IND Vs AFG T20 Match Report Today: ભારતે 101 રનથી મેળવી ‘વિરાટ’ જીત, ભૂવનેશ્વર કુમારની કમાલની બોલીંગ, 5 વિકેટ ઝડપી

|

Sep 08, 2022 | 11:03 PM

India vs Afghanistan T20 Match Report Today: પહેલા વિરાટ કોહલી અને બાદમાં બોલ થી ભૂવનેશ્વર કુમારે કમાલ કર્યો હતો.

IND Vs AFG T20 Match Report Today: ભારતે 101 રનથી મેળવી વિરાટ જીત, ભૂવનેશ્વર કુમારની કમાલની બોલીંગ, 5 વિકેટ ઝડપી
Team India જીત સાથે ટૂર્નામેન્ટથી પરત ફરશે

Follow us on

ભારત અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) બંને દેશની એશિયા કપની સફર પૂરી થઈ છે. બંને ટીમો આ સાથે જ હવે સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમે શાનદાર રમતનુ પ્રદર્શન આજની મેચમાં દર્શાવ્યુ છે. જે પ્રદર્શન અંતિમ મેચમાં જોવા મળ્યુ એમ ભારતીય ટીમ ના ચાહકો સુપર ફોરની આગળની બંને મેચમાં ઇચ્છતા હશે. જોકે હવે સમય વહી ગયો છે, સફર ભલે પૂર્ણ થઈ હોય પરંતુ વિરાટ કોહલી (Virat Kohli) અને ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) નુ શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ. ટી20 વિશ્વ કપ પહેલા કોહલી સદી નોંધાવી હવે ફુલ ફોર્મમાં જોવા મળ્યો છે.

ભારતે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન નોંધાવ્યા હતા, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરના અંતે 111 રન 8 વિકેટે નોંધાવ્યા હતા. ભારતીય ટીમના બોલરોના હુમલાને જોઈને શરુઆતમાં એમ લાગી રહ્યુ હતુ કે અફઘાન ટીમ ત્રણ ડિઝીટ પહોંચતા પહેલા જ સમેટાઈને પરત પેવેલિયન પહોંચી જશે. પરંતુ ઈબ્રાહિમ ઝરદાનની અડધી સદી ભરી રમતે ટીમની લાજ બચાવી હતી. આ મેચમાં ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે અણનમ 64 રનની ઇનિંગ રમી હતી.

ભૂવીએ તરખાટ મચાવ્યો

ભારતીય ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારે પ્રથમ ઓવરથી જ કસીને ઓવર કરી હતી. પ્રથમ ત્રણ બોલ ડોટ કર્યા બાદ ભૂવીએ પ્રથમ ઝટકો અફઘાનિસ્તાનની ટીમને આપ્યો હતો. તુરત જ ઓવરના અંતિમ બોલ પર બીજી વિકેટ મેળવી હતી. આ સાથે અફઘાનિસ્તાનની ટીમનો સ્કોર પ્રથમ ઓવરના અંતે 1 રન પર 2 વિકેટ નોંધાયો હતો. વિકેટનો સિલસિલો અટક્યો નહોતો. પહેલા બેટથી કમાલ કોહલીએ કર્યુ હવે ભૂવીએ જમાવટ કરી હતી. ત્રીજી ઓવર લઈને આવ્યો હતો અને જેમાં પણ પ્રથમ ઓવરના માફક ચોથા અને અંતિમ બોલ પર એક એક વિકેટ ઝડપી હતી. આમ 9 રનના સ્કોર પર અફઘાન ટીમ 4 વિકેટ ગુમાવી ચુકી હતી. જેમાં બંને ઓપનરો હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝે શૂન્ય-શૂન્ય પર જ પરત ફર્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ત્રીજી વિકેટ કરીમ જનતના રુપમાં ભૂવીને મળી હતી. જનત 4 બોલનો સામનો કરીને 2 રન નોંધાવી પરત ફર્યો હતો. ભૂવીએ તેને કોહલીના હાથમાં ઝડપાવ્યો હતો. નજીબુલ્લાહ ઝદરાનને ભૂવીએ શૂન્યમાં જ પરત મોકલ્યો હતો. અફઘાન ટીમનો આ ત્રીજો ખેલાડી હતો કે ભૂવીએ તેને શૂન્ય રને પરત મોકલ્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈ માત્ર 1 જ રન નોંધાવી શક્યો હતો અને એ પણ ભૂવીનો શિકાર બન્યો હતો. તેની સાથે જ અફઘાને 6 વિકેટ માત્ર 21 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને દીપક હુડ્ડાને એક એક વિકેટ મળી હતી.

Published On - 10:43 pm, Thu, 8 September 22

Next Article