IND vs AUS: ધોની અને કોહલીની ટ્રોફી ઉઠાવવાની પરંપરાને રોહિત શર્માએ બદલી નાંખી, હાર્દિક પંડ્યાએ આપ્યો સાથ-Video

|

Sep 26, 2022 | 10:58 AM

ભારતે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામે ટી20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ પછી કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટીમના સૌથી અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકને ટ્રોફી સોંપી.

IND vs AUS: ધોની અને કોહલીની ટ્રોફી ઉઠાવવાની પરંપરાને રોહિત શર્માએ બદલી નાંખી, હાર્દિક પંડ્યાએ આપ્યો સાથ-Video
Dinesh Karthik એ ઉંચકી હતી ટ્રોફી

Follow us on

ભારતે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ એમએસ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલીના નિયમોમાં પણ થોડો ફેરફાર કર્યો છે. હાર્દિક પંડ્યાએ પણ તેને નિયમો બદલવામાં સાથ આપ્યો હતો. ધોનીની કેપ્ટન્સીમાં ટીમમાં એક પરંપરા શરૂ થઈ હતી, જેમાં યુવા ખેલાડીને વિજયની ટ્રોફી આપવામાં આવતી હતી. વિરાટ કોહલીએ પણ આ પરંપરા ચાલુ રાખી હતી, પરંતુ રોહિતે આ નિયમ બદલી નાખ્યો અને તેણે ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 મેચની શ્રેણી જીત્યા બાદ ટ્રોફી દિનેશ કાર્તિકના હાથમાં સોંપી દીધી, જે લાંબા સમયની રાહ બાદ આ વર્ષે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.

દિનેશ કાર્તિક ટીમનો સૌથી અનુભવી ખેલાડી

કાર્તિક ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે, તેણે 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે 2019 થી ટીમની બહાર હતો. આ પછી, તે IPL 2022 માં જોરદાર પ્રદર્શન સાથે જૂનમાં ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો અને ત્યારથી તે ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો. દિનેશ કાર્તિકને હવે ઋષભ પંત કરતાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચમાં તે માત્ર 17 રન જ બનાવી શક્યો હતો, પરંતુ છેલ્લી ઓવરોમાં તેના બેટમાંથી કેટલાક જોરદાર શોટ ભારતને જીતની ઉંબરે લઈ જવા માટે પૂરતા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

શરમાતા શરમાતા કાર્તિકે ટ્રોફી ઉપાડી

દિનેશ કાર્તિકની વાપસી અને ટીમમાં સૌથી અનુભવી હોવાને કારણે રોહિતે તેને ટ્રોફી સોંપી. જોકે ટ્રોફી હાથમાં લેતી વખતે કાર્તિક થોડો શરમાયો હતો. બીસીસીઆઈએ તે ક્ષણનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં આર અશ્વિન, હાર્દિક પંડ્યા તેને ખેંચતા જોવા મળ્યા હતા અને રોહિતે તેને ટ્રોફી આપી હતી. આ દરમિયાન હાર્દિકે તેને ટ્રોફી ઉપાડવાનું કહ્યું.

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને રોહિત શર્માની ટીમે 4 વિકેટના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બંનેએ અડધી સદી ફટકારી હતી. અંતમાાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક અણનમ રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ વિજયી ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી.

 

 

Published On - 9:59 am, Mon, 26 September 22

Next Article