IND-W vs AUS-W: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજ થી ટી20 શ્રેણી, મહિલા ક્રિકેટ ટીમ વરસાવશે ચોગ્ગા-છગ્ગા

|

Dec 09, 2022 | 8:56 AM

શુક્રવારથી ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુંબઈ વચ્ચે ટી20 શ્રેણી રમાનારી છે. ટી20 વિશ્વકપ પહેલા તૈયારીઓને ચકાસવા માટેનો ભારતીય ટીમ માટે આ મોટો મોકો છે.

IND-W vs AUS-W: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજ થી ટી20 શ્રેણી, મહિલા ક્રિકેટ ટીમ વરસાવશે ચોગ્ગા-છગ્ગા
આજે મુંબઈમાં પ્રથમ ટી20 મેચ રમાશે

Follow us on

દક્ષિણ આફ્રિકામાં બે માસ બાદ મહિલા ટી20 વિશ્વકપ શરુ થનારો છે. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ પોતાની તૈયારીઓ માટે દમ લગાવી રહી છે. આજે શુક્રવારે મુંબઈમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ સામે ભારતીય ટીમ ટી20 મેચ રમનાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટી20 શ્રેણી રમાનારી છે, જેની આજે પ્રથમ મેચ રમાશે. આમ વિશ્વકપ પહેલા ભારતીય ટીમને પોતાની તૈયારીઓને ચકાસવાનો અને ઉણપને શોધવાના માટેની મોટી તક શ્રેણી બની રહેશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હવે નવા કોચ મળ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 શ્રેણી શરુ થવાના ત્રણેક દિવસ પહેલા જ બોર્ડ દ્વારા ટીમના હેડ કોચ રમેશ પવારને હટાવી દીધા હતા. તેમના સ્થાને પૂર્વ ભારતીય ક્રિકેટર ઋષિકેશ કાનિટકરને બેટીંગ કોચના રુપમાં સ્થાન આપવામાં આવ્યો છે. આમ ભારતીય ટીમને હવે નવા કોચ મળ્યા છે.

દમદાર ભારતીય મહિલા ટીમ

ભારતીય ટીમે ઓક્ટોબરમાં એશિયા કપ જીત્યો હતો, પરંતુ વધુ પડતા પ્રયોગો ટીમમાં કરવામાં આવ્યા હતા અને જેને લઈ પાકિસ્તાન સામેની લીગ મેચમાં હાર મેળવવી પડી હતી. જોકે ભારતીય ટીમની વાત કરવામાં આવે તો બેટિંગ ઓર્ડર સારો છો. ભારતીય ટીમમાં સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાથી ખૂબ આશાઓ રાખવામાં આવે છે. પરત ફરતા જ ફુલ ફોર્મ જોવા મળી રહેલી જેમિમા રોડ્રિગ્સથી પણ ટીમને મજબૂતાઈ મળશે. ભારતીય ઓપનર શેફાલી વર્માને આગામી મહિને અંડર-19 વિશ્વકપમાં ટીમનુ સુકાન સોંપવામાં આવ્યુ છે. તે શોર્ટ બોલ સામે નબળાઈ દર્શાવે છે અને એટલે જ કાંગારુ બોલર તેને દબાણમાં રાખવા પ્રયાસ કરી શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મહિલા ટીમની સુકાની હરમનપ્રીત કૌર હાલમાં સતત સારુ પ્રદર્શન કરી રહી છે. જ્યારે હરલીન દેઓલ અને યાસ્તિકા ભાટીયાએ પણ ચેલેન્જર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આમ બંને શાનદાર રમત વડે ફોર્મમાં પરત ફર્યા હતા. ઓલ રાઉન્ડર દેવિકા વૈદ્યને લઈ ભારતીય ટીમનો સ્પિન એટેક મજબૂત જોવા મળી શકે છે, તે લેગ સ્પિનર છે અને લાંબા સમય બાદ ટી20 ફોર્મેટમાં પરત ફરી છે. છેલ્લા કેટલાક મહિનાથી સૌનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે એ રેણુંકા ઠાકુર સતત જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. રેણુંકા ટીમની મહત્વની ઝડપી બોલર છે અને હવે તેને અંજલી સરવણીનો સાથ મળશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત

ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ પણ ખૂબ જ મજબૂત છે. ટીમનુ સુકાન એલિસા હિલી સંભાળી રહી છે અને તેની ટીમમાં અનેક નવા ચહેરા પણ જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર રશેલ હેન્સની નિવૃત્તી બાદ હવે તેનુ સ્થાન કોણ ભરશે તે પણ જોવામાં આવી રહ્યુ છે. આ સ્થાન માટે 19 વર્ષીય ફોબી લિચફિલ્ડ ભરપાઈ કરે એમ મનાઈ રહ્યુ છે, ફોબી ઓસ્ટ્રેલિયાની સારી યુવા બેટર છે. આયર્લેન્ડ માટે રમી ચુકેલ ઝડપી બોલર કિમ ગાર્થ અને હિથર ગ્રેહામ પણ ઓસ્ટ્રેલિયા વતીથી ડેબ્યૂ કરી શકે છે.

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વૈદ્ય, એસ મેઘના,રિચા ઘોષ અને હરલીન દેઓલ.

ઓસ્ટ્રેલિયાની ટીમ: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ કેપ્ટન), ડી’આર્સી બ્રાઉન, નિકોલા કેરી, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રેહામ, ગ્રેસ હેરિસ, જેસ જોનાસેન, અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, બેથ મૂની, એલિસ પેરી, મેગ શટ અને એનાબેલ સધરલેન્ડ.

 

 

Next Article