IND vs AUS: જસપ્રીત બુમરાહનો જબરદસ્ત વિડીયો વાયરલ, ઓસ્ટ્રેલિયા પર નિશ્ચિત કહેર વર્તાવશે!

|

Sep 15, 2022 | 11:28 PM

ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાના કારણે UAEમાં એશિયા કપમાં ભાગ લઈ શક્યો ન હતો. હવે તે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણી સાથે વાપસી કરશે

IND vs AUS: જસપ્રીત બુમરાહનો જબરદસ્ત વિડીયો વાયરલ, ઓસ્ટ્રેલિયા પર નિશ્ચિત કહેર વર્તાવશે!
Jasprit Bumrah ઈજાથી સ્વસ્થ થઈ ચૂક્યો છે

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) નો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ટૂંક સમયમાં જ વાપસી કરવા જઈ રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામે 20 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટી20 શ્રેણી માં ટીમનો ભાગ હશે. બુમરાહ કેટલાક સમયથી રિહેબમાં હતો પરંતુ હવે આ ખેલાડી મેદાનમાં પરત ફરવા જઈ રહ્યો છે. બુમરાહે હવે એક એવો વીડિયો શેર કર્યો છે જે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની ઊંઘ હરામ કરી દેશે, જ્યારે ભારતીય ચાહકોને મોટી રાહત મળશે.

જસપ્રીત બુમરાહ પુનરાગમન કરવા માટે તૈયાર

જસપ્રીત બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી જે બાદ તે ટીમની બહાર થઈ ગયો હતો. તે એશિયા કપમાં પણ ભાગ લઈ શક્યો ન હતો. આ દરમિયાન તે બેંગ્લોરમાં હતો જ્યાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો હતો. બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તેણે ક્રિકેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચાહકોને પોતાની ટ્રેનિંગની ઝલક આપી હતી. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમે કામ કરશો તમને જરૂર મળશે. જો તમે ત્યાં સખત મહેનત કરશો તો તમને જે જોઈએ છે તે મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેની વાપસી ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના વિરોધીઓને પરેશાન કરશે કારણ કે આ ખેલાડીના સચોટ યોર્કર્સનો સામનો કરવો કોઈના માટે આસાન નથી. ખાસ કરીને પાકિસ્તાન જેની સામે ભારત છેલ્લા T20 વર્લ્ડ કપ અને એશિયા કપની હારનો બદલો લેવા જશે.

 

 

બુમરાહ અઢી મહિના પછી T20 માં વાપસી કરશે

BCCI એ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં બુમરાહ પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પણ મેદાનમાં ઉતરશે. આ બંને શ્રેણી બુમરાહ માટે ટી20 વર્લ્ડ કપ પહેલા લયમાં આવવાની સારી તક છે. આ ઝડપી બોલર ભારતના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે.

જસપ્રીત બુમરાહ પર મહત્વની જવાબદારી રહેશે

જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ફાસ્ટ બોલિંગની પણ આગેવાની કરશે. તેના સિવાય યુવા બોલર અર્શદીપ સિંહ અને અનુભવી ભુવનેશ્વર કુમારને પણ તક આપવામાં આવી છે. હાર્દિક અને ભુવનેશ્વર સાઉથ આફ્રિકા સામેની ટીમનો ભાગ નહીં હોય તો અર્શદીપ ઓસ્ટ્રેલિયા સામેની ટીમનો ભાગ નથી. જે શ્રેણીમાં ખેલાડીઓ નહીં રમે તે દરમિયાન તેઓ એનસીએમાં જ રહેશે. હાર્દિક અને ભુવી બંને છેલ્લા કેટલાક સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કોઈ જોખમ ઈચ્છતી નથી.

Published On - 11:25 pm, Thu, 15 September 22

Next Article