India vs Australia, 2nd T20i Match: ઓસ્ટ્રેલિયાએ ભારત સામે રાખ્યુ 91 રનનુ લક્ષ્ય, અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી

|

Sep 23, 2022 | 10:24 PM

India vs Australia, T20i Match 1st Inning Report Today: વરસાદી માહોલને લઈ મેચ શરુ થવામાં વિલંબ થયો હતો, જેને લઈ મેચની 12-12 ઓવર બંને પક્ષે ઘટાડી દેવામાં આવી હતી.

India vs Australia, 2nd T20i Match: ઓસ્ટ્રેલિયાએ ભારત સામે રાખ્યુ 91 રનનુ લક્ષ્ય, અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી
Axar Patel એ 2 મહત્વની વિકેટ ઝડપી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ટી20 સિરીઝની બીજી મેચ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુરમાં રમાઈ રહી છે. વરસાદી માહોલને લઈ મેચ નિર્ધારીત સમય કરતા ખૂબ જ મોડી શરુ થઈ હતી. એટલ કે 7 વાગ્યાના બદલે 9.30 વાગ્યે શરુ થઈ હતી. મેચને નિર્ધારીત 20-20 ઓવરના બદલે 8-8 ઓવરની રમવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા મેથ્યૂ વેડ (Matthew Wade) ની તોફાની બેટીંગના સહારે 5 વિકેટ ગુમાવીને 90 રન નોંધાવ્યા હતા.

વરસાદને લઈ મેદાનમાં ખૂબ જ ભીનાશ ધરાવતુ હતુ. જેને લઈ મેદાનને સુકવવામાં ખૂબ જ સમય વિત્યો હતો. આમ સાંજે 6.30 કલાકે ટોસ ઉછાળવાને બદલે 9.15 કલાકે થઈ શક્યો હતો. આમ સમય ખૂબ જ ખરાબ થયા બાદ સમયાંતરે અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કરીને અંતમાં રમતને યોગ્ય થયુ હોવાનો રિપોર્ટ 8.45 કલાકે આપતા રમત શક્ય બની હતી. આમ મેચ રદ કરવાને બદલે 12-12 ઓવર ઘટાડી દેવાનો નિર્ણય કરીને મેચને રમાડવાનુ જાહેર કરાયુ હતુ.

ફિંચ અને વેડેની આક્રમક રમત

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિંચે 15 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. તેને જસપ્રીત બુમરાહે બોલ્ડ કરી દીધો હતો. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મેથ્યૂ વેડેએ 20 બોલમાં 43 રનની તોફાની ઈનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તે અંત સુધી નોટ આઉટ રહ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારત તરફતી હાર્દિક પંડ્યા પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. તેણે પ્રથમ ઓવરમાં 10 રન ગુમાવ્યા હતા. પરંતુ બીજી ઓવરમાં અક્ષર પટેલે કમાલના બોલ ડિલિવર કર્યા હતા. ભારતને પહેલી વિકેટ કેમરોન ગ્રીનના રુપમાં સફળતા મળી હતી. કેમરોને ત્રીજા બોલને મીડ ઓન પર ફટકાર્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ બોલને ફિલ્ડ કરીને ડાયરેક્ટ થ્રો કરતા ગ્રીન આઉટ થયો હતો. તે 5 રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

અક્ષરના કમાલના બોલ, બે ખેલાડીના ઉડાવ્યા સ્ટંપ

બીજી ઓવરમાં અંતિમ બોલ પર ગ્લેન મેક્સવેલને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પુલ કરવાના ચક્કરમાં અક્ષરના જબરદસ્ત બોલને તે ચૂકી ગયો અને બોલ સીધો સ્ટંપ ઉડાવી ગયો હતો. મેક્સવેલ ગોલ્ડન ડક બોલ્ડ થયો હતો. ફરીથી ઈનીંગની ચોથી ઓવર લઈને અક્ષર આવ્યો હતો અને જેના પહેલા બોલ પર જ ટિમ ડેવિડની વિકેટ ઝડપી હતી. ટિમને પણ અક્ષરે ક્લીન બોલ્ડ કરીને મીડલ સ્ટંપ જ ઉખાડી દીધુ હતુ. તેણે માત્ર 2 રન નોંધાવ્યા હતા. સ્ટીવ સ્મિથ ઈનીંગના અંતિમ બોલ પર રન આઉટ થયો હતો. તે 5 બોલમાં 8 રન નોંધાવી પરત ફર્યો હતો.

 

 

 

Published On - 10:11 pm, Fri, 23 September 22

Next Article