IND Vs AUS: નાગપુર ટેસ્ટ પહેલા રવિન્દ્ર જાડેજાએ દિલ ખોલીને કહી વાત, જુઓ Video

|

Feb 05, 2023 | 10:49 PM

રવિન્દ્ર જાડેજા પાંચ મહિના બાદ ભારતીય ટીમ સાથે જોડાઈ રહ્યો છે. એશિયા કપ 2022 દરમિયાન ઈજા પહોંચતા સર્જરી બાદ હવે ઠીક થઈને હવે ફિટનેસ સાબિત કરી ચુક્યો છે, હવે તે ટીમ સાથે જોડાઈ અભ્યાસ કરી રહ્યો છે.

IND Vs AUS: નાગપુર ટેસ્ટ પહેલા રવિન્દ્ર જાડેજાએ દિલ ખોલીને કહી વાત, જુઓ Video
Ravindra Jadeja interview Video

Follow us on

ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં શરુ થવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી છે, અહીં પ્રવાસની શરુઆત ટેસ્ટ સિરીઝ સાથે કરી રહી છે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને પોત પોતાના કેમ્પમાં અભ્યાસ કરી પરસેવો વહાવી રહી છે. ભારતીય ટીમમાં ટેસ્ટ ટીમના દુનિયાના ટોચનો ઓલરાઉન્ડર પરત ફર્યો છે. પાંચ મહિનાથી ઈજાને લઈ ક્રિકેટના મેદાનથી રવિન્દ્રસિંહ જાડેજા બહાર હતો. ત્યાર બાદ હવે પોતાના ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમ ઈન્ડિયાની સાથે જોડાઈ ચુક્યો છે.

પોતાના પરત ફરવાને લઈ ખૂબ જ ઉત્સાહિત છે રવિન્દ્ર જાડેજાએ આ વાત તેણે દિલ ખોલીને કરી છે. તેનો વિડીયો પણ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે ઈજામાંથી સ્વસ્થ થઈને જાડેજા પરત ફર્યો છે. તેણે રણજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાતા પહેલા જબરદસ્ત પ્રદર્શન કરીને મેચમાં 8 વિકેટ ઝડપી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાથી ઉત્સાહિત

હાલમાં નાગપુરમાં ટેસ્ટ પહેલા અભ્યાસ કેમ્પમાં વ્યસ્ત રવિન્દ્ર જાડેજાએ ખુશી વ્યક્ત કરી છે. તેણે પાંચ મહિના બાદ ટીમ ઈન્ડિયા સાથે જોડાવવાને લઈ ઉત્સાહિત હોવાનુ બતાવ્યુ હતુ. BCCIને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાડેજાએ કહ્યું હતું કે, “હું ખૂબ જ ઉત્સાહિત છું અને સારું અનુભવું છું કે પાંચ મહિના પછી હું ફરીથી ભારતની જર્સી પહેરી રહ્યો છું. હું નસીબદાર છું કે મને આ તક ફરી મળી છે.”

 

 

જાડેજાએ જણાવ્યું હતું કે, “રિહેબ-ટ્રેનિંગ સતત કરવું પડે છે. તમારા મનમાં વિચારો આવે છે કે હું ક્યારે ફિટ થઈશ. જ્યારે હું ટીવી પર વર્લ્ડ કપ જોઈ રહ્યો હતો ત્યારે હું વિચારતો હતો કે કાશ હું ત્યાં હોત. આ નાની-નાની વસ્તુઓ પણ તમને જલ્દી ફિટ થવા માટે પ્રેરિત કરે છે.” જાડેજાએ વધુમાં કહ્યું કે, “ઈજા પછીના બે મહિના સૌથી મુશ્કેલ હતા કારણ કે હું ચાલી શકતો ન હતો, ક્યાંય બહાર જઈ શકતો ન હતો. આવી સ્થિતિમાં મિત્રો અને પરિવારજનો સાથે હતા. જો હું કહેતો હતો કે મને પીડા થાય છે, તો NCAના ટ્રેનર્સ પણ કહેતા હતા કે તમારા માટે નહીં, દેશ માટે કરો.”

ઈજાને લઈ 5 મહિના ક્રિકેટથી દૂર

એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જેને લઈ એશિયા કપથી જાડેજાએ બહાર થવુ પડ્યુ હતુ. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે ત્યારબાદ ઘૂંટણનુ ઓપરેશન કરાવ્યુ હતુ, જેના બાદ લાંબો સમય આરામમાં વિતાવ્યો હતો. જાડેજા ઠીક થયા બાદ બેંગ્લુરુ સ્થિત એનસીએમાં પહોંચ્યો હતો, જ્યાં રિહેબ કર્યા બાદ ચેન્નાઈમાં રણજી મેચ રમ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમ વતી રમતા જાડેજાએ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.

જોકે જાડેજા ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ પરત ફરી રહ્યો છે. પાંચ મહિના તેણે સંપૂર્ણ રીતે ક્રિકેટથી દૂર રહેવુ પડ્યુ હતુ. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપમાં પણ જાડેજા હિસ્સો લઈ શક્યો નહોતો. હવે જાડેજા તૈયાર છે અને પુરો દમ દેખાડવા માટે આતુર છે.

Next Article