IND vs AUS: ટીમ ઈન્ડિયાના અભ્યાસ માટે 10-10 સ્પિનર દિલ લગાવી કરી રહ્યા છે મહેનત, ઓસ્ટ્રેલિયાની ઉંઘ હરામ

|

Feb 06, 2023 | 9:55 PM

આગામી ગુરુવારથી નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાનારી છે. ટીમના કેમ્પમાં હવે 10 સ્પિનરો સામેલ કરવામાં આવ્યા છે, સ્પિનરોની સંખ્યા વધતી જોઈ ઓસ્ટ્રેલિયા પરેશાન છે.

IND vs AUS: ટીમ ઈન્ડિયાના અભ્યાસ માટે 10-10 સ્પિનર દિલ લગાવી કરી રહ્યા છે મહેનત, ઓસ્ટ્રેલિયાની ઉંઘ હરામ
10 spinners in Indian Cricket Team for practice session

Follow us on

આગામી ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ શરુ થવા જઈ રહી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. સિરીઝને લઈ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોએ ખૂબ પરસેવો અભ્યાસમાં વહાવ્યો છે, હવે હકીકત સામે જોવા મળવાનો સમય નજીક આવી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસ આવવા પહેલાથી જ સ્પિનરો સામેની તૈયારીઓ કરી રહ્યુ છે. આ દરમિયાન ભારતે પણ પોતાના જ મુખ્ય હથિયાર વડે તૈયારીઓ હાથ ધરી છે. ભારતીય બેટરો માટે બોર્ડ દ્વારા 10 જેટલા સ્પિનરોની ફૌજ અભ્યાસ માટે ઉતારી દેવામાં આવી છે.

આમ તો સૌની નજરો સ્પિનરોના પ્રદર્શન પર રહેનારી છે. જોકે એનાથી વધારે નાગપુર ટેસ્ટ માટેની વિદર્ભ ક્રિકેટ સંઘના સ્ટેડિયમની પિચ કેવી છે એની પર છે. પિચને લઈ જોકે વાસ્તવિક ખ્યાલ તો મેચના શરુ થયા બાદ જ આવી શકે છે. જોકે આમ છતાં પિચ વિશે અંદાજ બાંધીને બંને ટીમો અભ્યાસ કરી રહી છે.

10 સ્પિનરોની ફૌજ અભ્યાસ માટે ઉતારી

શરુઆતથી જ અભ્યાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિ દ્વારા સ્પિનરો ઉતારી દેવામાં આવ્યા હતા. સિરીઝની પ્રથમ બંને ટેસ્ટ મેચ માટે 4 સ્પિનરોને પસંદગીકારોએ ટીમમાં સ્થાન આપ્યુ છે. જોકે ત્યાર બાદ ભારતીય ટીમના અભ્યાસ માટે વધારે સ્પિનરોને ફાળવવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં સામેલ 4 સ્પિનરો સિવાય અન્ય વધુ બોલરોને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વોશિંગ્ટન સુંદર, સાંઈ કિશોર, રાહુલ ચાહર અને સૌરભ કુમારને પણ ને્ટસમાં મદદ માટે ફાળવવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જોકે બાદમાં બોર્ડ દ્વારા આ સ્પિનરોની સંખ્યામાં વધારો કર્યો હતો. એટલે 4 સ્ક્વોડમાં સામેલ અને 4 નેટ માટે અલગ ફાળવવા બાદ પણ વધુ 2 સ્પિનરોને નેટ્સ માટેની સ્પિનરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. વધુ બે સ્પિનરો તરીકે દિલ્લીના પુલકિત નારંગ અને એક જ ટેસ્ટ મેચનો અનુભવી જયંત યાદવને સામેલ કરવામાં આવ્યા હતા. આમ સ્પિનરોની સંખ્યા ભારતીય સ્ક્વોડના બેટરોને મદદ કરવા માટે 4 થી વધીને 8 કરવામાં આવ્ચા હતા. હવે આ આંકડો વધીને 10 પર પહોંચ્યો હતો.

સ્પિનરોને લઈ માહોલ

પેહલાથી જ ઓસ્ટ્રેલિયાની ટીમે સ્પિનરોનો સામનો કરવાની તૈયારીઓ શરુ કરી હતી. ત્યાર બાદ તસ્વીરો સામે આવતા જ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ટેસ્ટ સિરીઝને લઈ સ્પિનરોને ધ્યાનમાં રાખીને જ ધાર નિકાળવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નાગપુર ટેસ્ટ માટેની પિચ પણ સ્પિનરોને મદદગાર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જેના કારણ ઓસ્ટ્રેલિયા અને ભારત એમ બંને ટીમો સ્પિનરોને ધ્યાને રાખી હાલમાં અભ્યાસ કરી રહ્યુ છે. બંને ટીમો પોતાના નેટ્સ અભ્યાસમાં સ્પિનરોને વધુમાં વધુ તેડાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ખાસ વડોદરાથી સ્પિનર તેડાવ્યો હતો અને જેની પાસે અશ્વિન જેવી એક્શનમાં બોલિંગ કરાવી હતી.

 

 

 

Next Article