India vs West Indies ત્રીજી T20Iનો સમય બદલાયો, જાણો મેચ ક્યારે શરૂ થશે

|

Aug 02, 2022 | 3:30 PM

ભારત સામેની બીજી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ મોડી પુરી થવાના કારણે ત્રીજી મેચ દોઢ કલાક મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ટીમો આ માટે સંમત છે.

India vs West Indies ત્રીજી T20Iનો સમય બદલાયો, જાણો મેચ ક્યારે શરૂ થશે
India vs West Indies ત્રીજી T20Iનો સમય બદલાયો
Image Credit source: Twitter

Follow us on

India vs West Indies : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ  (India vs West Indies)વચ્ચેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચનો સમય પણ બદલાઈ ગયો છે. આ મેચનો ટોસ હવે 8 વાગ્યાને બદલે રાત્રે 9 વાગ્યે થશે. જ્યારે પ્રથમ બોલ રાત્રે 9.30 વાગ્યે નાખવામાં આવશે. મતલબ કે મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગે શરૂ થશે. BCCI દ્વારા ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ (T20 International Match)ના સમયની માહિતી શેર કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને મેચના સમયમાં ફેરફારની જાણકારી આપી હતી.

ત્રીજી ટી20ના સમયમાં ફેરફાર ખેલાડીઓને આરામ આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20I પણ મોડી શરૂ થઈ હતી અને ભારતીય સમય અનુસાર મોડી રાત્રે પૂરી થઈ હતી. આવી સ્થિતિમાં, ખેલાડીઓ બીજી T20Iના થાકમાંથી થોડા સ્વસ્થ થઈ શકે છે, ત્રીજી T20Iના સમયમાં ફેરફાર તેનું પરિણામ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

મેચના સમય પર BCCIનું ટ્વીટ

BCCIએ ત્રીજી T20Iના સમય સાથે સંબંધિત દરેક અપડેટ ટ્વિટ કરી છે. પોતાના ટ્વીટમાં તેણે જણાવ્યું કે ત્રીજી T20Iમાં ટોસ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે થશે અને મેચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે.

બંને ટીમો મેચના સમયમાં ફેરફાર પર સહમત થઈ

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “બીજી T20Iની શરૂઆતમાં વિલંબને પગલે, બંને ટીમો ત્રીજી T20 મેચમાં વિલંબ કરવા માટે સંમત થઈ છે જેથી ખેલાડીઓને મેચ રમવાને કારણે પૂરતો આરામ મળી શકે.

છેલ્લી બે મેચ ફ્લોરિડામાં યોજાશે

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના નિવેદનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે, છેલ્લી બે મેચ ફ્લોરિડામાં રમાશે. કેટલાક અહેવાલો અનુસાર, યુએસમાં વિઝા સમસ્યાઓના કારણે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ મેચોને અન્ય સ્થાને શિફ્ટ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, 5 T20I મેચોની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે.વેસ્ટ ઈન્ડિઝે બીજી T20I 5 વિકેટે જીતી લીધી છે. તે પહેલા ભારતે પ્રથમ T20I 68 રને જીતી હતી.

Next Article