IND vs AUS: કેએલ રાહુલે ટીકાકારોને ધુંઆધાર બેટીંગ વડે આપ્યો જવાબ, જબરદસ્ત ઈનીંગની 5 મોટી વાત

|

Sep 20, 2022 | 9:54 PM

શ્રેણીની શરૂઆત પહેલા, કેએલ રાહુલ (KL Rahul) ના ફોર્મ, ખાસ કરીને તેની બેટિંગ સ્ટ્રાઈક રેટ પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા, જેનો ભારતીય ઓપનરે પ્રથમ મેચમાં સારો જવાબ આપ્યો હતો.

IND vs AUS: કેએલ રાહુલે ટીકાકારોને ધુંઆધાર બેટીંગ વડે આપ્યો જવાબ, જબરદસ્ત ઈનીંગની 5 મોટી વાત
KL Rahul

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના કેટલાક બેટ્સમેનોને તાજેતરના ભૂતકાળના પ્રદર્શનના કારણે સતત ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સ્ટાર ઓપનર અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) તેમાં ટોપ પર છે. ખાસ કરીને T20 ક્રિકેટમાં રાહુલ પોતાની ધીમી બેટિંગના કારણે બધાના નિશાના પર છે. આવી સ્થિતિમાં, T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા તેનું પ્રદર્શન સૌથી વધુ હતું અને રાહુલે તમામ ટીકાઓ અને દબાણનો જબરદસ્ત જવાબ આપતા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે 200 પ્લસ રનનો સ્કોર ખડક્યો છે. આ માટેનો પાયો કેએલ રાહુલે નાંખ્યો હતો. તેણે સૂર્યકુમાર યાદવ સાથે મળીને રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ બાદ સ્થિતી સંભાળી હતી. બંને મહત્વના વિકેટ ઝડપથી પરત ફરવા બાજ ટીમ પર દબાણની અસર નહીં થવા દઈ સ્કોર બોર્ડને ફરતુ રાખી લડાયક સ્કોરનો પાયો નાંખ્યો હતો.

આંકડાઓની નજરથી રાહુલની ઇનિંગ્સ

મોહાલીમાં T20 શ્રેણીની પ્રથમ મેચમાં રાહુલે ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી અને 11મી ઓવર સુધીમાં પોતાની અડધી સદી ફટકારી હતી. અહીં જાણો રાહુલની આ ખાસ ઇનિંગની ખાસ વાતો-

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
  1. પ્રથમ બેટિંગ કરતા રાહુલે ઓસ્ટ્રેલિયા સામે 55 રન બનાવ્યા હતા. રાહુલે આ ઇનિંગમાં 35 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન રાહુલે 4 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.
  2. રાહુલે માત્ર 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રાહુલની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ 18મી અડધી સદી હતી. 2022 માં રાહુલના બેટમાંથી આ બીજી અડધી સદી છે.
  3. રાહુલે સતત બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા તેણે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે 62 રન બનાવ્યા હતા.
  4. આટલું જ નહીં રાહુલે ઓસ્ટ્રેલિયા સામે તેનો સૌથી મોટો T20 સ્કોર બનાવ્યો હતો. આ ટીમ સામે ભારતીય બેટ્સમેનની આ ત્રીજી અડધી સદી છે.
  5. આ ઈનિંગ દરમિયાન રાહુલે T20 ઈન્ટરનેશનલમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી આવું કરનાર તે માત્ર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. તે જ સમયે, બાબર આઝમ (52 ઇનિંગ્સ) અને વિરાટ કોહલી (56 ઇનિંગ્સ) પછી રાહુલ (58 ઇનિંગ્સ) 2000 રન પૂરા કરનાર ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન છે.

 

 

Published On - 9:30 pm, Tue, 20 September 22

Next Article