને તે માત્ર 11 રન બનાવી શક્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ બોલ્ડ કર્યો હતો. વનડે અને ટી20માં આ 8મી વખત છે જ્યારે કોહલી ઝમ્પાનો શિકાર બન્યો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Published On - 8:24 am, Sat, 24 September 22

Next Article