IND vs WI: ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ ચિત્ર સ્પષ્ટ, આ દિવસથી શરુ થશે શ્રેણી, અમેરીકામાં પણ થશે મેચ

|

May 06, 2022 | 9:49 PM

IPL 2022 પછી, ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એક પછી એક ઘણી T20 શ્રેણી માટે ઈંગ્લેન્ડ થી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ ( T20 World Cup) ની તૈયારીઓ પણ મજબૂત રીતે કરશે.

IND vs WI: ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ ચિત્ર સ્પષ્ટ, આ દિવસથી શરુ થશે શ્રેણી, અમેરીકામાં પણ થશે મેચ
IND vs WI: બંને વચ્ચે જુલાઈમાં સિરીઝ રમાશે

Follow us on

હાલમાં, આ દિવસોમાં માત્ર IPL 2022 ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ અને દિમાગ પર પ્રભુત્વ ધરાવે છે. આઈપીએલ ટૂર્નામેન્ટના આમ પણ હવે બહુ દિવસો બાકી નથી. આઈપીએલ આ મહિનાના અંતમાં પૂર્ણ થશે અને ત્યારબાદ ભારતીય ટીમ (Team India) આગામી થોડા દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરશે. અહીંથી, ટીમ ઈન્ડિયા સતત T20 અને ODI ક્રિકેટમાં ડૂબી જશે, જેથી આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ ( T20 World Cup) ની તૈયારીઓને મજબૂત બનાવવામાં આવી શકે. આ તૈયારી માટે, ભારતીય ટીમ જુલાઈમાં સંપૂર્ણ સમય વિદેશમાં વિતાવશે અને આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) ના પ્રવાસ પર પણ હશે, જે 22 જુલાઈથી શરૂ થશે.

મીડિયા અહેવાલ મુજબ, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે 18 જુલાઈએ બ્રિટનથી સીધી કેરેબિયન ટાપુ માટે રવાના થશે. રિપોર્ટ અનુસાર, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI અને T20 મેચોની સિરીઝ 22 જુલાઈથી શરૂ થશે. ખાસ વાત એ છે કે આ સિરીઝની બે મેચ અમેરિકામાં પણ રમાશે. અગાઉ 2019માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ટીમે અમેરિકામાં બે T20 મેચ રમી હતી.

ભારતથી અમેરિકા સુધી સતત મેચ

ભારતીય ટીમ જૂનમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી રમશે, ત્યારબાદ તે આયર્લેન્ડનો પ્રવાસ કરશે. ત્યાં પણ, કેટલીક ટી-20 મેચો પછી, ટીમ ઇન્ડિયા સીધી યુકે જશે, જ્યાં 1 જુલાઈથી બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી ઈંગ્લેન્ડમાં T20 અને ODI મેચો પણ રમાશે અને ત્યાંથી ભારત વિન્ડીઝ આઈલેન્ડ પહોંચશે, જ્યાં આ ODI અને T20 સિરીઝ સેન્ટ કિટ્સ-નેવિસ અને ત્રિનિદાદમાં રમાશે. T20 સિરીઝની છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શ્રેણીનો કાર્યક્રમ આ પ્રકારનો રહેશે

રિપોર્ટ અનુસાર, પ્રવાસની શરૂઆત ત્રણ વનડેથી થશે, જે ત્રિનિદાદમાં 22, 24 અને 27 જુલાઈએ રમાશે. આ મેચો ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે યોજાશે. આ પછી, T20 શ્રેણીની પ્રથમ મેચ 29 જુલાઈએ ત્રિનિદાદના જ નવા બ્રાયલ લારા સ્ટેડિયમમાં રમાશે. આ પછી બંને ટીમો સેન્ટ કિટ્સ-નેવિસ જશે, જ્યાં 1 અને 2 ઓગસ્ટે T20 મેચ રમાશે. સીરિઝની છેલ્લી બે T20 મેચ માટે બંને ટીમો અમેરિકા જવા રવાના થશે. ચોથી અને પાંચમી T20 મેચ 6 અને 7 ઓગસ્ટે ફોર્ટ લોડરડેલ, યુએસ, ફ્લોરિડામાં રમાશે. ભારતીય ટીમ આ શહેરમાં અગાઉ રમી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ 2019માં વર્લ્ડ કપ પછી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર અહીં બે T20 મેચ રમી હતી.

Published On - 9:46 pm, Fri, 6 May 22

Next Article