Breaking News : ફરી WTC Finalમાં હારી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ બની ટેસ્ટ ચેમ્પિયન

WTC final 2023 Result : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ અને પાંચમા દિવસે ભારતીય ટીમ પાસે ચેમ્પિયન બનવા માટે 280 રનના ટાર્ગેટ સાથે 7 વિકેટ હાથમાં હતી. ભારતીય ફેન્સને વિરાટ કોહલી અને રહાણે પાસે ઘણી આશા હતી. પણ ઓસ્ટ્રેલિયાના બોલર્સની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમ અને ફેન્સના સપના ચૂરચૂર થઈ ગયા હતા.

Breaking News : ફરી WTC Finalમાં હારી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ બની ટેસ્ટ ચેમ્પિયન
WTC Final 2023 Result
Follow Us:
| Updated on: Jun 11, 2023 | 7:16 PM

London : ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7 જૂનથી 11 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC final 2023) રમાઈ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હારી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 209 રનથી ફાઈનલ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે. ભારતીય ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી બેટિંગ કરીને પહેલી ઈનિંગ 469 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમ 296 રન પર સમેટાઈ ગઈ હતી. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 270 રન બનાવીને ભારતીય ટીમને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ અને પાંચમા દિવસે ભારતીય ટીમ પાસે ચેમ્પિયન બનવા માટે 280 રનના ટાર્ગેટ સાથે 7 વિકેટ હાથમાં હતી. ભારતીય ફેન્સને વિરાટ કોહલી અને રહાણે પાસે ઘણી આશા હતી. પણ ઓસ્ટ્રેલિયાના બોલર્સની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમ અને ફેન્સના સપના ચૂરચૂર થઈ ગયા હતા. ભારતીય ટીમને 234 રન પર ઓલઆઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતીય ટીમની ફરી હાર

વર્ષ 2021માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ઉતરેલી ભારતીય ટીમને 8 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. આજે વર્ષ 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. આમ ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હારી છે.

ઓસ્ટ્રેલિયન ટીમ જીતી ક્રિકેટના તમામ ફોર્મેટની ICC Trophy

  • વર્ષ 1987માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 1999માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2003માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2006માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા
  • વર્ષ 2007માં વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2009માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા
  • વર્ષ 2015માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા
  • વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન
  • વર્ષ 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિજેતા

ક્રિકેટના 3 ફોર્મેટ ટી20, ટેસ્ટ અને વનડેમાં તમામ આઈસીસી ટ્રોફી જીતનારી ઓસ્ટ્રેલિયા પ્રથમ ટીમ બની છે. પેટ કમિંગના નેતૃત્વમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની છે. આ એકમાત્ર ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે હમણા સુધી ના હતી.

રોહિત શર્મા પહેલીવાર હાર્યો ફાઈનલ મેચ

  • રોહિત શર્મા 2013માં આઈપીએલ ફાઈનલ જીત્યો
  • રોહિત શર્મા 2013માં CLT20 ફાઈનલ જીત્યો
  • રોહિત શર્મા 2015માં આઈપીએલ ફાઈનલ જીત્યો
  • રોહિત શર્મા 2017માં આઈપીએલ ફાઈનલ જીત્યો
  • રોહિત શર્મા 2018માં એશિયા કપની ફાઇનલ જીત્યો
  • રોહિત શર્મા 2018માં નિદાહાસ ફાઇનલમાં જીત્યો
  • રોહિત શર્મા 2019માં આઈપીએલ ફાઈનલ જીત્યો
  • રોહિત શર્મા 2020માં આઈપીએલ ફાઈનલ જીત્યો
  • રોહિત શર્મા 2023માં WTC ફાઇનલમાં હાર્યો

કેપ્ટન તરીકે રોહિત શર્મા હમણા સુધી 9 ફાઈનલ મેચ રમ્યો છે. 9માંથી 8 ફાઈનલ મેચમાં તેણે સતત જીત મેળવી હતી. પણ આજે તેનો આ ક્રમ તૂટ્યો છે. તેના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હાર્યું છે.

વર્ષ 2013 બાદ ભારતીય ટીમના ખરાબ હાલ

  • વર્ષ 2014માં ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં હાર
  • વર્ષ 2015માં વનડે વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં હાર
  • વર્ષ 2016માં ટી20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં હાર
  • વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં હાર
  • વર્ષ 2019માં વનડે વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં હાર
  • વર્ષ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર
  • વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપ સુપર 12માંથી બહાર
  • વર્ષ 2022માં ટી20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં હાર
  • વર્ષ 2023માં આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર

વર્ષ 2011માં ધોનીના નેતૃત્વમાં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફઈ જીત્યા બાદ ભારતીય ટીમ આઈસીસીની મોટી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે. વર્ષ 2013 બાદ ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્માના નેતૃત્વમાં એકપણ મોટી આઈસીસી ટુર્નામેન્ટ જીતી શકી નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
g clip-path="url(#clip0_868_265)">