IND Vs NZ: 306 રન બનાવવા છતા આ 3 કારણોને કારણે હારી ગઈ ભારતીય ક્રિકેટ ટીમ

|

Nov 25, 2022 | 5:10 PM

વન ડે ક્રિકેટમાં 300થી વધારેનો સ્કોર મોટો ગણવામાં આવે છે પણ ઓકલેન્ડમાં રમાયેલી આ પ્રથમ વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરો એ આ સ્કોરને નાનો સાબિત કરી દીધો હતો. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે 307ના લક્ષ્યને આરામથી ચેઝ કરી લીધો હતો.

IND Vs NZ: 306 રન બનાવવા છતા આ 3 કારણોને કારણે હારી ગઈ ભારતીય ક્રિકેટ ટીમ
indian team lost 1st odi against new zealand
Image Credit source: File photo

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 સીરીઝમાં 1-0થી જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વન ડે સીરીઝ રમવા માટે ઉતરી હતી. વન ડે સીરીઝની પ્રથમ મેચમાં 306 રનનો મોટો સ્કોર કરવા છતા ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. વન ડે ક્રિકેટમાં 300થી વધારેનો સ્કોર મોટો ગણવામાં આને છે પણ ઓકલેન્ડમાં રમાયેલી આ પ્રથમ વન ડેમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ આ સ્કોરને નાનો સાબિત કરી દીધો હતો. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે 307ના લક્ષ્યને આરામથી ચેઝ કરી લીધો હતો.

ભારતીય ક્રિકેટ ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટાર્ગેટનો પૂરો કરતા 47.1 ઓવરમાં જ 3 વિકેટના નુકશાનથી 309 રન બનાવીને આ મેચમાં 7 વિકેટથી જીત મેળવી હતી. જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વન ડે સીરીઝમાં 1-0થી આગળ વધી ગઈ છે. લેથમ-વિલિયમસને ન્યૂઝીલેન્ડ તરફથી સદી મારી હતી. તે બધા વચ્ચે સવાલ એ થાય કે ન્યૂઝીલેન્ડ સામેની શરુઆતમાં દબદબો બનાવનારી ભારતીય ક્રિકેટ ટીમ મેચ કઈ રીતે હારી થઈ. ચાલો જાણીએ ભારતીય ક્રિકેટ ટીમની હાર પાછળના 3 મોટા કારણો.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ બેટિંગ

ન્યૂઝીલેન્ડની અદ્દભુત બેટિંગને કારણે ભારતીય ક્રિકેટ ટીમની હાર થઈ. ટોમ લેથમે આ મેચમાં શાનદાર સદી મારી છે. તેણે 76 બોલમાં સદી મારી હતી. તેણે કેપ્ટન વિમયમસન સાથે મળીને 200થી વધારે રનની બનાવીને ભારતની હાર સુનિશ્વિત કરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ખરાબ ટીમ કોમ્બિનેશન

ભારતીય ક્રિકેટ ટીમમાં ખરાબ ટીમ કોમ્બિનેશન જોવા મળ્યુ હતુ. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફક્ત 5 ખેલાડીઓ બોલર હતા. એ વાત આપણે સૌ જાણીએ છે કે ટી20 અને વન ડે મેચમાં એક બોલરનો દિવસ ખરાબ જાય જ છે, તેમ છતા ભારતીય ક્રિકેટ ટીમે વિકલ્પમાં છઠ્ઠો બોલર ન રમાડયો.

ભારતીય ઝડપી બોલરોનું ખરાબ પ્રદર્શન

ભારતીય ટીમના બોલરો એ ન્યૂઝીલેન્ડ સામે પહેલી 20 ઓવરમાં સારી બોલિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા 120 બોલમાં 88 રન જ બનાવી શકી હતી અને સાથે ટીમની 3 વિકેટ પણ પડી હતી. જેમ જેમ બોલ જૂનો થતો ગયો તેમ તેમ ભારતીય બોલરો લાઈન-લેન્થ ખોઈ બેસ્યા હતા. ટોમ લેથમે આ મેચમાં શાનદાર સદી મારી છે. તેણે 76 બોલમાં સદી મારી હતી. તેણે કેપ્ટન વિલયમસન સાથે મળીને 200થી વધારે રનની બનાવીને ભારતની હાર સુનિશ્વિત કરી હતી.

Next Article